ETV Bharat / bharat

બે વર્ષથી રેપના કેસમાં કેમ સૌથી આગળ છે રાજસ્થાન? દેશમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાનું મૂળ કારણ શું છે?

author img

By

Published : Sep 18, 2021, 6:07 PM IST

NCRBના વાર્ષિક અહેવાલ મુજબ વર્ષ 2020 દરમિયાન દેશમાં ગુનામાં ઘટાડો થયો છે અને તેનું કારણ લોકડાઉન છે. જો તમને પણ એવું જ લાગતું હોય તો આ રિપોર્ટ તમને વિચારવા મજબુર કરી દેશે. હવે સવાલ એ છે કે, મહિલાઓ સામે ગુનાઓ કેમ વધી રહ્યા છે? આ ગુનાઓને કેવી રીતે કાબૂમાં લેવામાં આવશે? નિષ્ણાતો પાસે જાણશો તમે પ્રશ્નોના જવાબ, ઇટીવી ભારત એક્સપ્લેનરમાં (etv bharat explainer)

બે વર્ષથી રેપના કેસમાં કેમ સૌથી આગળ છે રાજસ્થાન?
બે વર્ષથી રેપના કેસમાં કેમ સૌથી આગળ છે રાજસ્થાન?

  • કોરોના સંકટ દરમિયાન પણ ગુનાના કેસોમાં 28 ટકાનો વધારો નોંધાયો
  • રાજસ્થાનમાં વર્ષ 2020 માં 5310 દુષ્કર્મના કેસ નોંધાયા હતા
  • રાજસ્થાન સતત બીજી વખત દુષ્કર્મના કેસોમાં પ્રથમ ક્રમે છે

હૈદરાબાદ: NCRB એટલે કે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોએ 15 સપ્ટેમ્બરના રોજ વર્ષ 2020 માં દેશભરમાં ગુનાના આંકડા જારી કર્યા હતા. ડેટા અનુસાર, કોરોના સંકટ દરમિયાન પણ ગુનાના કેસોમાં 28 ટકાનો વધારો નોંધવામાં આવ્યો હતો. જો કે આમાંના મોટાભાગના કેસો કોવિડ -19 ના ઉલ્લંઘનના હતા. દુષ્કર્મ, દહેજ મૃત્યુ અને અપહરણ સહિતની ઘરેલુ હિંસાથી લઈને મહિલાઓ સામે જે આંકડાઓ આવ્યા છે તે ફરી એકવાર સવાલ ઉઠાવે છે કે, મહિલાઓ ક્યારે સુરક્ષિત રહેશે? કેટલાક રાજ્યોમાં મહિલાઓ સામે દુષ્કર્મના ગુનાઓ આશ્ચર્યજનક છે. જે બાદ સવાલ એ ઉભો થાય છે કે, મહિલાઓ સામે વધી રહેલા ગુનાનું કારણ શું છે અને તેને કેવી રીતે નિયંત્રિત કરવામાં આવશે.

સતત બીજા વર્ષે રાજસ્થાનમાં સૌથી વધુ રેપના કેસ

એનસીઆરબીના વાર્ષિક અહેવાલમાં રાજસ્થાનમાં સતત બીજી વખત દુષ્કર્મના કેસોમાં પ્રથમ ક્રમે છે. જ્યાં વર્ષ 2020 માં 5310 દુષ્કર્મના કેસ નોંધાયા હતા. રાજસ્થાનના આંકડા પણ આશ્ચર્યજનક છે કારણ કે દુષ્કર્મના કિસ્સામાં આ આંકડો બીજા ક્રમે ઉત્તર પ્રદેશ (2769) કરતા લગભગ બમણો છે. વર્ષ 2019 ના એનસીઆરબી રિપોર્ટ અનુસાર, રાજસ્થાન પણ પ્રથમ સ્થાને હતું. આ યાદીમાં મધ્યપ્રદેશ (2,339) ત્રીજા નંબરે, મહારાષ્ટ્ર (2061) ચોથા નંબરે અને આસામ (1657) પાંચમા નંબરે છે. વર્ષ 2020 માં, દેશભરમાં દુષ્કર્મના 28,046 કેસ નોંધાયા હતા, જે ગયા વર્ષ 2019 કરતા 13 ટકા ઓછા છે. 2019 માં દુષ્કર્મના 32,033 કેસ નોંધાયા હતા.

