ETV Bharat / bharat

Ujjain Road Accident: ઈન્દોરથી જોધપુર જઈ રહેલી બસ ભારે વરસાદના કારણે પલટી, ત્રણના મોત, 10થી વધુ ઘાયલ

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 16, 2023, 7:57 AM IST

ujjain-bus-accident-bus-going-indore-to-jodhpur-overturns-3-passengers-died-many-injured
ujjain-bus-accident-bus-going-indore-to-jodhpur-overturns-3-passengers-died-many-injured

વરસાદના કારણે MPમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઈન્દોરથી જોધપુર જઈ રહેલી બસ ઉજ્જૈનમાં પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા અને 10થી વધુ લોકો ઘાયલ થયા. હાલ તમામ ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.

ઉજ્જૈન: મધ્યપ્રદેશના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ગઈકાલે રાત્રે એક મોટી દુર્ઘટના થઈ હતી, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. ઈન્દોરથી અશોક ટ્રાવેલ્સની બસ મુસાફરોને લઈને જોધપુર જવા રવાના થઈ હતી, જ્યાં ઉજ્જૈનથી 75 કિમી દૂર ખાચરોડ તહસીલના ફરનાખેડી ગામ પાસે બસ કાબૂ બહાર થઈ ગઈ અને પલટી ગઈ હતી.

દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત: આ દુર્ઘટનામાં બસમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે લગભગ 12 લોકો ઘાયલ થયા છે. મળેલી માહિતી અનુસાર બસમાં 40 થી 45 લોકો મુસાફરી કરી રહ્યા હતા. હાલમાં, ઘટનાની માહિતી મળતાની સાથે જ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસ અને ગ્રામજનોની મદદથી મુસાફરોને નાગદા હોસ્પિટલ અને રતલામની જાવરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે.

વરસાદના કારણે સર્જાયો અકસ્માત: ઈન્દોરથી જોધપુર જઈ રહેલી બસ શુક્રવારે રાત્રે લગભગ 11.30 વાગ્યે ઉજ્જૈનના ખાચરોડ પર પહોંચી કે તરત જ બ્લાઈન્ડ મોડ અને ભારે વરસાદને કારણે બસ અચાનક કાબૂ બહાર ગઈ જેમાં અકસ્માત સર્જાયો હતો. ઘટનાની માહિતી મળતા જ ખાચરોડ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ નરેન્દ્ર પરિહાર સહિતની પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, જ્યાં ગ્રામજનોની મદદથી ઘાયલોને બચાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. જોકે, બાદમાં બસની નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ક્રેન બોલાવવી પડી હતી, મોડી રાત સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા.

update....

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.