ETV Bharat / bharat

UNSCએ યુક્રેન સંકટ પર વિશેષ સત્ર બોલાવ્યું, ભારત-ચીન ફરીથી રહ્યા મતદાનથી દૂર

author img

By

Published : Feb 28, 2022, 7:47 AM IST

Updated : Feb 28, 2022, 9:09 AM IST

4 દાયકામાં પ્રથમ વખત, UNSC એ UNGA ખાતે યુક્રેન પર કટોકટી (Ukraine Russia invasion) વિશેષ સત્ર બોલાવવાનું નક્કી કર્યું છે. 15 સભ્ય દેશોમાંથી, 11એ તરફેણમાં મતદાન કર્યું હતું, જ્યારે માત્ર રશિયાએ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. આ ઉપરાંત, આ મતદાનમાં ચીન, ભારત અને સંયુક્ત આરબ અમીરાતે ભાગ લીધો ન હતો.

UNSCએ યુક્રેન સંકટ પર વિશેષ સત્ર બોલાવ્યું
UNSCએ યુક્રેન સંકટ પર વિશેષ સત્ર બોલાવ્યું

સંયુક્ત રાષ્ટ્રઃ યુક્રેન પર રશિયાના (Ukraine Russia invasion) હુમલાના મુદ્દે (Russia Ukraine Conflict) સુરક્ષા પરિષદ સંયુક્ત રાષ્ટ્રની 193 સભ્યોની જનરલ એસેમ્બલીનું (The 193 member General Assembly of the UN) 'ઇમરજન્સી સ્પેશિયલ સત્ર' બોલાવવા પર મતદાન કર્યું હતું. બે દિવસ પહેલા મોસ્કોએ કિવ પરના હુમલાના ઠરાવને અવરોધિત કરવા માટે વીટોનો ઉપયોગ કર્યો હતો.

આ પણ વાંચો : યુક્રેન બેલારુસ સાથેની તેની સરહદ પર રશિયા સાથે વાતચીત કરવા થયુ સંમત

વિશેષ સત્ર બોલાવવા પર મત

15-સદસ્યની સુરક્ષા પરિષદ એક વિશેષ સત્ર બોલાવવા પર મત આપવા માટે બેઠક કરી હતી. 1950 થી સામાન્ય સભાના આવા માત્ર 10 સત્રો બોલાવવામાં આવ્યા છે. સત્ર બોલાવવા માટે મતદાન પ્રક્રિયા દરમિયાન, સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી સભ્યો - ચીન, ફ્રાન્સ, રશિયા, બ્રિટન અને યુએસ - તેમના વીટો પાવરનો ઉપયોગ કરી શકશે નહીં.

આ પણ વાંચો : રશિયાએ યુક્રેનના ફ્યુઅલ સપ્લાય સ્ટેશનો, એરપોર્ટ પર કર્યો હુમલો

યુક્રેનના સ્થાયી પ્રતિનિધિ રાજદૂતને મળ્યા અબ્દુલ્લા શાહિદ

જનરલ એસેમ્બલીના 76મા સત્રના પ્રમુખ અબ્દુલ્લા શાહિદ, જિનીવામાં માનવ અધિકાર પરિષદના 49મા નિયમિત સત્રમાં ભાગ લેવાના હતા, પરંતુ "યુક્રેનની વર્તમાન પરિસ્થિતિ અને સુરક્ષા પરિષદમાં ઘટનાક્રમને કારણે" તેમણે તેમની મુલાકાત રદ કરી છે. તેઓ શનિવારે સંયુક્ત રાષ્ટ્રમાં યુક્રેનના સ્થાયી પ્રતિનિધિ રાજદૂત સર્ગેઈ કિસલિતિયાને પણ મળ્યા હતા.

Last Updated : Feb 28, 2022, 9:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.