ETV Bharat / bharat

રાજકીય પક્ષોએ સવાલો ઉઠાવ્યા તો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આપ્યો આ જવાબ

author img

By

Published : Jun 14, 2021, 8:32 AM IST

આમ આદમી પાર્ટીના (આપ) રાજ્યસભાના સભ્ય સંજય સિંહ અને અયોધ્યાના સમાજવાદી પાર્ટીના ભૂતપૂર્વ ધારાસભ્ય પવન પાંડેએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ કરી રહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાપ્રધાન ચંપત રાય સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા. હવે આ મામલે ચંપત રાયે જવાબ આપ્યો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના નામે જારી કરાયેલા એક નિવેદનમાં તેમણે આ આખી કવાયતને રાજકીય પ્રેરિત ગણાવી છે.

રાજકીય પક્ષોએ સવાલો ઉઠાવ્યા તો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આપ્યો આ જવાબ
રાજકીય પક્ષોએ સવાલો ઉઠાવ્યા તો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આપ્યો આ જવાબ

  • શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રએ બધઈ જમીન ખુલ્લા બજાર ભાવ કરતા ઘણા ઓછા ભાવે ખરીદી
  • ખરીદી અને વેચાણનું આ કામ પરસ્પર સંવાદ અને પરસ્પર સંપૂર્ણ સંમતિના આધારે કરવામાં આવ્યુ
  • પ્લોટ રેલવે સ્ટેશનની નજીક ખૂબ જ અગત્યનું સ્થળ છે

હૈદરાબાદ: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાપ્રધાન ચંપત રાયે એક નિવેદનમાં કહ્યું છે કે, આ આક્ષેપો (છેતરપિંડીના) ભ્રામક અને રાજકીય દ્વેષથી પ્રેરિત છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રએ અત્યાર સુધીમાં જે બધી જ જમીન ખરીદી છે, તે ખુલ્લા બજાર ભાવ કરતા ઘણા ઓછા ભાવે ખરીદવામાં આવી છે.

રાજકીય પક્ષોએ સવાલો ઉઠાવ્યા તો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આપ્યો આ જવાબ
રાજકીય પક્ષોએ સવાલો ઉઠાવ્યા તો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આપ્યો આ જવાબ

આ પણ વાંચોઃ રામ મંદિરનો નકશો ADA દ્વારા પસાર, નિર્માણકામ ટૂંક સમયમાં થશે શરૂ

તમામ પ્રકારની કોર્ટ ફી અને સ્ટેમ્પ પેપર્સ ઓનલાઇન ખરીદી રહ્યા છે

તેમણે કહ્યું કે, તમામ પ્રકારની ખરીદી અને વેચાણનું આ કામ પરસ્પર સંવાદ અને પરસ્પર સંપૂર્ણ સંમતિના આધારે કરવામાં આવી રહ્યું છે. સંમતિ પછી, સંમતિ ફોર્મ પર હસ્તાક્ષર કરવામાં આવે છે. એક અખબારી નિવેદનના માધ્યમથી એવું કહેવામાં આવ્યું હતું કે, તમામ પ્રકારની કોર્ટ ફી અને સ્ટેમ્પ પેપર્સ ઓનલાઇન ખરીદી રહ્યા છે.

સમગ્ર કિંમત વેચનારના ખાતામાં ઓનલાઇન સ્થાનાંતરિત થાય છે

સંમતિ પત્રના આધારે જમીનની ખરીદી કરવામાં આવી રહી છે. તદનુસાર, સમગ્ર કિંમત વેચનારના ખાતામાં ઓનલાઇન સ્થાનાંતરિત થાય છે. કહ્યું કે, જે પ્લોટ અંગે રેટરિક બનાવવામાં આવી રહી છે, તે પ્લોટ રેલવે સ્ટેશનની નજીક ખૂબ જ અગત્યનું સ્થળ છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રએ અત્યાર સુધીમાં ખરીદેલી બધી જ જમીન ખુલ્લા બજારભાવ કરતા ઘણા ઓછા ભાવે ખરીદવામાં આવી છે.

જમીન 18 માર્ચ, 2021ના ​​રોજ વેચી દીધી હતી

ઉચિત જમીનની ખરીદી માટે, હાલના વિક્રેતાઓએ વર્ષો પહેલા કરાયેલા ભાવે, તેઓને તે જમીન 18 માર્ચ, 2021ના ​​રોજ વેચી દીધી હતી અને ટ્રસ્ટ સાથે કરાર કર્યા હતા. ચંપક રાયે નિવેદન દ્વારા કહ્યું હતું કે, કેટલાક રાજકીય લોકો જે આ સંદર્ભે અભિયાન ચલાવી રહ્યા છે તે ગેરમાર્ગે દોરતા હોય છે. સમાજને ગેરમાર્ગે દોરવા માટે સંબંધિત વ્યક્તિઓ રાજકીય હોય છે, તેથી રાજકીય અદાવતથી પ્રેરિત હોય છે.

આ પણ વાંચોઃ ભારત-ચીન સરહદ વિવાદ વચ્ચે રામમંદિરનું ભૂમિપૂજન હાલ પૂરતું સ્થગિત

કોંગ્રેસે પણ લગાવ્યો આરોપ

આપ અને સપા બાદ કોંગ્રેસે પણ આરોપ લગાવ્યો કે, ભગવાન રામના નામે દાન લઈને કૌભાંડ કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને આક્ષેપ કર્યો હતો અને લખ્યું હતું કે, હે રામ, આ કેવા દિવસો. તમારા નામે દાન લઈને કૌભાંડો થઈ રહ્યા છે. બેશરમ લૂંટારૂઓ હવે 'રાવણ'ની જેમ અહંકારમાં મદમસ્ત છે. સવાલ એ છે કે, બે કરોડમાં ખરીદેલી જમીન 10 મિનિટ પછી 'રામ જન્મભૂમિ'ને રૂપિયા 18.50 કરોડમાં કેવી રીતે વેચી શકાશે? હવે લાગે છે, કંસોનું જ રાજ છે, ચારે બાજુ રાવણ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.