ETV Bharat / bharat

કોણ છે તિસ્તા સેતલવાડ, જેના NGO પર ગુજરાતના રમખાણ અંગે ખોટી માહિતી આપવાનો શાહે દાવો કર્યો

author img

By

Published : Jun 25, 2022, 5:58 PM IST

ગૃહપ્રધાન શાહનું નિવેદન આ ક્લિન ચીટ બાદ સામે આવ્યું છે. વર્ષ 2002માં ગુજરાતમાં (Gujarat Riots Case 2002) જે રમખાણ થયા હતા એ મામલો હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટ (Gujarat Riot Case Supreme Court) સુધી પહોંચ્યો હતો. જેને લઈને કોર્ટે હાલ વડાપ્રધાન અને એ સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે તપાસની અરજી ફગાવી હતી.

કોણ છે તિસ્તા સેતલવાડ,જેની સંસ્થા પર ગુજરાતના રમખાણ અંગે ખોટી માહિતી આપવાનો શાહે દાવો કર્યો
કોણ છે તિસ્તા સેતલવાડ,જેની સંસ્થા પર ગુજરાતના રમખાણ અંગે ખોટી માહિતી આપવાનો શાહે દાવો કર્યો

ન્યૂઝ ડેસ્કઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે (Gujarat Riot Case Amit Shah claim) એવો દાવો કર્યો છે કે, તિસ્તા સેતલવાડની (Gujarat Riot Case Teesta Setalvad) એક સંસ્થાએ ગુજરાતના રમખાણ (Gujarat Riot Case 2002) અંગે ખોટી માહિતી આપી હતી. શુક્રવારે દેશની સુપ્રીમ કોર્ટે મુખ્યમંત્રી પદે રહેલા નરેન્દ્ર મોદીને ગુજરાતમાં રમખાણ મામલે ક્લિન ચીટ આપી હતી. ગૃહપ્રધાન શાહનું નિવેદન આ ક્લિન ચીટ (SIT Declarations) બાદ સામે આવ્યું છે. વર્ષ 2002માં ગુજરાતમાં જે રમખાણ થયા હતા એ મામલો હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. જેને લઈને કોર્ટે હાલ વડાપ્રધાન અને એ સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે તપાસની અરજી ફગાવી હતી.

આ પણ વાંચોઃ સરકાર પર તલવાર લટકતી હોવા છતાં, બે દિવસમાં 130 દરખાસ્તો મંજૂર

શું છે કેસઃ આ કેસ ગુલબર્ગ સોસાયટીની ઘટનાથી જોડાયેલો છે. જ્યાં ફેબ્રુઆરી 2002માં ટ્રેનના કોચને સળગાવી દેવામાં આવ્યા હતા. જેના કારણે ફાટી નીકળેલા રમખાણોમાં કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ એહસાન જાફરી સહિત 68 લોકો માર્યા ગયા હતા. આ ઘટનામાં કુલ 59 પ્રવાસીઓ પણ મૃત્યું પામ્યા હતા. આ કેસમાં દસ વર્ષ બાદ SIT,ના રીપોર્ટે ગુલબર્ગ સોસાયટી કેસમાં "કોઈ કાર્યવાહી કરી શકાય તેવા પુરાવા નથી" ટાંકીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિર્દોષ જાહેર કર્યા હતા.

સુપ્રીમ કોર્ટે શું કહ્યુંઃ SIT તરફથી નરેન્દ્ર મોદી સહિત 64 લોકોને જે ક્લિન ચીટ આપવામાં આવી છે તેને સુપ્રીમે યથાવત રાખી છે.

કોણ છે આ તિસ્તા સેતલવાડઃ તિસ્તા સેતલવાડ સિટીઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસ (CJP) નામની સંસ્થા સેક્રેટરી છે. જે 2002ના ગુજરાત રમખાણોના પીડિતોની વકીલાત કરવા માટે રચાયેલી સંસ્થા હતી. CJP એ 2002 ના ગુજરાત રમખાણોમાં કથિત સંડોવણી બદલ નરેન્દ્ર મોદી અને અન્ય ઘણા રાજકારણીઓ તેમજ સરકારી અધિકારીઓ સામે ફોજદારી ટ્રાયલની માંગ કરતી કાયદેસરની અરજી કરી હતી.

