Top News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે, આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

author img

By

Published : Apr 18, 2022, 3:24 AM IST

Top News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે, આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમા...

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે.

PM Modi Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 18થી 20 એપ્રિલ સુધી પોતાના વતન ગુજરાતમાં આવી રહ્યા છે(Modi on a three-day visit to Gujarat). આ ત્રણ દિવસની મુલાકાતને ગુજરાતમાં આવનાર વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Election 2022) માટે ખાસ ગણવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદી રાજ્યમાં સતત ત્રણ દિવસ સુધી વિવિધ વિસ્તારની મુલાકાત લેશે અને વિવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ તેમજ વિવિધ જગ્યાઓના ઉદ્ધાટન(Modi will inaugurate in Gujarat) કાર્યક્રમમાં હાજરી આપશે. Click Here

  • ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.

દિલ્હીમાં હનુમાન જયંતિ પર શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો, 9 લોકોની કરાઇ ધરપકડ

દિલ્હીના જહાંગીરપુરીમાં શનિવારે બે સમુદાયો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. હનુમાનની જન્મજયંતિ દરમિયાન નીકળેલી શોભાયાત્રા પર કેટલાક ઉગ્રવાદીઓએ પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં બે પોલીસકર્મીઓ સહિત અનેક લોકો ઘાયલ થયા હોવાનું સામે આવી રહ્યું છે. તેમજ 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. Click here

ગુજરાત વિધાનસભા 2022 ચૂંટણી પહેલા આપમાં પડ્યું ગાબડું, આપના 200 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

ગુજરાત કોંગ્રસે આપમાં મોટું ગાબડું પાડ્યું છે. આપના 200 કાર્યકરો આજે કોંગ્રેસમાં જોડાયા (200 aap workers joined Congress) છે. મિશન 2022 માટે કોંગ્રેસે આપના 19 જેટલા આગેવાનોને પક્ષમાં જોડ્યા છે. આજે બપોરે કોંગ્રેસ ભવનમાં કાર્યક્રમ યોજાયો હતો. Click Here

Junagadh lemon price hike: ખરાબ નજરથી બચાવતા લીંબુ મરચા પર મોંઘવારીએ બગાડી નજર

લોકોની મિલકતને ખરાબ અને બુરી નજરથી રક્ષણ આપતા લીંબુ મરચાની સુરક્ષા પર પણ હવે મોંઘવારી (Junagadh lemon price hike)એ નજર બગાડી હોય તે પ્રકારનો માહોલ પાછલા એક મહિનાથી સતત જોવા મળી રહ્યો છે. Click Here

પોલીસે કરી શિક્ષકોની અટકાયત, પોતાના પ્રશ્નો માટે સરકાર સામે લડત આપતા શિક્ષકો

નિકોલના શહીદવીર મંગલપાંડે હોલ ખાતે આજે કર્મચારી અધિકાર સભા (Nikol Employee Rights Meeting)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાનું આયોજન કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકારના કર્મચારીઓ દ્વારા ત્રણ મુદ્દાને લઈને કરવામાં આવ્યું હતું. જેમાં જૂની પેન્શન યોજના લાગુ કરવી, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ, આઉટસોર્સ પ્રથા બંધ કરવા તેમજ કેન્દ્રના ધોરણે સ્વીકારેલ 7માં પગારપંચના તમામ લાભોને અમલ જૂની અસરથી કરવા હેતુ કરવામાં આવ્યું હતું. Click Here

PM Modi Jamnagar Visit: જામનગરમાં PMનો સંભવિત કાર્યક્રમ બોપરા સર્કિટ હાઉસમાં

જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંભવિત કાર્યક્રમ (PM Modi Jamnagar Visit) જાહેર કરવામાં આવ્યો છે. જામનગરમાં 250 મિલિયન ડોલરના ખર્ચે ગોલબલ રિસર્ચ સેન્ટરનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે. યુનોનું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જામનગરમાં પારંપરિક દવાઓનું વૈશ્વિક કેન્દ્ર બનાવવા જઈ રહ્યું છે Click Here

પિસ્તાના ઔષધીય ગુણોને આયુર્વેદમાં પણ ઉપયોગી બતાવવામાં આવ્યા છે, જાણો તેના તમામ ફાયદા વિષે...

પિસ્તા મુખ્યત્વે ગાર્નિશિંગ માટે ઉપયોગમાં લેવાતા હોવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે (how is pistachio good for health) પણ ઉત્તમ છે. સારા સ્વાદ ઉપરાંત, તેમાં ઘણા ઔષધીય ગુણો અને ફાયદા પણ છે. ચાલો તેના વિશે વધુ જાણીએ. Click Here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.