ETV Bharat / bharat

Uttar Pradesh Crime : આગ્રામાં મહિલાનો તેના સહકર્મચારીઓ દ્વારા ગેંગરેપ, મહિલા સહિત પાંચની ધરપકડ

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 13, 2023, 3:38 PM IST

આગ્રામાં મહિલા પર સામૂહિક દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. રિચ સ્ટે હોમમાં કામ કરતી મહિલાનો તેના સહકર્મચારીઓ દ્વારા ગેંગરેપ કરવામાં આવ્યો હતો. ઘટનાને લઇને કેટલાક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયાં હતાં. તાજગંજ પોલીસે મામલાને લઇને એક મહિલા સહિત 4 યુવકોની ધરપકડ કરી છે.

Uttar Pradesh Crime : આગ્રામાં મહિલાનો તેના સહકર્મચારીઓ દ્વારા ગેંગરેપ, મહિલા સહિત પાંચની ધરપકડ
Uttar Pradesh Crime : આગ્રામાં મહિલાનો તેના સહકર્મચારીઓ દ્વારા ગેંગરેપ, મહિલા સહિત પાંચની ધરપકડ

આગ્રા : તાજનગરી ફેસ ટુ સ્થિત રિચ હોમ સ્ટેમાં મહિલા કર્મચારી સાથે ગેંગરેપ પહેલા અને પછીના સાત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જોકે ઈટીવી ભારત આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. વીડિયોમાં પીડિતા રડી રહી છે અને આજીજી કરી રહી છે. તે કહે છે, કૃપા કરીને મને મદદ કરો. કૃપા કરીને મને બચાવો. મારે માતાપિતા નથી. હું માતાપિતા વિના છું. મહેરબાની કરીને મને છોડી દો મને ચાર નાની દીકરીઓ છે. જો મને કંઈક થશે તો તેમનું શું થશે? પીડિતા હાથ જોડીને વિનંતી કરી રહી છે. આ પછી પણ આરોપી તેને છોડતાં નથી અને યુવતીને બળજબરીથી રૂમમાં ખેંચી ગયાં હતાં. જ્યાં તેણી પર એક પછી એક ચાર યુવકો દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી પાંચ આરોપીઓને જેલમાં મોકલી આપ્યાં છે, પરંતું આગ્રા શહેરમાં ચાલતા હોમ સ્ટે સામે સવાલો ઉઠી રહ્યા છે જ્યાં અનૈતિક પ્રવૃતિઓ થતી હોય છે.

મહિલા સહિત 4 યુવકોની ધરપકડ : આપને જણાવી દઈએ કે તાજનગરી ફેઝ 2 સ્થિત રિચ હોમ સ્ટેમાં કામ કરતી એક યુવતી પર શનિવારે મોડી રાત્રે સામૂહિક બળાત્કાર થયો હતો. યુવતીએ વિરોધ કર્યો હતો તો તેની મારપીટ પણ કરવામાં આવી હતી.ઘટના બાદ યુવતીએ કરેલી રોકક્ળ થી દોડી આવેલા સ્થાનિક લોકોએ તાજગંજ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. પોલીસે ચોધાર રડતી યુવતીને શાંત પાડી હતી અને યુવતીની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો હતો. આ પછી પોલીસે આરોપી જીતેન્દ્ર રાઠોડ, રવિ રાઠોડ, મનીષ કુમાર અને દેવ કિશોરની ધરપકડ કરી હતી. પોલીસે તપાસ બાદ એક મહિલાની પણ ધરપકડ કરી છે. પોલીસે પાંચેય આરોપીઓને જેલમાં મોકલી આપ્યા છે.

અશ્લીલ વીડિયો બનાવવા અને દારૂ પીવડાવવાનો આરોપ : ડીસીપી સિટી સૂરજ કુમાર રાયે જણાવ્યું કે રિચ હોમ સ્ટેમાં મહિલા પર બળાત્કાર થયો હતો. યુવતી છેલ્લા દોઢ વર્ષથી હોમ સ્ટેમાં કામ કરતી હતી. આરોપી જીતેન્દ્ર તેનો પરિચીત છે. જેણે અગાઉ તેણીનો અશ્લીલ વિડીયો બનાવી ઉત્પીડન કર્યું હતું. આ જ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને તે લાંબા સમયથી યુવતીનું શોષણ કરતો હતો. યુવતીનો આરોપ છે કે તેણે વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને પૈસા પણ પડાવ્યા હતા. તેણે શનિવારે રાત્રે પણ આ જ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. તેને દારૂ પીવા માટે પણ દબાણ કરવામાં આવ્યું હતું. જે પછી અન્ય યુવકોએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

ક્રૂરતા દર્શાવતા પાંચ વીડિયો વાયરલ : રિચ હોમ સ્ટેમાં યુવતી પર સામૂહિક બળાત્કારના કેસના સાત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જોકે, ઇટીવી ભારત વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી. ત્રણ વીડિયો યુવતી સાથે ગેંગરેપ પહેલાના છે, જેમાં યુવતી પોતાની જાતને છોડી દેવાની વિનંતી કરી રહી છે. વીડિયોમાં મહિલા હાથ જોડીને વિનંતી કરી રહી છે. તે કહે છે કે તેને છોડી દો. બીજા વિડિયોમાં યુવતી બચાવી લેવા માટે આજીજી કરી રહી છે. આ સાથે ત્રીજા વીડિયોમાં એક યુવક અને તેના સાથીઓ તેને રૂમમાં ખેંચી રહ્યા છે. ત્રણેય વિડીયો આરોપીઓની ક્રૂરતા દર્શાવે છે. આ પછી યુવતીએ ગેંગરેપ બાદ આક્રોશ વ્યકત્ કરતાં રૂમમાં તોડફોડ કરી તે વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. મહિલાની ચીસો સાંભળીને સોસાયટીના સિક્યોરિટી ગાર્ડ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા અને દરવાજો ખખડાવવા લાગ્યા તે વીડિયો છે અને અન્ય વીડિયોમાં મહિલાએ રડતાં રડતાં ઘટનાસ્થળે ભેગા થયેલા લોકોને આરોપીઓની હરકતો જણાવી રહી છે.

ચાર યુવકોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો : તાજનગરી ફેઝ 2 માં સ્થિત એક હોમ સ્ટેમાં કર્મચારીઓએ શનિવારે મોડી રાત્રે એક સહકર્મી યુવતીની સાથે ગેંગરેપ કર્યો હતો. યુવતીએ વિરોધ કરતાં તેની સાથે મારપીટ પણ કરવામાં આવી હતી. આ પછી યુવતીએ હોમ સ્ટેની બહાર હોબાળો મચાવ્યો હતો. માહિતી મળતા પોલીસ પહોંચી અને તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરી. પોલીસે આ કેસમાં ચાર યુવકો અને એક મહિલાની ધરપકડ કરી હતી. પોલીસ અન્ય ફરાર આરોપીઓને શોધી રહી છે.

  1. ગેંગરેપના નરાધમોને કોર્ટે ભણાવ્યો પાઠ, આપ્યો ઐતિહાસિક ચૂકાદો
  2. Gang Rape Victim Suicide : ગેંગરેપ આરોપીઓની ધમકીના પગલે પીડિતાએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.