ETV Bharat / bharat

Amit Shah Chhattisgarh Visit : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના દુર્ગ પ્રવાસ પર CM ભૂપેશ બઘેલના ચાબખા

author img

By

Published : Jun 22, 2023, 2:27 PM IST

Updated : Jun 22, 2023, 2:39 PM IST

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે એક દિવસની મુલાકાતે છત્તીસગઢના દુર્ગ જિલ્લાની મુલાકાતે છે. અહીં તેઓ વિશાળ જનસભાને સંબોધન કરશે. અમિત શાહની મુલાકાત પર કટાક્ષ કરતા CM ભૂપેશ બઘેલે કહ્યું કે, તેઓ રાજ્યસભાના સાંસદ સરોજ પાંડેના જન્મદિવસની ઉજવણી કરવા દુર્ગ આવી રહ્યા છે.

Chhattisgarh News : દુર્ગ જિલ્લામાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ જાહેર સભા સંબોધશે
Chhattisgarh News : દુર્ગ જિલ્લામાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ જાહેર સભા સંબોધશે

છત્તીસગઢ : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે છત્તીસગઢના દુર્ગ જિલ્લાની મુલાકાતે છે. અમિત શાહ અહીં પંડિત રવિશંકર સ્ટેડિયમમાં વિશાળ જાહેર સભાને સંબોધન કરશે. કેન્દ્રીય ગૃહપ્રધાનના પ્રવાસને લઈને પોલીસ પ્રશાસને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. દુર્ગ રેન્જના IG આનંદ છાબરા પોતે મોરચો સંભાળી રહ્યા છે. રવિશંકર સ્ટેડિયમના દરેક ખૂણે પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. દુર્ગ રેન્જના તમામ સાત જિલ્લાના SP પણ મોનિટરિંગ કરી રહ્યા છે.

અમિત શાહનો કાર્યક્રમ : અમિત શાહ ગુરુવારે બપોરે 1.35 કલાકે જયંતિ સ્ટેડિયમ હેલીપેડ ભિલાઈ પહોંચશે. અહીં તેઓ સૌપ્રથમ પંડવાણી ગાયિકા અને પદ્મશ્રી ઉષા બર્લેના ઘરે પહોંચી તેમની શુભેચ્છા મુલાકાત કરવાના છે. અમિત શાહ ઉષા બર્લેના ઘરે 20 મિનિટ રોકાણ બાદ બપોરે 2.10 વાગ્યે પંડિત રવિશંકર સ્ટેડિયમ રોડ માર્ગે દુર્ગ પહોંચશે. અહીં તેઓ વિશાળ જનસભાને સંબોધન કરશે. ગૃહપ્રધાન બપોરે 3 વાગ્યે રવિશંકર સ્ટેડિયમથી જયંતિ સ્ટેડિયમ ભિલાઈ હેલિપેડ જવા રવાના થશે.

દુર્ગમાં વિશાળ જાહેરસભા : આજે અમિત શાહ વિશાળ જાહેરસભા સંબોધવાના છે. જનમેદનીને સમાવવા માટે પંડિત રવિશંકર સ્ટેડિયમમાં એક વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં લગભગ 50 હજાર લોકો એકસાથે બેસી શકશે. આ જાહેર સભામાં અમિત શાહ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી લોક કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને સંબોધિત કરશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાજપના મોટા નેતાઓ છેલ્લા ઘણા દિવસોથી કાર્યક્રમની તૈયારીઓ કરી રહ્યા છે. અમિત શાહ ભાજપના સાતેય મોરચાના કાર્યકરોને પણ સંબોધિત કરશે.

CM ભૂપેશ બઘેલનો કટાક્ષ : છત્તીસગઢના CM ભૂપેશ બઘેલે અમિત શાહની દુર્ગની મુલાકાત પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું હતુ કે, અમિત શાહ સરોજ પાંડેના જન્મદિવસની ઉજવણી કરવા આવી રહ્યા છે. દુર્ગ કોંગ્રેસનો ગઢ છે, કેન્દ્રીય ગૃહપ્રધાનની દુર્ગ મુલાકાતથી કોંગ્રેસને કોઈ નુકસાન નહીં થાય.

અમિત શાહની દુર્ગ મુલાકાતથી કોઈ ફરક નહીં પડે. વર્ષ 2018માં તેમણે ભાજપને 65 થી વધુ સીટો જીતવાનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ કોંગ્રેસે 68 બેઠકો સાથે સરકાર બનાવી હતી. છત્તીસગઢમાં ભાજપની હાલત ખૂબ જ ખરાબ છે, એટલા માટે અમિત શાહ વારંવાર છત્તીસગઢ આવી રહ્યા છે.-- મોહન મરકમ (પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ)

NSUIનો વિરોધ : અહીં NSUI અમિત શાહની મુલાકાતનો વિરોધ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. સેક્ટર 1 મુર્ગા ચોકથી ગ્લોબ ચોક સુધી NSUIના કાર્યકરો કાળા ઝંડા બતાવીને પ્રદર્શન કરવાના છે. NSUI રસ્તાઓ પર પ્લેકાર્ડ સાથે ગો બેક, અમિત શાહ પાછા જાવના નારા લગાવશે.

  1. Neelkanth Mahadev: બર્ફીલા શિખર પર ઉઘાડા પગે નીલકંઠ મહાદેવના દર્શને પહોંચ્યો ભક્ત
  2. Uttar Pradesh News: લખનઉ, કાનપુર સહિત અનેક શહેરોમાં બુલિયન વેપારીઓ પર આવકવેરાના દરોડા
Last Updated : Jun 22, 2023, 2:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.