આ પણ વાંચોઃ જમ્મુ અને કાશ્મીરમાં કેન્દ્રીય જમીન સંપાદન કાયદો આવ્યો અમલમાં

શોષણની વાતઃ તારીખ 24 જૂન, 2022 ના રોજ, સુપ્રીમ કોર્ટે, ગુજરાત રમખાણોના કેસમાં PM મોદીને આપવામાં આવેલી SITની ક્લિન ચિટને સમર્થન આપતાં જણાવ્યું હતું કે કાર્યકર્તા તિસ્તા સેતલવાડે "અંગત હેતુઓ" માટે અરજદાર ઝકિયા જાફરીનું ઈમોશનલી શોષણ કર્યું છે. સુપ્રીમ કોર્ટે ઝકિયા જાફરીની અરજીને ગુજરાતમાં રમખાણનો ચરુ ઉકળતો રાખવાના મલિન ઈરાદા સમાન ગણાવી અરજી ફગાવી દીઘી હતી. કોર્ટે ઝકિયા જાફરી તેમજ અન્યોની આ મુદ્દે સખત શબ્દોમાં ઝાટકણી કાઢી કહ્યું કે,આ પ્રોસેસનો દૂરઉપયોગ કરનારા તમામ લોકોને કોર્ટના કઠેડામાં આરોપી તરીકે ઊભા રાખી દેવા જોઈએ. કાયદા અનુસાર કડક કાર્યવાહી કરવી જોઈએ. ઝકિયાની અરજી બીજાના ઈશારે કરાયેલું કૃત્ય.

ફંડનો મામલોઃ કોંગ્રેસના પૂર્વ નેતા અહેસાન જાફરીના પત્ની ઝકિયા જાફરીએ SIT દ્વારા એ સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત કુલ 64 લોકોને રમખાણ મુદ્દે ક્લિનચીટ આપવાના રિપોર્ટને સુપ્રીમમાં પડકાર્યો હતો. તિસ્તા અને તેના પતિ જાવેદ આનંદ સામેના આરોપોમાંનો એક એવો પણ આક્ષેપ હતો કે તેમણે વર્ષ 2007 થી જંગી ભંડોળ એકત્રીકરણ અભિયાન શરૂ કર્યું હતું. પછી તેને હુલ્લડ પીડિતોના નામે રૂ. 6 કરોડથી રૂ. 7 કરોડનું ભંડોળ એકત્ર કરીને મોટી છેતરપિંડી કરી હતી. વર્ષ 2014 તેમની માલિકીના એક મેગેઝિનમાં જાહેરાતો દ્વારા અને સંગીત અને કલાના કેટલાક કાર્યક્રમો કરી નાંખ્યા હતા.

આ પણ વાંચોઃ એકનાથ શિંદેની રિક્ષા ડ્રાઇવરથી જૂથ નેતા સુધીની રાજકીય સફર

ફંડનો અંગત ઉપયોગઃ કોર્ટમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ચેરિટી દ્વારા એકત્ર કરાયેલા આ ભંડોળથી દંપતી સુવિધાલક્ષી વસ્તુઓની ખરીદી કરતું હતું. જોકે તિસ્તાએ દાવો કર્યો હતો કે આ પ્રકારના પગલાં એની સામે ઈરાદાપૂર્વક લેવામાં આવી રહ્યા છે. આ રીતે એક્શન લઈ ખોટી રીતે શિકાર કરાઈ રહ્યો છે. જેની સામે ભાજપે એવી પ્રતિક્રિયા આપી હતી કે,કાયદો કાયદાનું કામ કરી રહ્યો છે. તિસ્તા સામે એક એવો પણ આરોપ છે કે તેણે ફોરેન એક્સચેન્જના નિયમોનું પણ ઉલ્લંઘન કર્યું છે. તિસ્તાએ સંસ્થાને મળેલા ડોનેશન અને બીજા ફંડનો ખોટો ઉપયોગ કર્યો છે. જેના તાર વર્ષ 2019માં અમેરિકાની એક સંસ્થા સાથે જોડાયેલા હતા. જે ફંડ એની સંસ્થામાં આવતું હતું.

