ETV Bharat / bharat

UGC's new decision : વિદ્યાર્થીઓને એક સાથે બે ડિગ્રી કોર્સ કરવા યુજીસીએ આપી મંજૂરી

author img

By

Published : Apr 16, 2022, 1:51 PM IST

UGC's new decision
UGC's new decision

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (University Grants Commission)ના અધ્યક્ષ એમ જગદેશ કુમારે મંગળવારે જાહેરાત કરી હતી કે વિદ્યાર્થીઓ આ શૈક્ષણિક સત્રથી અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ બંને સ્તરે ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામ્સ કરી શકશે(Simultaneous two degree courses are allowed). આ અંગે વિગતવાર માર્ગદર્શિકા આ અઠવાડિયે બહાર પાડવામાં આવશે.

ન્યુઝ ડેસ્ક : સરકારે પ્રથમ વખત વિદ્યાર્થીઓને બે ફુલ-ટાઇમ અને સમાન લેવલના ડિગ્રી પ્રોગ્રામ એક સાથે કરવાની મંજૂરી આપી(Simultaneous two degree courses are allowed) છે. વિદ્યાર્થી એક જ અથવા જૂદી-જૂદી યુનિવર્સિટીમાં ફિઝિકલ મોડમાં આ કોર્સ કરી શકશે તે પ્રકારની માહિતી યુજીસી ચેરમેન એમ જગદિશ કુમાર દ્વારા મંગળવારના રોજ આપવામાં આવી(Information given to the Chairman of UGC) હતી.

આ પણ વાંચો - Job Recruitment : બેંક ઓફ બરોડામાં નોકરીની તક, NITD માં પણ ખાલી જગ્યાઓ; વિગતો જાણો

એક સાથે બે ડિગ્રીની અપાઇ મંજૂરી - ધ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન આ મુદ્દે ટૂંક સમયમાં વિસ્તૃત માર્ગદર્શિકા બહાર પાડશે. વિદ્યાર્થીઓ પાસે શૈક્ષણિક વર્ષ 2022-23થી આ વિકલ્પ ઉપલબ્ધ બનશે. ચેરમેને વધુમાં જણાવ્યું કે, નવી નેશનલ એજ્યુકેશન પોલિસીની જાહેરાત મુજબ અને વિદ્યાર્થીઓને બહુવિધ કુશળતા વિકસાવવાના હેતુથી યુજીસી નવી માર્ગદર્શિકા બહાર પાડશે. જેની મદદથી વિદ્યાર્થી ફિઝિકલ મોડમાં એકસાથે બે ડિગ્રી કોર્સ કરી શકેશે. તેમણે કહ્યું હતું કે, બંને ડિગ્રી સમાન કે જુદી યુનિવર્સિટીમાંથી મેળવી શકાશે. વિદ્યાર્થીઓ એક સાથે ફિઝિકલ અને ઓનલાઇન માધ્યમ દ્વારા પણ બંને ડિગ્રી મેળવી શકશે.

આ પણ વાંચો - કોરોના વાઇરસને કારણે 'વર્ક ફ્રોમ હોમ' નોકરીનો વધ્યો ટ્રેન્ડ

કઇ રીતે કરી શકાશે બંને ડિગ્રી - યુજીસી ઘણા સમયથી ઘણા સમયથી આ પગલું વિચારી રહી હતી, પણ તેને 2020માં મંજૂરી મળી હતી. કમિશને વિચારની સમીક્ષા માટે 2012માં સમિતિ બનાવી હતી. આ બાબતે ચર્ચા પણ થઇ હતી, પણ આખરે વિચાર પડ્તો મુકાયો હતો. વિદ્યાર્થીએ પસંદ કરેલા બંને ડિગ્રી કોર્સ સમાન લેવલના હોવા જોઇએ અને તેની પસંદગી એક જ સમયે થવી જોઇએ. જેમ કે, વિદ્યાર્થી એકસાથે બે અંડરગ્રેજ્યુએટ કે બે પોસ્ટગ્રેજ્યુએટ અથવા બે ડિપ્લોમા ડિગ્રી સાથે કરી શકાશે. માર્ગદશિકા મુજબ વિદ્યાર્થી બે ફુલ-ટાઇમ ડિગ્રી ત્રણ રીતે શકશે. પ્રથમ વિકલ્પ બંને ડિગ્રી ફિઝિકલ મોડમાં એકસાથે કરવાનો છે. બીજો વિકલ્પ એક ડિગ્રી ફિઝિકલ અને અન્ય ઓનલાઇન માધ્યમ દ્વારા કરવાનો છે, જ્યારે ત્રીજા વિકલ્પમાં બંને ડિગ્રી ઓનલાઇન કે ડિસ્ટન્સ મોડમાં કરવાની મંજૂરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.