રેપના કેસમાં ટોપ-5 રાજ્ય
રેપના કેસમાં ટોપ-5 રાજ્ય

રેપના સૌથી વધુ કેસ રાજસ્થાનમાં કેમ?

રાજસ્થાનના એડીજી ક્રાઈમ ડો.રવિ પ્રકાશ મેહરડાના જણાવ્યા અનુસાર, સામાન્ય નાગરિક માટે પોલીસ સ્ટેશન જઈને એફઆઈઆર નોંધાવવી ખૂબ જ મુશ્કેલ છે, તેથી વર્ષ 2019 માં રાજસ્થાન સરકારે ગુનો નોંધવો ફરજિયાત બનાવ્યો. જો કોઈ એસએચઓ આવું ન કરે તો તપાસ બાદ તેની સામે કાનૂની અને ખાતાકીય કાર્યવાહીની જોગવાઈ કરવામાં આવી હતી. જે પછી વધુ કેસ નોંધાયા, જે NCRB ના આંકડા પણ દર્શાવે છે.

ડો. રવિ પ્રકાશ મેહરડા
ડો. રવિ પ્રકાશ મેહરડા

ડો. રવિ પ્રકાશ મેહરડા કહે છે કે ગુનો અને તેની નોંધણી બન્ને અલગ-અલગ બાબતો છે, એનસીઆરબી પણ આને સ્વીકારે છે. આવા રજિસ્ટર્ડ કેસોમાંથી આશરે 40થી 45 ટકા વિવિધ કારણોસર ખોટા સાબિત થાય છે અને તેનું વિશ્લેષણ પણ કરવામાં આવ્યું છે. પરંતુ મહિલાઓ અને નબળા વર્ગને આ નિર્ણયથી સૌથી વધુ ફાયદો થયો છે, કારણ કે તે બન્ને કતારના અંતે છે અને આવા કિસ્સાઓમાં સૌથી વધુ પીડિત છે. મેહરડાના મતે, આંકડાઓ પર એકબીજા રાજ્યની છબી પર પ્રશ્ન ઉભો થવો જોઈએ નહીં કારણ કે તેનાથી સામાન્ય જનતાને નુકસાન થશે. જો ઓછા કેસો નોંધાયેલા હોય ત્યારે SHO ને પીઠ પર થપથપાવવામાં આવશે, તો વધુ FIR નોંધવામાં આવશે નહીં. કેસ નોંધ્યા પછી, ઝડપી કાર્યવાહી કરવી અને કોઈ નિષ્કર્ષ પર પહોંચવું એ મોટી વાત છે.

એડીજી ક્રાઈમ ડો.રવિ પ્રકાશ મેહરડા

રેપના કેસમાં નજીકના જ 95 ટકા આરોપી

નોંધાયેલા 28,046 દુષ્કર્મના કેસોમાંથી 95 ટકા કેસોમાં કોઈ નજીકનો આરોપી હતો. આમાં કુટુંબના સભ્ય, મિત્ર, પાડોશી અથવા કુટુંબના મિત્રનો સમાવેશ થાય છે. માત્ર 1,238 કેસોમાં એક અજાણ્યો આરોપી હતો.

રેપ કેસમા 95 ટકા નજીકના જ આરોપી
રેપ કેસમા 95 ટકા નજીકના જ આરોપી

મહિલાઓ વિરુદ્ધ અપરાધના આંકડા

NCRB ના 2020 ના રિપોર્ટ અનુસાર, દેશમાં 3,71,503 કેસ નોંધાયા હતા, જે ગયા વર્ષ (4,05,503) કરતા 8.3 ટકા ઓછા છે. મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં ઉત્તરપ્રદેશ (49,853) પ્રથમ, પશ્ચિમ બંગાળ (36,439) બીજા, રાજસ્થાન (34,535) ત્રીજા, મહારાષ્ટ્ર (31,954) ચોથા અને આસામ (26,352) પાંચમા ક્રમે છે.

દેશમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધના કેસ
દેશમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધના કેસ

મેટ્રો સિટીમાં રેપના કેસ

દેશના મહાનગરોમાં કુલ 2,533 દુષ્કર્મના કેસ નોંધાયા હતા. તેમાંથી દેશની રાજધાની દિલ્હીમાં સૌથી વધુ 967 કેસ નોંધાયા છે. જયપુર (409) બીજા નંબરે, મુંબઈ (322) ત્રીજા નંબરે, બેંગલુરુ (108) ચોથા નંબરે અને ચેન્નઈ (31) પાંચમા નંબરે છે.

