ETV Bharat / bharat

Top News: મોરબીમાં મોટી દુર્ઘટના: મચ્છુ નદી ઝૂલતો પુલ તૂટતા મૃતકો માટે મોદી સહિત નેતાઓએ સંવેદના ઠાલવી. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં..

author img

By

Published : Oct 31, 2022, 4:01 AM IST

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં..

top-news
top-news

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે

રાષ્ટ્રીય એકતા દિવસ 2022: સ્ટેચ્યુ ઓફ યુનીટિ ખાતે ભવ્ય કાર્યક્રમ

સ્ટેચ્યુ ઓફ યુનિટીને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન દ્વારા જાન્યુઆરી 2020માં વિશ્વની 8 અજાયબીઓમાંની એક તરીકે માન્યતા આપવામાં આવી છે, એટલે કે તેને આઠમી અજાયબી કહેવામાં આવી છે. જેથી 31 ઓક્ટોબર 2022ને રાષ્ટ્રીય એકતા દિવસ 2022 તરીકે ઉજવી રહ્યા છીએ. ભારતમાં હાજર તાજમહેલને પ્રથમ અજાયબી કહેવામાં આવે છે. રાષ્ટ્રીય એકતા દિવસ 2022 એટલે કે, દેશનો પાયો મજબુત થશે, જ્યારે તે દેશમાં અખંડિતતા અને એકતા સમાન રહેશે, દેશમાં શાંતિનો વિકાસ ત્યારે જ શક્ય બનશે જ્યારે આપણે સૌ એકતા સાથે અને આપણા હૃદયમાં રાષ્ટ્રિય એકતા દિવસ 2022 લાગણી રહે છે.

  • ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો..

1 મોરબીમાં મોટી દુર્ઘટના: મચ્છુ નદી ઝૂલતો પુલ તૂટતા મૃતકો માટે મોદી સહિત નેતાઓએ સંવેદના ઠાલવી

મોરબીમાં મોટી દુર્ઘટના પ્રકાસમાં આવી છે. મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટતા લોકો પાણીમાં પટકાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi expressed grief on morbi bridge collapse) મોરબીમાં થયેલા અકસ્માત અંગે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી હતી. તેમણે બચાવ કામગીરી માટે ટીમોને તાત્કાલિક એકત્ર કરવા જણાવ્યું છે. પીએમ મોદીએ મૃતકો માટે 2 લાખ રૂપિયાની સહાય અને ઈજાગ્રસ્તને 50000ની સહાયની જાહેરાત કરી છે. Click here

2 મોરબીમાં મચ્છુ નદી ઝુલતો પુલ તૂટતા નેતાઓ આપી કઈક આવી પ્રતિક્રિયા

મોરબીમાં મચ્છુ નદી ઉપર આવેલો ઝુલતો પુલ તૂટતા જ અનેક લોકોના જીવ ગયા થયા છે. જેમાં રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવી સહિતના નેતાઓએ પ્રતિક્રિયા આપી (Morbi Tragedy Political Leaders gave reaction) હતી. જેને લઈને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ટ્વીટ કરીને લોકોના સ્વાસ્થ્યની પ્રાર્થના કરી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા જણાવ્યું હતું કે મચ્છુ નદી ઉપર ઝૂલતો પુલ તૂટવો એ ખૂબ જ ગંભીર બાબત છે. Click here

3 ચૂંટણીની તારીખો જાહેર થતા પહેલા વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વડોદરા એરપોર્ટ પર ભવ્યા સ્વાગત કરાયુ હતું. વડાપ્રધાન આજથી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્રણ દિવસમાં હજારો કરોડના વિકાસના કામોનું ઉદ્ધાટન અને લોકાર્પણ હાથ ધરવામાં આવનાર છે. વડોદરા એરપોર્ટથી વડાપ્રધાન મોદી ભવ્ય રોડ શો (Vadodara Pm Modi Road Show) કર્યો અને લેપ્રસી ગ્રાઉન્ડમાં પહોંચ્યા છે. ત્યાં ચુનિંદા ઉદ્યોગપતિઓની હાજરીમાં આયોજિત કાર્યક્રમમાં તેઓ ભાગ લઈ રહ્યા છે. Click here

