ETV Bharat / bharat

Top News: ભારતીય ચલણ પર ભગવાન લક્ષ્મી ગણેશનો ફોટો લગાવવો જોઈએ, કેજરીવાલે PMને લખ્યો પત્ર. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં..

author img

By

Published : Oct 29, 2022, 5:01 AM IST

Top News Today
Top News Today

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં..

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે

Delhi cm kejriwal gujarat visit: ગુજરાતમાં આપના ધામા

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ હાલ 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે આજે સતત બીજા દિવસે પણ ગુજરાતની જનતાને આપના વાયદા આપવામાં આવનાર છે.

  • ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો..

ભારતીય ચલણ પર ભગવાન લક્ષ્મી ગણેશનો ફોટો લગાવવો જોઈએ, મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે PMને લખ્યો પત્ર

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે (Delhi Chief Minister Arvind Kejriwal) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો (Delhi Chief Minister wrote a letter to PM Modi)છે. પત્રમાં ભગવાન લક્ષ્મી ગણેશનો ફોટો ભારતીય ચલણ પર છાપવાની માંગ કરવામાં આવી છે. 26 ઓક્ટોબરે તેમની ડિજિટલ પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલે ભારતીય ચલણ પર ગાંધીજીની સાથે ભગવાન લક્ષ્મી ગણેશનો ફોટો છાપવાની વાત કરી હતી. ત્યારથી તે ચર્ચામાં છે અને હવે તેણે આ માટે વડાપ્રધાનને પત્ર પણ લખ્યો છે. Click here

હજીરા ખાતે તૈયાર થશે 60 હજાર કરોડના ખર્ચે સ્ટીલ પ્લાન્ટ જેના કારણે બુલેટ ટ્રેન બનશે આત્મનિર્ભર

ગુજરાતના સુરત જિલ્લાના હજીરામાં સ્ટીલ અગ્રણી આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાના ફ્લેગશિપ પ્લાન્ટના વિસ્તરણ પ્રોજેક્ટના ભૂમિ પૂજન નિમિતે વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્લાન્ટમાં (Steel plant will be prepared at Hazira) તૈયાર સ્ટીલથી બુલેટ ટ્રેન આત્મનિર્ભર (Bullet Train become Self Sufficient) બનશે. આ સ્ટીલ પ્લાન્ટના કારણે વિશ્વ બજારમાં ભારતનું સ્ટીલ પોતાની જગ્યા બનાવશે. Click here

ગુજરાત વિધાનસભા ચૂંટણી ચર્ચામાં મણિનગર વાસીઓની આશા અને અપેક્ષા

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly Election 2022) ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે Etv Bharat આપને દરેક વિધાનસભાની ચુંટણી પરની ચર્ચા(Etv Bharat Chuntani Charcha) લઇને આવ્યું છે. આજે વાત કરવાની છે, અમદાવાદ શહેરની તેમજ મણિનગર વિધાનસભા જે હંમેશા ભાજપનો ગઢ રહ્યો છે. છેલ્લા 22 વર્ષમાં એકપણ વખત કોંગ્રેસ અહીં જીત મેળવી શકી નથી. આ વિસ્તારના લોકોની પ્રાથમિક સુવિધાઓ, સમસ્યા, સ્થાનિક પ્રશ્નો, મોંઘવારી, આરોગ્ય અને રોજગર લક્ષી મુદ્દાઓને લઈ ચર્ચા (Maninagar chuntni charcha) કરવામાં આવી હતી. Click here

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખે વધુ 13 ઉમેદવારોના કર્યા નામ જાહેર, CR પાટીલ પર કર્યો કટાક્ષ

ગુજરાતમાં હવે વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. એવામાં આમ આદમી પાર્ટી પોતાની યાદીઓ જાહેર (Aam Aadmi Party Gopal Italia reveals names) કરી ચૂકી છે. આ દરમિયાન ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ વડોદરા ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી વધુ 13 ઉમેદવારની યાદી જાહેર કરી હતી. આમ આદમી પાર્ટી ગુજરાતમાં અલગ અલગ 6 જગ્યાએ પોતાના વિચારો રજૂ કરીને જનસભાઓને સંબોધિત કરશે. Click here

ઋષિ સુનકની કોર ટીમમાં સામેલ પ્રજ્વલ પાંડેનું ધનબાદ સાથે ગાઢ સબંધ, જાણો પરિવારની પ્રતિક્રિયાઓ

ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ, સિવાન સ્થિત જીરાદેઈ ગામના લાલે બ્રિટનમાં પોતાનો ધ્વજ લહેરાવ્યો છે. જીરાદેઈના પ્રજ્વલને બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકની કોર કમિટીમાં સામેલ (Prajjwal in core committee of UK PM) કરવામાં આવ્યા છે. પ્રજ્જવલ 16 વર્ષની ઉંમરે કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્ય બન્યા હતા. જેને લઈને સિવાનના જીરાદેઈ જામાપુર ગામમાં ખુશીની લહેર છે. વાંચો પૂરા સમાચાર.. Click here

T20 World Cup 2022: અત્યાર સુધી રમાયેલી મેચો બાદ આ છે ભારતીય ગ્રૃપની સ્થિતિ

T20 વર્લ્ડ કપ 2022 માં, (T20 World Cup 2022)બધી ટીમોએ બે-બે મેચ રમી છે, જ્યારે આયર્લેન્ડ અને અફઘાનિસ્તાન ત્રણ-ત્રણ મેચ રમ્યા છે. અહીં રોહિત શર્માની કેપ્ટનશીપવાળી ભારતીય ક્રિકેટ ટીમની સંખ્યા પર એક નજર છે. Click here

સાઉથની આ સુંદર અભિનેત્રી લગ્ન વિના માતા બનવા જઈ રહી છે

સાઉથની આ પ્રખ્યાત (Nitya Menen instagram post) અને સુંદર અભિનેત્રી લગ્ન વિના જ માતા બનવા જઈ રહી છે? ખરેખર, અભિનેત્રીએ સકારાત્મક પરિણામોની ગર્ભાવસ્થા (Nitya Menen pregnancy kit photo) કીટ શેર કરી છે. Click here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.