ETV Bharat / bharat

Top News: આજથી શરૂ થશે મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2022, Gujarat Budget 2022: રુપિયા 668.09 કરોડની પુરાંતવાળું બજેટ. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

author img

By

Published : Mar 4, 2022, 5:00 AM IST

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર, નિષ્ણાતોના મતે વાંચો માત્ર એક ક્લિકમા...

top news: Womens World Cup 2022: આજથી શરૂ થશે મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2022,  Gujarat Budget 2022: રુપિયા 668.09 કરોડની પુરાંતવાળું બજેટ, કોઇ નવા કરવેરા નહીં, આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...
top news: Womens World Cup 2022: આજથી શરૂ થશે મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2022, Gujarat Budget 2022: રુપિયા 668.09 કરોડની પુરાંતવાળું બજેટ, કોઇ નવા કરવેરા નહીં, આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે..

1) Womens World Cup 2022: આજથી શરૂ થશે મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2022, જાણો ક્યાં અને કેવી રીતે જોવા મળશે મેચ

મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2022 આજથી શરૂ થવા (Womens World Cup 2022)જઈ રહ્યો છે. જ્યાં પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો સામસામે ટકરાશે. આ મેચ અગાઉ વર્ષ 2021 માં યોજાવાની હતી, પરંતુ કોરોના મહામારીને કારણે એક વર્ષ માટે સ્થગિત કરવામાં આવી હતી.Click Here

  • ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.

1) Gujarat Budget 2022 UPDATE: આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રૂ 12,240 કરોડની જોગવાઇ

ગુજરાત વિધાનસભાગૃહ (Gujarat assembly budget session 2022)માં 3 માર્ચના રોજ રાજ્યના નાણાંપ્રધાન કનુભાઇ દેસાઇ બજેટ (Gujarat Budget 2022) રજૂ કરવાના છે. બજેટ પહેલાં જ રાજ્યના બજેટ બાબતે કનુ દેસાઇએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ બજેટને હવે 24 કલાક પણ બાકી નથી. ત્યારે આજે (ગુરુવાર) રજૂ થનારા વિધાનસભાગૃહમાં ગુજરાત સરકારનું બજેટ એ રાજ્યના યુવાનો, ખેડૂતો (Gujarat Budget For Farmers), માછીમારોને સ્પર્શતું બજેટ હશે.Click Here

2) Gujarat Budget 2022: રુપિયા 668.09 કરોડની પુરાંતવાળું બજેટ, કોઇ નવા કરવેરા નહીં

વર્ષ 2022-23માં ગુજરાત સરકાર (Gujarat Budget 2022)નો મહેસૂલી આવકનો અંદાજ 1,82,045.46 કરોડ રૂપિયા છે. તો મહેસૂલી ખર્ચનો અંદાજ 1,81,039.60 કરોડ રૂપિયા છે. વર્ષ 2020-21માં સરકારને રૂ. 161.99 કરોડની ખાધ ઊભી થઈ છે.Click Here

3) 500 crore land scam : પ્લોટ સુનિશ્ચિત લોકોને જ આપવામાં આવ્યાં હોવાનો ઇન્દ્રનીલ રાજ્યગુરુનો આક્ષેપ

રાજકોટમાં 500 કરોડના જમીન કૌભાંડને (500 crore land scam ) લઇને કોંગ્રેસના નેતાઓ મેદાનમાં છે. કોગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કરેલો ગંભીર આક્ષેપ (Indranil Rajyaguru alleges Vijay Rupani ) વિવાદને ઓર ભડકાવી રહ્યો છે.Click Here

4) 8th Day of WAR : ખેરસન પર રશિયાનો કબજો, વિસ્ફોટથી સ્તબ્ધ કિવ

આજે રશિયા અને યુક્રેન (Ukraine Russia War) વચ્ચેના યુદ્ધનો આઠમો દિવસ (8th day of russia ukraine war) છે. રશિયાએ કિવમાં સંરક્ષણ મંત્રાલય પાસે મોટો હુમલો કર્યો છે. આ સાથે રશિયાએ યુક્રેનના મોટા શહેર ખેરસન પર પણ કબજો જમાવી લીધો છે. યુક્રેન અને રશિયા યુદ્ધ વચ્ચે આજે વાતચીત કરશે. બુધવારે રશિયન બોમ્બ વિસ્ફોટમાં ખાર્કિવમાં 21 લોકોના મોત થયા હતા અને 112 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. એવા પણ સમાચાર છે કે કેટલાક રશિયન વિમાનોને પણ તોડી પાડવામાં આવ્યા છે. આજે પણ યુક્રેનમાં રશિયન હુમલાઓ ચાલુ છે.બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને તેમના સાથીઓએ યુક્રેન પર હુમલો કરવા માટે રશિયા સામે વૈશ્વિક અર્થતંત્રને હથિયાર બનાવ્યું છે અને પરિણામે તેની અર્થવ્યવસ્થા ખૂબ જ ઝડપથી તૂટી રહી છે. વાંચો આ સમાચાર....Click Here

5) રશિયાએ ભારતને ખાતરી આપી: કહ્યુ ચિંતાની વાત નથી, સંરક્ષણ સપ્લાય કરવાનું ચાલુ રાખશે

ભારતમાં નિયુક્ત રશિયન રાજદૂત (Russian Ambassador) ડેનિસ અલીપોવે કહ્યું કે, અમે ભારત સાથે વ્યૂહાત્મક ભાગીદાર છીએ. સંયુક્ત રાષ્ટ્રમાં પ્રદર્શિત સંતુલિત સ્થિતિ માટે અમે ભારતના આભારી છીએ. ભારત આ સંકટની ઊંડાઈને સમજે છે. અમારો સહયોગ ચાલુ રહેશે.Click Here

સુખીભવ:

1) Hand Senitizer harmful for Environment: જાણો કેવી રીતે હેન્ડ સેનિટાઇઝર સ્વાસ્થ સાથે પર્યાવરણને પણ હાનિ પહોંચાડે છે

કોરોનાકાળામાં આ સંક્રમણથી બચવા માટે, લોકોને નિયમિતપણે તેમના હાથ સાફ રાખવા માટે સૂચનો કરવામાં આવ હતા. જેના માટે લોકોને વારંવાર સાબુથી હાથ ધોવા અથવા સેનિટાઈઝરનો વપરાશ કરવા પ્રોત્સાહિત કરવામાં આવતા હતા. જો કે, લગભગ દરેક વ્યક્તિ એ વાતથી પણ વાકેફ છે કે સેનિટાઈઝરનો વધુ પડતો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક (Hand Senitizer harmful for body) છે. એક સંશોધનમાં સામે આવ્યું છે કે, કેટલાક ખાસ રસાયણો ધરાવતા સેનિટાઈઝર સ્વાસ્થ્યની સાથે પર્યાવરણ માટે પણ નુકસાનકારક (Hand Senitizer harmful for Environment) છે.Click Here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.