ETV Bharat / bharat

ઉત્તર પ્રદેશમાં દલિત યુવક પર અમાનુષી અત્યાચાર, પેશાબ પીવડાવી-આઈબ્રો હાથથી ઉખાડી નાંખી

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 25, 2023, 4:19 PM IST

ઉત્તર પ્રદેશના જૌનપુરમાં પરિવારની દીકરી સાથે થયેલ છેડતીનો બદલો લેવા યુવકોએ દલિત કિશોર પર અત્યાચાર ગુજાર્યો. પોલીસે બંને પક્ષના બે લોકોની ધરપકડ કરી છે. વાંચો સમગ્ર ઘટનાક્રમ. Jaunpur Urinate Case Dalit Teenager Beaten Drink Urine Soil Stuffed in Mouth Plucked Eyebrows with Hand

ઉત્તર પ્રદેશમાં દલિત યુવક પર અમાનુષી અત્યાચાર
ઉત્તર પ્રદેશમાં દલિત યુવક પર અમાનુષી અત્યાચાર

જૌનપુરઃ ઉત્તર પ્રદેશના જૌનપુરમાં દલિત કિશોર સાથે અત્યાચારની હદ વટાવી દેવામાં આવી છે. ત્રણથી ચાર યુવકોએ પહેલા કિશોરને તળાવમાં ડૂબાડી ડૂબાડીને પીટ્યો. દલિત યુવકને પેશાબ પણ પીવડાવ્યો. આ યુવકોએ કિશોરના મોઢામાં માટી ઠુંસી દીધી. તેમજ હાથેથી કિશોરની આઈબ્રોના વાળ તોડી નાંખ્યા. ત્યારબાદ દલિતના પિતાને ફોન કરીને બોલવ્યા. પિતા સાથે પણ મારપીટ કરી.

જૌનપુર જિલ્લાના સુજાનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામમાં આ અત્યાચાર કાંડ થયો છે. બદલાની ભાવનાથી દલિત કિશોરને નિશાન બનાવાયો હતો. બંને પક્ષે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. માર મારનાર યુવકોએ પોતાના પરિવારની દીકરી સાથે આ દલિતે છેડતી અને મારપીટ કરી હોવાની ફરિયાદ દાખલ કરી છે. જ્યારે દલિત કિશોરના પરિવારે યુવકો દ્વારા અત્યાચાર કરવામાં આવ્યાની ફરિયાદ દાખલ કરી છે. પોલીસે બંને પક્ષોમાંથી બે લોકોની ધરપકડ કરી છે.

શેખપુર ખુટહની ગામ સ્થિત પેટ્રોલ પંપ પાસે દલિત કિશોર પર અત્યાચાર કરવામાં આવ્યો. કિશોરના પિતાએ પોલીસને જણાવ્યું કે, કિશોરને ઢોર માર મારવામાં આવ્યો, તેના મોઢામાં માટી ઠુસી દેવામાં આવી, તળાવમાં ડુબાડવામાં આવ્યો, કિશોરને પેશાબ પણ પીવડાવ્યો, કિશોરની આઈબ્રો હાથથી ઉખાડી દેવામાં આવી. માર મારનાર યુવકોએ પોલીસને જણાવ્યું કે અમારા પરિવારની દીકરી કોલેજ જઈ રહી હતી ત્યારે આ દલિત કિશોરે તેની છેડતી કરી હતી.

યુવકોનો આરોપ છે કે આ દલિત કિશોરે પરિવારની દીકરી વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી. જો કે પોલીસે બંને પક્ષોના વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસે આગળ તપાસ હાથ ધરી છે. પોલીસે દલિત કિશોરને મેડિકલ તપાસ માટે મોકલ્યો છે. આ ઘટના સંબંધી પોલીસને એક પ્રાર્થના પત્ર પાઠવવામાં આવ્યો હતો. જેમાં દલિત કિશોર સાથે બે યુવકોએ મારપીટ કરી હતી. ગાળા ગાળી કરી અને તેનું અપમાન થાય તેવા કૃત્યો કર્યા હતા. પોલીસે બંને પક્ષો તરફથી ફરિયાદો દાખલ કરી છે. બંને પક્ષના એક એક વ્યક્તિની ધરપકડ કરી છે.

  1. મોરબીમાં દલિત યુવક સાથે થયેલા અત્યાચારના ઘેરા પ્રત્યાઘાત પડ્યા, કલેક્ટરને આવેદન અપાયું
  2. Uttar Pradesh News: મજુરી માંગવા બદલ દલિત કિશોરને ટ્રેક્ટરથી કચડી નાખ્યો, જાણો શું છે મામલો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.