ETV Bharat / bharat

MH News : જુદા જુદા દેશોમાં મુસાફરી કરવા માટે બોર્ડિંગ પાસની અદલાબદલી કરવા બદલ મુંબઈમાં બે વિદેશીઓની ધરપકડ

author img

By

Published : Apr 13, 2023, 7:43 PM IST

MH Mumbai Police arrest 2 foreigners for exchanging boarding passes to travel to different countries
MH Mumbai Police arrest 2 foreigners for exchanging boarding passes to travel to different countries

મુંબઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પોલીસે વિવિધ દેશોમાં મુસાફરી કરવા માટે બોર્ડિંગ પાસની અદલાબદલી કરવાના આરોપમાં બે વિદેશી નાગરિકોની ધરપકડ કરી હતી. એક અધિકારીએ ગુરુવારે આ માહિતી આપી છે.

મુંબઈ: મુંબઈ પોલીસે શ્રીલંકાના અને એક જર્મન નાગરિકની ક્રમશઃ લંડન અને કાઠમંડુ જવા માટે તેમના બોર્ડિંગ પાસ એકબીજા સાથે અદલાબદલી કરવા બદલ અહીંના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ધરપકડ કરી હતી. એક અધિકારીએ ગુરુવારે આ જાણકારી આપી. તેમણે જણાવ્યું કે આ ઘટના સોમવારે છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બની હતી.

બે વિદેશી નાગરિકોની ધરપકડ: અધિકારીના જણાવ્યા અનુસાર નકલી પાસપોર્ટ પર મુસાફરી કરતા 22 વર્ષીય શ્રીલંકાના નાગરિક અને 36 વર્ષીય જર્મન મુસાફરે અનુક્રમે લંડન અને કાઠમંડુ જવા માટે એરપોર્ટના ટોયલેટમાં બોર્ડિંગ પાસની આપ-લે કરી હતી. અધિકારીએ જણાવ્યું કે, એરલાઇનના કર્મચારીઓને જાણવા મળ્યું કે શ્રીલંકાના નાગરિકના પાસપોર્ટ પર ડિપાર્ચર સ્ટેમ્પ બનાવટી હોવાનું જણાયું તે પછી આ મામલો પ્રકાશમાં આવ્યો હતો.

વાસ્તવિક ઓળખ જાહેર: અધિકારીના જણાવ્યા અનુસાર એવું પણ જાણવા મળ્યું હતું કે શ્રીલંકાના નાગરિકના પાસપોર્ટ અને બોર્ડિંગ પાસ પરના ડિપાર્ચર સ્ટેમ્પના નંબર અલગ-અલગ હતા. એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર બ્રિટન પહોંચેલા શ્રીલંકાના નાગરિકે જ્યારે જાણ્યું કે તેનું કૃત્ય પકડાઈ ગયું છે ત્યારે તેણે તેની વાસ્તવિક ઓળખ જાહેર કરી. મંગળવારે તેને મુંબઈ પરત મોકલી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો Odisha Violence: ઓડિશામાં હિંસક અથડામણ, ઈન્ટરનેટ સેવા 48 કલાક માટે સ્થગિત

બોર્ડિંગ પાસની આપ-લે કરવાની યોજના: અધિકારીના જણાવ્યા અનુસાર પૂછપરછ દરમિયાન શ્રીલંકાના નાગરિકે પોલીસને કહ્યું કે તે કારકિર્દીની સારી તકો મેળવવા યુકે જવા માંગે છે. તેણે કહ્યું કે પોલીસે શ્રીલંકાના યુવક સાથે બોર્ડિંગ પાસની આપલે કરીને કાઠમંડુ જઈ રહેલા એક જર્મન નાગરિકને પણ પકડ્યો હતો. અધિકારીના જણાવ્યા અનુસાર બંને વિદેશી નાગરિકોની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તેઓ 9 એપ્રિલના રોજ મુંબઈમાં એરપોર્ટ નજીક એક લક્ઝરી હોટલમાં રોકાયા હતા અને ત્યાં બોર્ડિંગ પાસની આપ-લે કરવાની યોજના બનાવી હતી.

આ પણ વાંચો Amritpal Singh: અમૃતપાલ 48 કલાકમાં કરી શકે છે સરેન્ડર, પંજાબ પોલીસ હાઈ એલર્ટ પર

ગુનાહિત કાવતરાની કલમો હેઠળ કેસ નોંધાયો: તેમણે કહ્યું કે સહાર પોલીસે બંને વિદેશી નાગરિકો વિરુદ્ધ છેતરપિંડી, બનાવટી અને ગુનાહિત કાવતરાની કલમો હેઠળ કેસ નોંધ્યો છે. અધિકારીએ કહ્યું કે પોલીસ તપાસ કરી રહી છે કે આ ગુનામાં અન્ય કેટલાક લોકો સામેલ છે કે કેમ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.