ETV Bharat / bharat

Miyazaki Mango: ભારતની સૌથી મોંધી કેરી, સુરક્ષા માટે ખર્ચાય છે 50 હજાર રૂપિયા, 9 કુતરા અને 6 ગાર્ડ

author img

By

Published : Jun 18, 2021, 3:57 PM IST

Updated : Jun 18, 2021, 5:18 PM IST

અત્યાર સુધી તમે સેલિબ્રિટી, નેતા કે કોઈ વિશેષ વ્યક્તિ માટે સુરક્ષા બંદોબસ્ત જોયો હશે, પરંતુ ક્યારેય એવું સાંભળ્યું છે કે કેરીની સુરક્ષા કરવા માટે સુરક્ષા ગાર્ડ રાખવામાં આવ્યા છે. જી હાં. મધ્યપ્રદેશના જબલપુરમાં એક બગીચામાં જાપાની જાતિની કેરી થતી હોવાથી બગીચાના માલિકે કેરીની સુરક્ષા માટે શ્વાન સાથે સુરક્ષા ગાર્ડ તહેનાત કર્યા છે. આની પાછલ બગીચાનો માલિક 50,000 રૂપિયાનો ખર્ચ કરે છે. ભારતના સૌથી મોંઘી કેરી Taiou No Tamago (તાઈઓ નો તમગો)ની વધતી માગના કારણે આ કેરીની ચોરીને ખતરો વધી ગયો છે, જેના કારણે બગીચાના માલિકે કેરીની સુરક્ષામાં 9 શ્વાન અને 6 સુરક્ષા ગાર્ડ તહેનાત કર્યા છે. આ તમામનો માસિક ખર્ચ 50,000 રૂપિયાની આસપાસ આવે છે. આ કેરીની કિંમત 2,00,000 પ્રતિ કિલો હોય છે.

મધ્યપ્રદેશમાં 50,000 રૂપિયા ખર્ચીને બગીચાના માલિકે કેરીની સુરક્ષા કેમ કરાવવી પડે છે? જુઓ
મધ્યપ્રદેશમાં 50,000 રૂપિયા ખર્ચીને બગીચાના માલિકે કેરીની સુરક્ષા કેમ કરાવવી પડે છે? જુઓ

  • મધ્યપ્રદેશના જબલપુરના ચરગવા રોડ પર આવેલા બગીચામાં થાય છે મોંઘી કેરી
  • બગીચાના માલિકે Taiou No Tamago (તાઈઓ નો તમગો) કેરીની સુરક્ષા માટે તહેનાત કર્યા સુરક્ષા ગાર્ડ
  • જાપાની જાતિની Taiou No Tamago (તાઈઓ નો તમગો) કેરીના 1 કિલોની કિંમત છે 2 લાખ રૂપિયા

જબલપુર (મધ્યપ્રદેશ): શહેરના ચરગવા રોડ પર સંકલ્પ પરિહારના બગીચામાં જાપાની જાતિની આઠ વેરાઈટીની કેરી છે. મીડિયામાં ચાલતા સમાચારના કારણે ચોરોની નજર હવે આ મોંઘી કેરી પર પડી છે. ચોરોએ બગીચાના કેટલાક વિસ્તારમાં અન્ય કેરીની પણ ચોરી કરી છે. જોકે, અત્યાર સુધી Taiou No Tamago (તાઈઓ નો તમગો) સુરક્ષિત છે, પરંતુ તેની સુરક્ષા માટે હવે બગીચાના માલિક પરિહારને વધુ ખર્ચ કરવો પડી રહ્યો છે. આ પહેલા બગીચાની સુરક્ષા માત્ર ફેન્સિંગથી થઈ જતી હતી. ત્યારે હવે તેની જગ્યાએ સંકલ્પ પરિહારને 24 કલાક અલગ અલગ પાળીમાં ગાર્ડ તહેનાત કરવા પડી રહ્યા છે. આ કેરીની કિંમત 2 લાખ રૂપિયા પ્રતિ કિલો છે.

