ETV Bharat / bharat

સુરતમાં અસામાજીક તત્વોની અવળચંડાઈ, એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રહેલા 16 વાહનો સળગાવી દીધા, 20 ઈલેક્ટ્રીક મીટર પણ બળીને ખાખ

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 17, 2023, 12:01 PM IST

Updated : Nov 17, 2023, 12:51 PM IST

સુરત શહેરના ઉધના વિસ્તારમાં અસામાજિક તત્વોએ પાર્કિંગમાં રહેલાં 16 વાહનોને સળગાવી દીધા હતા, તેની સાથે 20 ઈલેક્ટ્રીક મીટર પણ સળગીને રાખ થઈ ગયા હતાં. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી, જેના આધારે ઉધના પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

સુરતમાં અસામાજીક તત્વોની અવળચંડાઈ
સુરતમાં અસામાજીક તત્વોની અવળચંડાઈ

સુરતમાં અસામાજીક તત્વોની અવળચંડાઈ

સુરત: દિવાળીની રજામાં લોકો પોતાના ઘર-મકાનને તાળા મારી અને વાહનોને પાર્કિંગમાં પાર્ક કરી ફરવા માટે ગયા છે, પરંતુ સુરત શહેરના ઉધના વિસ્તારથી જે સમાચાર આવી રહ્યા છે, તેના કારણે લોકોને ચોક્કસથી ચિંતા થશે, કારણ કે સુરત શહેરના ઉધના વિસ્તાર ખાતે આવેલા અક્ષર કુંજ એપાર્ટમેન્ટમાં પાર્કિંગમાં રહેલાં 16 વાહનોને કોઈક અસામાજિક તત્વોએ સળગાવી નાખ્યા હતાં અને આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

અસામાજીક તત્વોની અવળચંડાઈ: છેલ્લા ઘણા સમયથી સુરત શહેરના ઉધના વિસ્તારમાં અસામાજિક તત્વો સ્થાનિકોને હેરાન કરી રહ્યા છે, અગાઉ પણ આ વિસ્તારમાં આવી ઘટના બની ચૂકી છે. ઉધનામાં વિસ્તારમાં આવેલા અક્ષરકુંજ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આ ઘટના બનતા સ્થાનિકો પણ ભયભીત થઈ ગયા છે. કારણ કે જો આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી હોત તો અપાર્ટમેન્ટના ફ્લેટમાં પણ આગ લાગી શકી હોત. જોકે આગની ઘટનાની જાણ થતા જ સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી હતી અને ફાયર વિભાગના કર્મચારીઓ આવીને આગને ઓલવવા માટેની કામગીરી હાથ ધરી હતી.

ઇલેક્ટ્રિક મીટર સળગીને ખાખ: પોલીસ ઇન્સ્પેકટર એસ.એન દેસાઇએ જણાવ્યુ હતું કે, ઉધના સ્થિત અક્ષરકુંજ એપાર્ટમેન્ટ ના પાર્કિંગ માં ઉભેલા 16 વાહનોને કેટલાંક અજાણ્યા લોકોએ એક સાથે 20 ઇલેક્ટ્રિક મીટર સળગાવી નાખ્યાં હતા. 13 તારીખે સવારે 4 વાગ્યાના અરસામાં અજાણ્યા ઈસમો વાહનોને આગ લગાવી હોવાનું જાણવા મળ્યુ છે.આગ માં 16 વાહનો અને જીઇબીના 20 ઇલેક્ટ્રિક મીટર સળગીને ખાખ થઈ ગયા. હાલ તો પોલીસે અજાણ્યા લોકો સામે ફરીયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઇ છે.

  1. Surat Crime : હોર્ન મારી ટર્ન લેવા કહેનારા યુવકની હત્યા, અડાજણ પોલીસે બે યુવકો સામે હત્યાનો ગુનો નોંધ્યો
  2. Diwali 2023 : દિવાળીના પર્વ પર સુરત ફાયર વિભાગમાં 150થી વધુ ફાયર કોલ આવ્યાં, 29 બાળકો ફટાકડાથી દાઝ્યાં
Last Updated : Nov 17, 2023, 12:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.