રેપના કેસમાં ટોપ-5 મહાનગર
રેપના કેસમાં ટોપ-5 મહાનગર

એવામાં મહિલા આયોગ અથવા મહિલા સંગઠનની શું ભૂમિકા છે?

મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ પછી મહિલા સંગઠનો દ્વારા પ્રદર્શન અથવા મહિલા આયોગ જેવી સંસ્થાઓ વતી નિંદા અથવા નોટિસની કાર્યવાહી કરવામાં આવે છે. સવાલ એ છે કે શું મહિલાઓના હિતને ધ્યાનમાં રાખીને બનાવેલી આવી સંસ્થાઓ તેમની ભૂમિકા યોગ્ય રીતે ભજવી શકે છે? શું તેમને વધુ સત્તાની જરૂર છે?

હરિયાણા મહિલા આયોગના અધ્યક્ષ પ્રીતિ ભારદ્વાજ અનુસાર મહિલાઓ વિરુદ્ધ થનારા અપરાધની જો વાત કરીએ તો આયોગ પાસે પ્રદેશ જ નહીં દેશના બીજા ભાગમાં અને દેશ બહારથી પણ એનઆરઆઇ મહિલાઓની પણ ફરિયાદ આવે છે. ત્યારબાદ સંબંધિત વિસ્તારના પોલીસ અધિકારીને ફરિયાદ મોકલવામાં આવે છે. પછી પોલીસ અધિકારી તેની કાર્યવાહી કરીને આયોગને એક્શન ટેકન રિપોર્ટ મોકલે છે. જેના આધારે બન્ને પક્ષ સાથે વેરિફાઇ કરવામાં આવે છે. મહિલાઓ વિરુદ્ધ અપરાધની કેટલી ફરિયાદ આવી, તેમાંથી કેટલામાં એફઆઇઆર નોંધાઇ છે, ઘરેલું હિંસાના કેટલા કેસ આયોગ પાસે આવ્યા અને પોલીસ પાસે કેટલા પહોંચ્યા. બન્નેમાં અંતરની તપાસ અને કાર્યવાહી પર નજર રાખવામાં આવે છે.

પરંતુ સવાલ એ છે કે, શું મહિલા આયોગની શક્તિઓ આવા કેસોને તોડવા માટે પૂરતી છે? પ્રીતિ ભારદ્વાજ કહે છે કે મહિલા આયોગ સંપૂર્ણ રીતે સશક્ત છે, ભલે તે એક અનુશંસા અથવા ભલામણ કરતી સંસ્થા હોય, પરંતુ આયોગ પાસે કોઇ પણ કેસમાં સ્વત:સંજ્ઞાથી લઈને દેશભરમાં કોઇને પણ નોટિસ આપવા અને સિવિલ કોર્ટ સુધીનો પાવર છે. વળી, સરકારના દરેક વિભાગમાં કમિશનની દરેક ભલામણ ધ્યાનમાં લેવામાં આવે છે.

લોકડાઉનમાં અપરાધ ઓછા થવા પર પીઠના થપથપાવો

લોકડાઉનમાં માત્ર મહિલાઓ વિરુદ્ધના ગુના જ નહી પણ બધી રીતના અપરાધ ઓછા થયા છે, પરંતું આ કોઇ શાબાશી આપવાની વાત નથી. કારણ કે, લોકડાઉન હોવા છતાં, દેશભરમાં 66 લાખથી વધુ અપરાધિક કેસ નોંધાયા છે, 29,193 હત્યા અને 1,28,531 બાળકો સામે ગુના નોંધાયા છે. 3,71,503 મહિલા ગુનાના કેસ નોંધાયા, 28,046 દુષ્કર્મ અને 62,300 અપહરણના કેસ નોંધાયા. દહેજને કારણે મૃત્યુના 6996 કેસ અને એસિડ હુમલાના 105 કેસ પણ નોંધાયા છે.