જાપાની જાતિની Taiou No Tamago (તાઈઓ નો તમગો) કેરીના 1 કિલોની કિંમત છે 2 લાખ રૂપિયા
જાપાની જાતિની Taiou No Tamago (તાઈઓ નો તમગો) કેરીના 1 કિલોની કિંમત છે 2 લાખ રૂપિયા

આ પણ વાંચો- કાયદાનું સુરક્ષા કવચ જોઇએ તો દેશના નિયમોનું પાલન કરેઃ રવિશંકરે ટ્વીટરને આપી સલાહ

9 શ્વાન અને 6 સુરક્ષા ગાર્ડ કરે છે સુરક્ષા

બગીચાના માલિક સંકલ્પ પરિહારનું કહેવું છે કે, આ બગીચામાં અલગ અલગ ખૂણા પર 9 શ્વાનને તહેનાત કરવામાં આવ્યા છે. 2 શ્વાન ગાર્ડની સાથે સમગ્ર ગાર્ડનું ચક્કર લગાવે છે. રાત્રે લોકોની પાસે ટોર્ચ હોય છે. જ્યારે દિવસમાં ગાર્ડ કેરીની આસપાસ સુરક્ષા કરે છે. આ ઉપરાંત પિંજરામાં બંધ શ્વાન જ્યારે અજાણ્યો માણસ દેખાશે ત્યારથી ભસવાનું શરૂ કરી દે છે. ગયા વર્ષે પણ ચોર આ કેરીની ચોરી કરી ગયા હતા. એટલે આ વર્ષે કેરીની સુરક્ષા વધારવામાં આવી છે. આ કેરીની સુરક્ષા માટે દર મહિને 50,000 રૂપિયાનો ખર્ચ આવી રહ્યો છે.

ભારતની સૌથી મોંધી કેરી

જાપાનથી આવે છે કેરી, 2 લાખ રૂપિયા પ્રતિ કિલો છે ભાવ

આ વિશેષ કેરી જાપાનમાં જોવા મળે છે, જેને Taiou No Tamago (તાઈઓ નો તમગો)ના નામથી જાણવામાં આવે છે. તેને 'એગ ઓફ ધ સન' પણ કહેવામાં આવે છે. તમને જાણીને હેરાનગતિ થશે કે, જબલપુરમાં ચરગવાં રોડ પર સંકલ્પ પરિહાર અને રાની પરિહારનો બગીચો છે. અહીં 14 અલગ અલગ પ્રકારની કેરી છે. આમાંથી સૌથી મોંઘી કેરી Taiou No Tamago (તાઈઓ નો તમગો)ના પણ કેટલાક ઝાડ છે અને છેલ્લા 4 વર્ષોમાં સતત આ ફલ આવી રહ્યા છે. આ કેરીનો ભાવ 2 લાખ રૂપિયા પ્રતિ કિલો છે.

આ પણ વાંચો- ચીને LAC પાસે મિસાઈલ તહેનાત કરી

આ સમયે પાકે છે કેરી

આ ઋતુમાં ટોરગો દી ટમેગો કેરી પાકે છે. લગભગ 1 કિલોની આ કેરી 15 જુલાઈની આસપાસ સંપૂર્ણ પાકી જશે. ત્યાં સુધી તેની સુરક્ષા ખૂબ જરૂરી છે. થોડા દિવસ અગાઉ જ ઈટીવી ભારતે આ કેરી અંગે સમાચાર પ્રસારિત કર્યા હતા. આ સમાચારના પ્રસારણ પછી કેરીની પૂછપરછ વધઈ ગઈ હતી અને મુંબઈ, હૈદરાબાદ, ઉત્તરાખંડ ઉપરાંત વિદેશોમાં પણ કેરીની જાણકારી અંગે ફોન આવી રહ્યા છે.

Last Updated : Jun 18, 2021, 5:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.