ETV Bharat / bharat

વિધાનસભામાં શાસક-વિપક્ષ બાખડ્યા, અખિલેશે કહ્યું,આ બનાવવા તમે તમારા પિતા પાસેથી પૈસા લાવો છો?

author img

By

Published : May 25, 2022, 9:37 PM IST

યુપી વિધાનસભામાં બજેટ (UP Assembly Budget Session 2022) સત્રના ત્રીજા દિવસે વિપક્ષના નેતા અખિલેશ યાદવ અને ડેપ્યુટી સીએમ કેશવ મૌર્ય વચ્ચે જોરદાર મુકાબલો (Conflict between Akhilesh Yadav and Keshav Maurya) થયો હતો. અખિલેશ યાદવના ભાષણ પછી જ્યારે કેશવ પ્રસાદ મૌર્ય બોલવાનું શરૂ કર્યું ત્યારે તેમણે સપા સરકાર દરમિયાન થયેલા કામો માટે અખિલેશ પર કટાક્ષ કર્યો, તો સપા અધ્યક્ષને ગુસ્સો આવતા મામલો બગડ્યો

વિધાનસભામાં શાસક-વિપક્ષ બાખડ્યા, અખિલેશે કહ્યું,આ બનાવવા તમે તમારા પિતા પાસેથી પૈસા લાવો છો?
વિધાનસભામાં શાસક-વિપક્ષ બાખડ્યા, અખિલેશે કહ્યું,આ બનાવવા તમે તમારા પિતા પાસેથી પૈસા લાવો છો?

લખનૌ: વિધાનસભાથી માંડીને સંસદ સુધી શાબ્દિક ટપાટપી કે ખેંચતાણ કોઈ નવી વાત નથી. જો કે તમામ ધારાસભ્યો ગૃહની ગરિમા જાળવશે અને સંસદીય ભાષાનો ઉપયોગ કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. પરંતુ ચર્ચા દરમિયાન ઘણી વખત આ સન્માનજનક મર્યાદા ઓળંગવામાં આવે છે. જે કોઈપણ રીતે આકર્ષક કહી શકાય નહીં. યુપી વિધાનસભાનું (UP Assembly Budget Session 2022)બજેટ સત્ર ચાલી રહ્યું છે. ત્રીજા દિવસે, અખિલેશ યાદવે ગૃહમાં (Conflict between Akhilesh Yadav and Keshav Maurya) તેમના ભાષણમાં, સપા સરકારના કામના વખાણ કર્યા પણ ભાજપ સામે અયોગ્ય ભાષા પ્રયોગ કર્યો.

વિધાનસભામાં શાસક-વિપક્ષ બાખડ્યા, અખિલેશે કહ્યું,આ બનાવવા તમે તમારા પિતા પાસેથી પૈસા લાવો છો?

આ પણ વાંચો: રસ્તો બન્યો યમરાજનો ડેરો : માર્ગ અક્સ્માતમાં થયા અડધો ડઝન લોકોના મોત

સપાને ટોણો: કેશવ મૌર્યએ કહ્યું કે, "અખિલેશ યાદવે 2014માં કહ્યું હતું કે સૂપડા સાફ થઈ જશે. પરંતુ ભાજપ બહુમતી સાથે સત્તા પર આવ્યું. પહેલા 5 વર્ષ બહાર. પછી ફરીથી 5 વર્ષ માટે બીજી વખત બહાર. આગામી 25 વર્ષ સુધી તક નહીં મળે. સપાનું ચક્ર પંચર થયેલું છે, તેનું સમારકામ કરાવો. મામલો અંગત મુદ્દા સુધી પહોંચ્યો હતો. કેશવ મૌર્યએ ગૃહમાં વિપક્ષના નેતા અખિલેશ યાદવ પર આકરા પ્રહારો કર્યા, તેમની સરકારની ઉપલબ્ધિઓ ગણાવતા તેમણે પૂછ્યું કે, શું સૈફઈમાં જમીન વેચીને કામ થયું હતું? કેશવ મૌર્યના આ હુમલાથી સ્તબ્ધ થયેલા અખિલેશ યાદવ બચાવમાં આવ્યા, તેમણે જવાબમાં પૂછ્યું કે, શું તમે તમારા પિતાના પૈસાથી કામ કરાવો છો, શું તમે ઘરેથી લાવીને રોડ બનાવો છો કે પછી તમે રાશન વહેંચો છો?

મુખ્ય પ્રધાન વચ્ચે પડ્યા: મામલો વધતો જોઈ ગૃહમાં હાજર મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પરિસ્થિતિને સાચવી લીધી હતી. યોગી આદિત્યનાથે એવું કહ્યું કે, એક કલાકથી વધુ સમય સુધી આખા ગૃહે વિપક્ષના નેતાને સંપૂર્ણ મૌનથી સાંભળ્યું, આ ગૃહમાં સરકારના ડે.સીએમ મામલો ઉઠાવી રહ્યા છે, તો આ રનિંગ કોમેન્ટરીનો શો અર્થ છે. એક આદરણીય પ્રત્યે આવી ટિપ્પણી નેતા તરીકે યોગ્ય નથી. સરકાર વિકાસના કામ કરે છે એને સિદ્ધિ ગણાવે છે. જેમાં કોઈ વાંધો ન હોવો જોઈએ. ગૃહમાં આવી ભાષાનો પ્રયોગ યોગ્ય નથી.

આ પણ વાંચો: રાજ્યમાં હવે ટ્રસ્ટોની કામગીરી થશે સરળ, સરકારે કર્યો નવો નિર્ણય

આવો ભાષા પ્રયોગ અયોગ્ય: કોઈ મુદ્દા પ્રત્યે અસહમતી હોઈ શકે છે પણ અસંસ્કારની ભાષા પ્રયોગ ન કરવો જોઈએ. જો કોઈ સભ્ય બોલી રહ્યો હોય, ખાસ કરીને નાયબ મુખ્યમંત્રી બોલી રહ્યા હોય, તો અધવચ્ચે રનિંગ કોમેન્ટ્રી કરવી યોગ્ય નથી. સર્વસંમતિ એ લોકશાહીની તાકાત છે. અમે આખું ભાષણ સાંભળ્યું, પરંતુ સરકારના સૌથી વરિષ્ઠ નેતા માટે શિષ્ટાચારનો અભ્યાસ કરવો જોઈએ." એવી તો ઘણી વાત હતી જેના પર અમે વાંધો ઊઠાવી શકીએ. પણ અમે ગૃહનું માન જાળવ્યું છે. આ કોઈ ગરીમાપૂર્ણ વાત નથી. વિપક્ષના નેતા, અખિલેશ યાદવના ભાષણ પછી, સરકાર વતી ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય જવાબ આપવા માટે ઉભા થયા. જ્યારે કેશવ મૌર્યએ પોતાના ભાષણમાં સપા સરકાર પર આરોપ લગાવવાનું શરૂ કર્યું તો સપાના ધારાસભ્યોએ હંગામો શરૂ કર્યો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.