WhatsApp Accounts Ban in India: વોટ્સએપએ ભારતમાં ફરી લાખોને મોઢે એકાઉન્ટ્સ કર્યા બેન, જાણો કારણ...

author img

By

Published : Jan 2, 2022, 1:51 PM IST

WhatsApp Accounts Ban in India: વોટ્સએપએ ભારતમાં 17.5 લાખ એકાઉન્ટ્સ બેન કર્યા, જાણો કારણ

વોટ્સએપના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વોટ્સએપએ (WhatsApp Accounts Ban in India) નવેમ્બર મહિનામાં 1.75 મિલિયનથી વધુ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો (WhatsApp banned 17.5 lakh bad accounts in India) છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં વોટ્સએપના 40 કરોડથી વધુ યુઝર્સ છે.

નવી દિલ્હી: મેટા-માલિકી (WhatsApp owned by Meta) ધરાવતી વોટ્સએપએ જણાવ્યું હતું કે, તેણે ITના નિયમ 2021ના પાલનમાં (Compliance with IT Rules 2021) નવેમ્બર મહિનામાં ભારતના 1,759,000 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ (WhatsApp banned 17.5 lakh bad accounts in India) મૂક્યો છે. વોટ્સએપને પણ આ મહિને દેશમાંથી 602 ફરિયાદો મળી હતી અને તેમાંથી 36 પર કાર્યવાહી કરવામાં આવી હતી.

IT નિયમ 2021 મુજબ નવેમ્બર મહિના માટે છઠ્ઠો માસિક રિપોર્ટ પબલિસ્ડ

IT નિયમ 2021 મુજબ તેમને નવેમ્બર મહિના માટે છઠ્ઠો માસિક રિપોર્ટ પબલિસ્ડ (Sixth Monthly Report Published) કર્યો છે. આ વપરાશકર્તા-સુરક્ષા અહેવાલમાં વપરાશકર્તાની ફરિયાદો અને WhatsApp દ્વારા લેવામાં આવેલા સંબંધિત પગલાં તેમજ વોટ્સએપની પોતાની નિવારક ક્રિયાઓની વિગતો શામેલ છે.

વોટ્સએપે 1.75 મિલિયનથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો

તાજેતરના માસિક અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે, વોટ્સએપએ નવેમ્બર (WhatsApp Accounts Ban in India) મહિનામાં 1.75 મિલિયનથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. ઓક્ટોબરમાં આ પ્લેટફોર્મે ભારતમાં 20 લાખથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો. ભારતમાં વોટ્સએપના 40 કરોડથી વધુ યુઝર્સ છે.

આ પણ વાંચો:

IT Tips for all: છેલ્લી ઘડી સુધી રાહ ન જુઓ, અત્યારે જ બચત યોજનાઓ પસંદ કરો

Manish Maheshwari Resigns: ટ્વિટર ઇન્ડિયાને મનીષ મહેશ્વરીએ કહ્યું અલવિદા, શિક્ષણ ક્ષેત્રે કામ કરવા લીધો નિર્ણય

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.