કોણ છે સંજીવ ભટ્ટઃ સંજીવ ભટ્ટ ગુજરાત પોલીસના એક અધિકારી હતા.જેઓ તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સામે આરોપ મૂકીને વિવાદમાં રહ્યા છે. ગુજરાત કેડરના પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને હાલ જામનગરમાં એક કસ્ટોડિયલ ડેથના કેસમાં આજીવન કેદની સજા કરવામાં આવી છે. વર્ષ 2002ના હુલ્લડની તપાસ કરવા માટે નીમવામાં આવેલી જસ્ટિસ નાણાવટી તથા જસ્ટિસ મહેતા કમિશન સમક્ષ સંજીવ ભટ્ટે ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી તથા અન્ય ઉચ્ચ અધિકારીઓની સામે જુબાની આપી હતી.

આ પણ વાંચોઃ "દેશદ્રોહી સાવંત"...ના નાદ સાથે શિવસૈનિકોનું તાંડવ, ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ

IITમાંથી પાસ આઉટઃ IITમાંથી અભ્યાસ કરી ચૂકેલા સંજીવ ભટ્ટ 1988માં પોલીસ સેવામાં જોડાયા હતા, તેઓ ગુજરાત કૅડરના આઈપીએસ હતા. એક સમયે નરેન્દ્ર મોદીના 'ગુડમેન' અધિકારી તરીકે ઓળખાતા સંજીવે 2002ના રમખાણો બાબતે નરેન્દ્ર મોદી પર આરોપ મૂક્યા હતાં. 2011માં સંજીવ ભટ્ટે એક એફિડેવિટમાં કહ્યું હતું કે, ગોધરાકાંડ બાદ તારીખ 27 ફેબ્રુઆરી, 2002માં પોતાના ઘરે પોલીસ અધિકારીઓની એક બેઠક મળી હતી. જેમાં કથિત રીતે મોદીએ કહ્યું હતું કે, હિંદુઓને આક્રોશ ઠાલવવાની તક આપવી જોઈએ. જોકે, મોદી સરકારે કહ્યું હતું કે, સંજીવ ભટ્ટ આ બેઠકમાં હાજર જ નહોતા અને જેના કોઈ સાક્ષી કે, પુરાવા પણ નથી.

આર.બી.શ્રીકુમારઃ આર.બી. શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ દ્વારા તત્કાલીન મુખ્યપ્રધાન સામે એક એવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તારીખ 27 ફેબ્રુઆરી 2002ના રોજ રાત્રે મુખ્યપ્રધાનના નિવાસસ્થાને વહીવટી અને પોલીસ તંત્રની બેઠક યોજીને બહુમતી કોમનો ગુસ્સો કે લાગણી લઘુમતી કોમ ઉપર ઠાલવવા માટે પ્રયત્ન કરવામાં આવે ત્યારે કોઈપણ પ્રકારના સખત પગલા ન ભરવા તેમજ ગુસ્સો ઠાલવવા દેવો. તે સમયે ભટ્ટે સરકાર તેમજ ઉચ્ચ અધિકારી સાથે વ્યક્તિગત વાંધાઓના કારણે બેઠક અંગે મુખ્યપ્રધાન તેમજ સરકાર સામે ખોટા આક્ષેપ કર્યા છે.

આ પણ વાંચોઃ પાકિસ્તાનની ખૂલી પોલ, જે આંતકીને મૃતક કહેતું હતું તેને જ કરી સજા...

ક્રાઈમ બ્રાંચનું તેડુંઃ એટલું જ નહીં 27 ફેબ્રુઆરી 2002નો જે ફેક્સ પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યો છે તે પણ બનાવટી હોવાનું કમિશનના તારણમાં સ્પષ્ટ ગયું છે.. જે બાદ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે વધુ એક પૂર્વ આઇપીએસ આરબી શ્રીનિવાસને પણ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સમન્સ પાઠવી બોલાવવામાં આવ્યા છે, હાલ તેઓનો સંપૂર્ણ રીતે જવાબ લેવામાં આવી રહ્યો છે. જવાબના અંતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા બેઠક કર્યા બાદ પૂર્વ IPS આરબી શ્રીનિવાસની પણ ધરપકડ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.