ETV Bharat / bharat

ફ્લાઈટમાં ઈમરજન્સી ગેટ ખોલવાનો પ્રયાસ કરનાર બે મુસાફરોની ધરપકડ

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 24, 2023, 6:05 PM IST

એલાયન્સ એરની ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા બે લોકોએ ઈમરજન્સી ગેટ ખોલવાનો પ્રયાસ કર્યો હતો. આ કૃત્ય બદલ બંને મુસાફરોની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, બંને મુસાફરો કર્ણાટકના રહેવાસી છે. Alliance Air flight, passenger open emergency door flight,Cochin airport

બે મુસાફરોની ધરપકડ
બે મુસાફરોની ધરપકડ

કોચી : બેંગલુરુ જતી એલાયન્સ એરની ફ્લાઇટમાં સવાર બે મુસાફરોને પ્લેનનો ઇમરજન્સી ગેટ ખોલવાનો પ્રયાસ કર્યો હતો. જે બદલ બંને મુસાફરોની ધરપકડ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના ગુરુવારે બની હતી. જ્યારે પ્લેન કેરળના કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટથી ટેક ઓફ કરવા જઈ રહ્યું હતું. ધરપકડ કરાયેલા મુસાફરોની ઓળખ કર્ણાટકના રહેવાસી રામોજી કોરાયિલ અને રમેશ કુમાર તરીકે થઈ છે.

વિમાનમાં મુસાફરોએ કર્યો કાંડ : આ અંગે એક અધિકારીએ જણાવ્યું કે, બે મુસાફરોની શંકાસ્પદ ગતિવિધિ જોયા બાદ ફ્લાઇટના ક્રૂ સતર્ક થઈ ગયું હતું. તેઓએ આ લોકોના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. અધિકારીના જણાવ્યા અનુસાર બંને મુસાફરોએ ઘણી વખત ઇમરજન્સી ગેટ ખોલવાનો પ્રયાસ કર્યો ત્યારબાદ ફ્લાઇટના ક્રૂએ મુસાફરોને એરપોર્ટ ઓથોરિટીને સોંપી દીધા હતા.

ઈમરજન્સી ગેટ ખોલવાનો પ્રયાસ : એક અધિકારીએ જણાવ્યું કે, સુરક્ષાના પગલા તરીકે બંને આરોપી મુસાફરોની બેંગલોરની તેમની પ્રસ્તાવિત યાત્રા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પોતાના બચાવમાં બંને મુસાફરોએ પોલીસને કહ્યું કે, તેઓએ ભૂલથી દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ એરપોર્ટ ઓથોરિટીએ તેઓના દાવાને નકારી કાઢ્યો અને કહ્યું કે, તેમણે ત્રણથી ચાર વખત ઈમરજન્સી ગેટ ખોલવાનો પ્રયાસ કર્યો હતો જેને ભૂલ ગણી શકાય નહીં.

2 મુસાફરોની ધરપકડ : આ મામલે કોચીન એરપોર્ટના અધિકારીઓએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ફ્લાઇટ કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થતાંની સાથે જ નેદુમ્બસેરી પોલીસે ફરિયાદના આધારે બે મુસાફરોની ધરપકડ કરી હતી.

મોટી ઘટના ટળી : પોલીસે કહ્યું કે, યાત્રીઓની સઘન પૂછપરછ કરવામાં આવશે અને તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે કર્ણાટકના બે મુસાફરો દ્વારા ઇમરજન્સી ગેટ ખોલવાના પ્રયાસથી અન્ય મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. એલાયન્સ એરની ફ્લાઇટમાં ફ્લાઇટ ક્રૂની સમયસર કાર્યવાહીને કારણે મોટી ઘટના ટળી હતી.

  1. છત્તીસગઢમાં મોટી નક્સલવાદી ઘટના, IED બ્લાસ્ટમાં 2 શ્રમિકોના મોત, 1 ગંભીર
  2. 8 પૂર્વ નૌ સૈનિકોને કતારે કરેલ મૃત્યુની સજાના વિરોધમાં ભારતે કરેલ અપીલ કતાર કોર્ટે સ્વીકારી છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.