ETV Bharat / bharat

Cabinet Portfolios: અનુરાગ ઠાકુરને સૂચના પ્રસારણ, ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષા મંત્રાલય

author img

By

Published : Jul 8, 2021, 8:21 AM IST

Updated : Jul 8, 2021, 9:58 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળના વિસ્તરણ બાદ અનુરાગ ઠાકુર (Anurag Thakur)ને માહિતી અને પ્રસારણ પ્રધાન (Minister of Information and Broadcasting)બનાવવામાં આવ્યા છે. અમિત શાહને સહકાર મંત્રાલયનો હવાલો સોંપાયો છે. અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishnav)ને રેલવે પ્રધાન બનાવવામાં આવ્યા છે.

  • પ્રધાનમંડળના વિસ્તરણ બાદ અનુરાગ ઠાકુર માહિતી અને પ્રસારણ પ્રધાન
  • તો અમિત શાહને સહકાર મંત્રાલયનો હવાલો સોંપાયો
  • અશ્વિની વૈષ્ણવને રેલવે પ્રધાન

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ની કેબિનેટના વિસ્તરણ બાદ અનુરાગ ઠાકુરને સૂચના અને પ્રસારણ પ્રધાન (Minister of Information and Broadcasting) બનાવવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયને પોતાની પાસે રાખ્યું છે. તો બીજી તરફ અમિત શાહને સહકાર મંત્રાલયનો હવાલો સોંપાયો છે. અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishnav)ને રેલવે પ્રધાન બનાવવામાં આવ્યા છે. નારાયણ રાણેને માઇક્રો, લઘુ, મધ્યમ ઉદ્યોગ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.

પશુપતિ કુમાર પારસ (Pashupati Kumar Paras)ને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ પ્રધાન (Minister of Food Processing Industry)બનાવવામાં આવ્યા છે. તો પ્રહલાદ જોશીને કોલસા અને ખનન મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. રામચંદ્ર પ્રસાદ સિંહ (Ramchandra Prasad Singh)ને સ્ટીલ પ્રધાન બનાવવામાં આવ્યા છે. કિરણ રિજિજૂ (Kiran Rijiju)ને કાનૂન પ્રધાન બનાવવામાં આવ્યા છે. રાજ કુમાર સિંહને ઉર્જા, નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયની જવાબદારી મળી છે. ભૂપેન્દ્ર યાદવને શ્રમ પ્રધાન બનાવવામાં આવ્યા છે.

Cabinet Portfolios
Cabinet Portfolios
Cabinet Portfolios
Cabinet Portfolios
Cabinet Portfolios
Cabinet Portfolios
Cabinet Portfolios
Cabinet Portfolios
Cabinet Portfolios
Cabinet Portfolios
Cabinet Portfolios
Cabinet Portfolios
Cabinet Portfolios
Cabinet Portfolios
  • નિર્મલા સીતારમણ

નાણા અને કોર્પોરેટ બાબતોના પ્રધાન હશે

  • રાજનાથ સિંહ

રક્ષા મંત્રાલય

  • સર્વાનંદ સોનોવાલ

સોનેવાલને બંદરગાહ, જહાજરાની અને જળમાર્ગ અને આયુષ મંત્રાલયનો કાર્યભાર મળ્યો

  • હરદીપ સિંહ પુરી

પેટ્રોલિયમ પ્રધાન

આવાસ અને શહેરી વિકાસ મંત્રાલય

  • સ્મૃતિ ઈરાની

મહિલા તેમજ બાળ વિકાસ કલ્યાણ મંત્રાલય

સ્વચ્છ ભારત મિશન

  • ધર્મેન્દ્ર પ્રધાન

શિક્ષા મંત્રાલય, કૌશલ વિકાસ મંત્રાલય, ઉદ્યમિતા મંત્રાલય

  • જ્યોતિરાદિત્ય સિંધિયા

નાગરિક ઉડ્ડયન મંત્રાલય

  • અનુરાગ ઠાકુર

રમત-ગમત પ્રધાન

સૂચના અને પ્રસારણ પ્રધાન

  • મિનાક્ષી લેખી

વિદેશ રાજ્ય પ્રધાન

  • પુરૂષોત્તમ રૂપાલા

મત્સ્યોદ્યોગ અને દૂધ વિકાસ મંત્રાલય

  • પીયૂષ ગોયલ

કપડા મંત્રાલય

ઉપભોક્તા કલ્યાણ મંત્રાલય

વાણિજ્ય મંત્રાલય

  • અશ્વિની વૈષ્ણવ

રેલ મંત્રાલય

સૂચના અને પ્રસારણ મંત્રાલય

  • મનસુખ માંડવીયા

સ્વાસ્થ્ય મંત્રાલય

કેમિકલ અને ફર્ટિલાઈઝર મંત્રાલય

આ સિવાય ગુજરાતના સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી ચૂંટાયેલા સાંસદ ડૉ.મુંજાપારા મહેન્દ્રભાઇ (Dr. Mahendrabhai Munjpara)ને રાજ્ય પ્રધાન તરીકે પદ અને ગુપ્તતાના શપથ પણ અપાયા હતા.

જૉન બારલા (John Barla) ને પણ રાજ્યપ્રધાન તરીકે શપથ લીધા છે. બારલા પશ્ચિમ બંગાળની અલીપુરદ્વાર લોકસભા બેઠક પરથી ચૂંટાયેલા ભાજપના સાંસદ છે.

આ પણ વાંચો: Cabinet Expansion: મોદી સરકારમાં 15 કેબિનેટ, 28 રાજ્યપ્રધાને લીધા શપથ

આ પણ વાંચો: શું મોદી કેબિનેટના વિસ્તરણમાં ગુજરાતના સાંસદોને વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને લેવાયા છે ?

આ પણ વાંચો: સુરતના સાંસદ દર્શના જરદોશની મોદી કેબિનેટ 2.0માં પસંદગી, ટેક્સટાઈલ અને રેલવે વિભાગનો હવાલો સોંપાયો

આ પણ વાંચો: સુરેન્દ્રનગરના સાંસદ ડૉ. મહેન્દ્ર મુંજપરાની મોદી કેબિનેટ 2.0માં પસંદગી, મહિલા અને બાળ આરોગ્ય તેમજ AYUSHનો હવાલો સોંપાયો

આ પણ વાંચો: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણની મોદી કેબિનેટ 2.0માં પસંદગી, કોમ્યુનિકેશન મિનિસ્ટ્રીનો હવાલો સોંપાયો

આ પણ વાંચો: મનસુખ માંડવીયાનું મોદી કેબિનેટ 2.0માં પ્રમોશન, આરોગ્ય તેમજ કેમિકલ-ફર્ટિલાઈઝર વિભાગનો હવાલો સોંપાયો

આ પણ વાંચો: પરષોત્તમ રૂપાલાનું મોદી કેબિનેટ 2.0માં પ્રમોશન, ડેરી અને મત્સ્ય વિભાગનો હવાલો સોંપાયો

Last Updated :Jul 8, 2021, 9:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.