મહિલાઓ વિરુદ્ધ ગુનાના કેસો દરેક રાજ્ય, દરેક શહેરમાંથી આવ્યા છે. રાજસ્થાનમાં સૌથી વધુ દુષ્કર્મના કેસો નોંધાયા હશે અને યુપીમાં મહિલાઓ વિરુદ્ધ સૌથી વધુ ગુનાઓ નોંધાયા હશે, પરંતુ મહિલાઓની સલામતી અંગેનો પ્રશ્ન આખા દેશમાં, દરેક રાજ્યમાં છે. ગયા વર્ષ (2019) કરતા લોકડાઉનના કારણે ઓછા કેસ થયા છે, તેને જોતા નથી, જો લોકડાઉન ન હોત, તો ગયા વર્ષની સરખામણીમાં કેટલા વધુ ગુનાના કેસો થયા હોત. અથવા ખુદ લોકડાઉનના કારણે, ગુનેગારોને થોડો અંકુશમાં રાખી શકાય છે. NCRB ના આંકડા પોલીસથી લઈને સરકાર અને સમાજથી લઈને પરિવારો સુધી પ્રશ્નો ઉભા કરે છે. આંકડા દ્વારા, ગુનાને ઓછો અંદાજ આપી શકાય છે અને વધારે પડતો અંદાજ લગાવી શકાય છે, પરંતુ મહિલાઓ સામેના ગુનાના લાખો કેસો, ખાસ કરીને દુષ્કર્મના કિસ્સાઓ દર્શાવે છે કે, કાયદાનો ભય ગુનેગારોમાં નથી.

NCRB નાં રિપોર્ટના આંકડા
NCRB નાં રિપોર્ટના આંકડા

લોકડાઉનમાં ઘરેલૂ હિંસા વધી છે

પ્રીતિ ભારદ્વાજના મતે દુષ્કર્મના કેસોમાં ઘટાડો થયો હશે, પરંતુ લોકડાઉન દરમિયાન ઘરેલુ હિંસાના કેસો વધ્યા છે. લોકડાઉન દરમિયાન, લોકોને ઘરની ચાર દિવાલમાં કેદ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ ઘરેલુ હિંસાની ફરિયાદો કમિશન સમક્ષ આવી હતી.

ઈન્દોર સ્થિત મનોચિકિત્સક પવન રાઠી પણ માને છે કે લોકડાઉન દરમિયાન ઓફિસો, ફેક્ટરીઓ બંધ થવાના કારણે ઘરમાં ભીડ વધી, જેની અસર ઘરેલુ હિંસાના રૂપમાં પણ સામે આવી. આજે દર 4 માંથી એક મહિલા ઘરેલુ હિંસાનો શિકાર છે. ઘણી વખત મહિલાઓ અભણ અથવા સમાજના ડરના કારણે તેમની ફરિયાદ નોંધતી નથી. જો ઘરેલુ હિંસા કે મહિલાઓ સામેના ગુનાના તમામ કેસો પોલીસના દરવાજે પહોંચવા લાગે તો ગુનાનો આંકડો ક્યાં પહોંચશે તે અનુમાન લગાવવું મુશ્કેલ બનશે.

મહિલાઓ વિરુદ્ધ અપરાધ પર કેવી રીતે લાગશે લગામ?

હરિયાણા મહિલા આયોગની અધ્યક્ષ પ્રીતિ ભારદ્વાજના જણાવ્યા અનુસાર મહિલાઓ સામે તમામ પ્રકારના ગુનાઓને રોકવા માટે કુટુંબ અને સમાજે પુરુષોને બાળકી, છોકરી કે સ્ત્રી સાથે કેવું વર્તન કરવું તે શીખવવું પડશે. પરિવારમાં સંસ્કાર અને સ્કૂલમાં નૈતિક શિક્ષાનું જ્ઞાન બાળકોનું મળવું ઘણુ જરૂરી છે.

પવન રાઠીના જણાવ્યા અનુસાર મહિલાઓની અશિક્ષા, પુરુષોની માનસિકતા અને નશો મહિલા અપરાધ અને ખાસ કરીને ઘરેલુ હિંસાના મુખ્ય કારણો છે. આવી સ્થિતિમાં સરકારની નીતિઓ સિવાય, સમાજ અને દરેક વ્યક્તિની ભાગીદારીએ પોતાને સુધારવા માટે પગલાં લેવા પડશે. આ સિવાય મનોચિકિત્સકોની ભૂમિકા પણ ખૂબ મહત્વની છે. મનોચિકિત્સકોએ આગળ આવવું જોઈએ અને આ ક્ષેત્રમાં નીતિઓ અથવા કાર્યક્રમો તૈયાર કરવા જોઈએ જેથી મહિલાઓ સામેના ગુનાઓ પર અંકુશ આવી શકે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.