ETV Bharat / bharat

USAએ પોતાના કાયદામાં કર્યું મોટું સંશોધન, વેપન ડીલને લઈ ભારત માટે રાહતના વાવડ

author img

By

Published : Jul 15, 2022, 6:57 PM IST

Updated : Jul 15, 2022, 8:13 PM IST

USAએ પોતાના કાયદામાં કર્યું મોટું સંશોધન, વેપન ડીલને ભારત માટે રાહતના વાવડ
USAએ પોતાના કાયદામાં કર્યું મોટું સંશોધન, વેપન ડીલને ભારત માટે રાહતના વાવડ

આખરે, રશિયા પાસેથી S-400ની ખરીદી માટે અમેરિકાએ ભારતને મોટી રાહત આપી. યુએસએ CATSA (Countering America's Adversaries Through Sanctions Act)માં સુધારો કર્યો. જો આ સુધારો ન થયો હોત તો અમેરિકા ભારત પર પ્રતિબંધો લાદી શક્યું હોત. ગુરુવારે અમેરિકી સંસદમાં ધ્વનિ મત દ્વારા તેને પસાર કરવામાં આવ્યો હતો.

નવી દિલ્હીઃ અમેરિકાએ ભારતને મોટી મૂંઝવણમાંથી બહાર કાઢ્યું છે. ભારત હવે રશિયા પાસેથી S-400 (Air Defence System For India) ખરીદી શકે છે. આ ડીલને લઈને ભારત અને અમેરિકા વચ્ચે તણાવ (Sensitive Relationship Between India And USA) જેવી સ્થિતિ સર્જાઈ હતી. અમેરિકી કાયદા, કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્સરીઝ થ્રુ સેક્શન્સ એક્ટ હેઠળ, જો કોઈ દેશ રશિયા પાસેથી આવી મિસાઈલ સિસ્ટમ ખરીદે છે, તો તેના પર ઘણા નિયંત્રણો (Particular Norms imposed) લાદવામાં આવી શકે છે.

આ પણ વાંચોઃ અચાનક પૂર આવતાં ઇકો કાર પાણીમાં તણાઈ પાંચ લોકોને બચાવ્યા આ રીતે

નિષ્ણાંતોનો મતઃ સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતે રશિયા પાસેથી એર ડિફેન્સ સિસ્ટમ S-400ની ખરીદી કરી. તેને વિશ્વની સૌથી આધુનિક અને સૌથી અસરકારક એર ડિફેન્સ સિસ્ટમ માનવામાં આવે છે. સંરક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે આ સિસ્ટમ અમેરિકન સિસ્ટમ કરતાં વધુ સારી રીતે કામ કરે છે. પરંતુ કટસાના કારણે અમેરિકન અધિકારીઓએ ભારત પર પ્રતિબંધ લગાવવાની વાત કરી હતી.

રાહતના વાવડઃ સંરક્ષણ નિષ્ણાતોનું કહેવું છે કે ભારત માટે આ એક મોટી રાહતના સમાચાર છે. તેમના મતે, અમેરિકાની પણ કેટલીક મજબૂરીઓ છે, જેના કારણે તેણે પોતાના કાયદામાં સુધારો કર્યો છે. વાસ્તવમાં અમેરિકા કોઈ પણ સંજોગોમાં હિંદ મહાસાગર અને દક્ષિણના સાગરમાં ચીનનું વર્ચસ્વ ઈચ્છતું નથી. એટલા માટે તે ભારતને કોઈપણ સંજોગોમાં સહયોગ કરવા મજબૂર છે.

USAએ પોતાના કાયદામાં કર્યું મોટું સંશોધન, વેપન ડીલને ભારત માટે રાહતના વાવડ
USAએ પોતાના કાયદામાં કર્યું મોટું સંશોધન, વેપન ડીલને ભારત માટે રાહતના વાવડ

આ પણ વાંચોઃ જાણો તમારી ઉંમર પ્રમાણે તમારે કેટલો દારૂ પીવો જોઈએ? ધ લેન્સેટનો અહેવાલ

ચીનની આક્રમતાઃ ભારતીય-અમેરિકન ધારાશાસ્ત્રી રો ખન્નાએ રજૂ કરાયેલ સંશોધિત બિલમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન તંત્ર તરફથી ભારતને ચીન જેવા આક્રમક દેશનું વલણ તથા હુમલા રોકવા માટે મદદ કરવા માટે કાઉન્ટર અમેરિકાઝ એડવર્ઝરી થ્રુ સેંક્શંટ એક્ટમાંથી છૂટ અપાવવા માટે પોતાના અધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.

ગૃહમાં ચર્ચાઃ નેશનલ ડિફેન્સ ઓથોરાઈઝેશન એક્ટ (NDAA) પર ગૃહમાં ચર્ચા દરમિયાન ગુરુવારે આ સુધારેલું બિલ વધુમતથી પસાર કરવામાં આવ્યું હતું. ખન્નાએ કહ્યું, 'ચીનના વધતા જતા આક્રમક વલણને જોતા અમેરિકાએ ભારતની સાથે ઊભું રહેવું જોઈએ. ઈન્ડિયા કોકસના ઉપાધ્યક્ષ તરીકે, હું આપણા દેશો વચ્ચેની ભાગીદારીને મજબૂત કરવા અને ભારત-ચીન સરહદે ભારત પોતાનો બચાવ કરી શકે તે સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહ્યો છું

આ પણ વાંચોઃ શું મહારાષ્ટ્રના મહાભારતથી રાષ્ટ્રપતિની ચૂંટણીમાંભાજપને ફાયદો થશે?

શું છે બિલમાંઃ બિલમાં જણાવવામાં આવ્યું છે કે, યુનાઇટેડ સ્ટેટ્સ-ઇન્ડિયા ઇનિશિયેટિવ ઓન ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજી (ICET) એ બંને દેશોની સરકારો, શિક્ષણવિદો અને ઉદ્યોગો વચ્ચે ગાઢ ભાગીદારી વિકસાવવા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને અન્ય ટેકનોલોજી વિકસાવવા માટે આવકારદાયક અને જરૂરી પગલું છે. જેથી દેશ ટેકનોલોજીની દિશામાં મોટી પ્રગતિ કરી શકે.

Last Updated :Jul 15, 2022, 8:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.