ETV Bharat / bharat

જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં બે શકમંદ ઝડપાયા, હથિયારો અને દારૂગોળો મળી આવ્યો

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 28, 2023, 9:55 AM IST

જમ્મુ-કાશ્મીરમાં તાજેતરની આતંકવાદી ઘટનાઓને ધ્યાનમાં રાખીને સુરક્ષા દળો અને પોલીસ સક્રિય છે. આ સક્રિયતાના પરિણામે મંગળવારે કુપવાડા વિસ્તારમાંથી બે શકમંદો ઝડપાયા હતા.

Etv Bharat
Etv Bharat

કુપવાડાઃ જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળોને એક ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. સંયુક્ત ઓપરેશનમાં બે શકમંદો ઝડપાયા છે. શંકાસ્પદ લોકો પાસેથી ગુનાહિત વસ્તુઓ, હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. તેમની ઓળખ થઈ નથી. પોલીસ ઉંડી તપાસમાં જોતરાઈ છે. પોલીસને શંકા છે કે શકમંદો કોઈ મોટી ઘટનાને અંજામ આપવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા.

બાતમીના આધારે તપાસ કરાઇ : માહિતી અનુસાર, ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા ચોક્કસ બાતમીના આધારે શરૂ કરાયેલ સંયુક્ત ઓપરેશનમાં, આજે કુપવાડાના ગુશી બ્રિજ પર એક મોબાઇલ વ્હીકલ ઇન્ટરસેપ્ટ પોસ્ટ (MVIP) ની સ્થાપના કરવામાં આવી હતી. વાહનોની તપાસ કરવામાં આવી રહી હતી. દરમિયાન બે શંકાસ્પદ જોવા મળ્યા હતા. શંકાસ્પદ જણાતા પોલીસે તેમને રોક્યા અને પૂછપરછ શરૂ કરી.

વાંધાજનક વસ્તુઓ મળી આવી : આ દરમિયાન તેણે પોલીસને સંતોષકારક જવાબો આપ્યા ન હતા અને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. શંકા વધુ ઘેરી બનતા તેઓની તલાશી લેવામાં આવી હતી. આ દરમિયાન બંને શકમંદો પાસેથી વાંધાજનક વસ્તુઓ મળી આવી હતી. હેન્ડ ગ્રેનેડ, પિસ્તોલ અને દારૂગોળો પણ મળી આવ્યો હતો. તેને તરત જ જપ્ત કરવામાં આવ્યો હતો અને બંનેને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

બે આતંકવાદીઓ માર્યા ગયા: તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરના રાજૌરીના બાજી મોલ જંગલ વિસ્તારમાં એન્કાઉન્ટરમાં બે અધિકારીઓ (કેપ્ટન) સહિત ચાર સેનાના જવાન શહીદ થયા હતા. વિસ્તારમાં આતંકવાદી ગતિવિધિઓ વિશે ગુપ્ત માહિતીના આધારે, આ વિસ્તારમાં વિશેષ દળો સહિત સૈનિકો તૈનાત કરવામાં આવ્યા હતા. જો કે બાદમાં સુરક્ષા દળોના ગોળીબારમાં બે આતંકીઓ માર્યા ગયા હતા.

ટેરર ફંડિંગમાં ધરપકડ : રાજ્ય તપાસ એજન્સી (SIA) એ દક્ષિણ કાશ્મીરના એક સર્જનની પત્ની શબરોઝા બાનોની ધરપકડ કરી. આરોપ છે કે તેણે ક્રાઉડ ફંડિંગ દ્વારા પૈસા ભેગા કરીને આતંકવાદીઓને મદદ કરી હતી. એવું કહેવાય છે કે આરોપીઓએ ક્રાઉડ ફંડિંગ દ્વારા કરોડો રૂપિયા એકઠા કર્યા અને તેનો દુરુપયોગ કર્યો. આ નાણાંનો ઉપયોગ ખાસ કરીને કાશ્મીર ઘાટીમાં કટ્ટરવાદને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યો હતો.

  1. તેલંગાણા વિધાનસભા ચૂંટણીના પ્રચારના પડઘા આજે સાંજે બંધ થશે, 30મીએ મતદાન
  2. ઉત્તરકાશી ટનલ અકસ્માતઃ સુરંગમાંથી બહાર નીકળવાની આશામાં 41 કામદારો 17 દિવસથી રાહ જોઈ રહ્યા છે, અવરોધો તેમની પરીક્ષા કરી રહ્યા

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.