ETV Bharat / bharat

કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરના કાફલામાં સામેલ વાહનોનો અકસ્માત, 3 સુરક્ષાકર્મીઓ ઈજાગ્રસ્ત

author img

By

Published : Nov 6, 2021, 3:11 PM IST

કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર (anurag thakur) ના કાફલામાં સામેલ વાહનો દુર્ઘટનાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ આ ઘટનામાં 3 સુરક્ષાકર્મીઓ ઈજાગ્રસ્ત (Injured) થયા છે. જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

himachal news
himachal news

  • અનુરાગ ઠાકુરના કાફલામાં સામેલ વાહનો અકસ્માતનો ભોગ બન્યા
  • કાર સામે કૂતરો આવી જતા ડ્રાઈવરે અચાનક બ્રેક લગાવી અને કાર અથડાઈ
  • 3 વાહનો એકબીજા સાથે અથડાયા

હમીરપુરઃ કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર (anurag thakur) ના કાફલામાં સામેલ વાહનો અકસ્માતનો ભોગ બન્યા છે. માહિતી મુજબ કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર હમીરપુરથી ગગ્ગલ એરપોર્ટ માટે રવાના થયા હતા. આ દરમિયાન જિલ્લા મુખ્યાલય હમીરપુરની બાજુમાં આવેલા ચિલ્ડ્રન પાર્કની આગળ કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરના કાફલા સાથે પાછળ ચાલી રહેલી કારની સામે અચાનક એક કૂતરો આવી જતા ડ્રાઈવરે અચાનક બ્રેક લગાવી દીધી અને પાછળથી ચાલી રહેલી અન્ય કાર સાથે અથડાઈ હતી. કાફલાના કુલ 3 વાહનો એકબીજા સાથે અથડાયા હતા.

આ પણ વાંચો: સ્વર્ગસ્થ પુનીત રાજકુમાર જે 1800 વિદ્યાર્થીઓની સંભાળ લેતા હતા, તેની જવાબદારી તમિલ અભિનેતા વિશાલે સ્વીકારી

ઈજાગ્રસ્તોને હમીરપુરની મેડિકલ કોલેજમાં દાખલ કરાયા

આ ઘટનામાં મળતી માહિતી મુજબ 3 સુરક્ષાકર્મીઓ ઈજાગ્રસ્ત (Injured) થયા છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અનુરાગ ઠાકુર (anurag thakur) શનિવારે તેમના ઘર હમીરપુરથી દિલ્હી જવા રવાના થયા હતા. આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર દિવાળી પર તેમના ઘરે હમીરપુર આવ્યા હતા. જોકે કેન્દ્રીય પ્રધાન અને તેમનો સ્ટાફ સંપૂર્ણપણે સુરક્ષિત છે. ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓને હમીરપુરની મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. ડ્રાઈવરોને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી. આ ઘટનાની માહિતી મળતા જ સદર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

આ પણ વાંચો: ચીને અરૂણાચલ પ્રદેશની સાથે આવેલા વિવાદિત ક્ષેત્રમાં વસાવ્યું ગામઃ અમેરિકા

એક સુરક્ષા કર્મીને ગંભીર ઈજા, બે પોલીસ કર્મચારીઓને સામાન્ય ઈજા થઈ

હમીરપુરના અધિક પોલીસ અધિક્ષક વિજય સકલાનીનું કહેવું છે કે, અકસ્માતમાં કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર (anurag thakur) ની એસ્કોર્ટની ટેલકારમાં ચાલી રહેલી ત્રણ કારને નુકસાન થયું છે. આ ઘટનામાં ત્રણ પોલીસકર્મી ઈજાગ્રસ્ત (Injured) થયા છે. જેની સારવાર મેડિકલ કોલેજ હમીરપુરમાં ચાલી રહી છે. એક સુરક્ષા કર્મીને ગંભીર ઈજા થઈ છે, જ્યારે બે પોલીસ કર્મચારીઓને સામાન્ય ઈજા થઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.