4 અરવિંદ કેજરીવાલે સિવિલ કોડને લઇને ઉઠાવ્યો સવાલ

દિલ્હીના મુખ્યપ્રધાન (Arvind Kejriwal Gujarat Visit) અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે, આગામી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે ગુજરાતમાં એડીચોટીનું જોર લગાવ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની (Gujarat Uniform Civil Code) બેઠક માટે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં જોરશોરથી પ્રચાર કરવાનો શરૂ કરી દીધો છે. જેમાં ગેરેન્ટી અને વાયદા સાથે કેટલાક મહત્ત્વના મુદ્દાઓની નેતાઓ છણાવટ કરી છે. Click here

5 ગુજરાતની વિધાનસભાની ચૂંટણીનું રણ તૈયાર: સુરત ખાતે BSFની ટીમ આવી પહોંચી

સુરત:ગુજરાતમાં થોડા જ દિવસોમાં વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Election ) તારીખો જાહેર કરવામાં આવશે, ત્યારે તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ શરૂ (Surat Assembly Election Preparation) કરી દેવામાં આવી છે. સુરતના ઉધના રેલ્વે સ્ટેશન ઉપર BSFની કુલ 10 ટીમ આવી પહોંચી (BSF team at Surat Railway Station ) છે. આ 10 ટીમ મળીને કુલ 700 જેટલાં જવાનો પોતાના સાધન સામગ્રી લઈ સુરત આવી પહોંચ્યા છે. આ ટીમને સુરતના અલગ-અલગ વિસ્તારોમાં તૈનાટ કરવામાં આવશે. ખાસ કરીને શહેરના સંવેદનસીલ વિસ્તારોમાં તૈનાટ કરવામાં આવશે. તે ઉપરાંત નિષ્પક્ષ રીતે ચૂંટણી થઈ શકે તે માટે ચૂંટણીબુથ ઉપર પણ આ ટીમને તૈનાટ કરવામાં આવશે. Click here

ચૂંટણી પહેલા દારૂની રેલમછેલનો કારસો વડોદરા PCBએ બનાવ્યો નિષ્ફળ

કહેવા માટે ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ દારૂડિયાઓ અને બુટલેગરોની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે. પોલીસ પણ મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડે છે. ખાસ કરીને ચૂંટણી નજીક આવવાના સમયે દારૂની રેલમછેલ થતી હોય છે, ત્યારે આવા સમયે વડોદરામાં દારૂના સપ્લાયનું નેટવર્ક (vadodara liquor supply by bootlegger ) ઝડપી પાડવામાં શહેર પીસીબીને મોટી સફળતા મળી છે. Click here

શર્લિનને સાજીદ ખાન સામે ફરિયાદ કરી, સલમાનને પણ કહી દીધી મોટી વાત

MeToo આરોપી સાજિદ ખાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ (MeToo accused Sajid Khan) નોંધાવનાર બોલિવૂડ એક્ટર અને મોડલ શર્લિન ચોપરાએ મહિલા પોલીસ ઓફિસર પાસે પોતાનું નિવેદન નોંધ્યું છે અને સલમાન ખાનને ખાસ (Appeal to Salman Khan for his support) વિનંતી કરી છે. Click here

બાંગ્લાદેશે ઝિમ્બાબ્વેને રોમાંચક મેચમાં 3 રનથી હરાવ્યું

T20 વર્લ્ડ કપમાં (Bangladesh vs Zimbabwe) બાંગ્લાદેશની ટીમે ઝિમ્બાબ્વેને 3 (Bangladesh team beat Zimbabwe by three runs) રને હરાવ્યું. બાંગ્લાદેશના 150 રનનો પીછો કરતા ઝિમ્બાબ્વેની ટીમ 20 ઓવરમાં 147 રન જ બનાવી શકી અને તેના 8 બેટ્સમેન આઉટ થઈ ગયા હતા. Click here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.