ETV Bharat / bharat

આજે World Gratitude Day, જે લોકોના આભારી હોઈએ તેમને 'Thank you' કહેવાનો દિવસ

author img

By

Published : Sep 21, 2021, 9:18 AM IST

આજે 21 સપ્ટેમ્બરને વિશ્વ આભાર દિવસ (World Gratitude day) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ એ લોકો માટે છે, જેના આપણે હંમેશા આભારી હોઈએ છીએ. તેવામાં આજનો દિવસ તેમને 'થેન્ક યુ' (Thank You) બોલીને જીવનમાં તેમના મહત્ત્વને દર્શાવે છે.

આજે World Gratitude Day, જે લોકોના આભારી હોઈએ તેમને 'Thank you' કહેવાનો દિવસ
આજે World Gratitude Day, જે લોકોના આભારી હોઈએ તેમને 'Thank you' કહેવાનો દિવસ

  • આજે 21 સપ્ટેમ્બરને વિશ્વ આભાર દિવસ (World Gratitude day) તરીકે ઉજવવામાં આવે છે
  • આ દિવસ એ લોકો માટે છે, જેના આપણે હંમેશા આભારી હોઈએ છીએ
  • આજના દિવસે આવા લોકોને 'થેન્ક યુ' (Thank You) બોલીને જીવનમાં તેમના મહત્ત્વને દર્શાવે છે

ન્યુઝ ડેસ્કઃ આજે વિશ્વ આભાર દિવસ (World Gratitude day) છે. આજના દિવસે આપણે જીવનમાં જેમના આભારી છીએ. આપણા જીવનમાં જેણે મહત્ત્વની ભૂમિકા ભજવી છે અને જેમણે આપણી સાથે સમય ગાળ્યો છે. તેમનો આભાર વ્યક્ત કરવો જોઈએ. તેમને થેન્ક યુ (Thank You) બોલવું જોઈએ. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, તેના કામ અને મહેનતના બદલામાં લોકો તેના વખાણ કરે અને તેમને આભાર કહે. આભાર (Gratitude) પ્રગટ કરવાથી વ્યક્તિની અંદર આત્મબળ આવે છે. તમે પણ આજના દિવસે પોતાના તમામ ચાહકોનો જરૂર આભાર વ્યક્ત કરો. સાથે જ તેમને શુભેચ્છાઓ પણ આપો.

આ પણ વાંચો- આજે World Alzheimer Day: આ બિમારી શું છે અને કોને થાય? જાણો

વિશ્વ આભાર દિવસ કેમ ઉજવાય છે?

આ દિવસ ઉજવવાનો વિશેષ ઉદ્દેશ એ છે કે, આપણે આભાર વ્યક્ત કરીએ. આપણે એ લોકો પ્રત્યે આભાર વ્યક્ત કરીએ છીએ, જે આપણા જીવનમાં આવીને સંદેશ આપી જાય છે. આ દિવસને ઉજવવાની શરૂઆત અમેરિકાથી થઈ હતી. ત્યારબાદ તેને ઉજવનારાની સંખ્યા ખૂબ ઝડપથી વધતી ગઈ અને સમગ્ર વિશ્વમાં આ દિવસ ઉજવવાનો શરૂ થયો. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે, સમગ્ર વૈશ્વિક સમુદાયને એક સાથે લાવવો. આ વિશ્વમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, કોઈ તેના કામની કદર કરે.

આ લોકોનો આભાર વ્યક્ત કરો

જ્યારે તમે આભારી રહો તો ચૂપ ન રહો અને તેને વ્યક્ત કરો. તમે એવા વ્યક્તિઓ અંગે વિચારવા માટે સમર્પિત કરો, જેમના માટે તમે થોડા આભારી છો અને જે કંઈ પણ થયું અથવા જે તમારા જીવનમાં થઈ રહ્યું છે. એના માટે તમે આભારી છો.

આ પણ વાંચો- આજે વિશ્વ ઓરઝોન દિવસ

માતાપિતાનો આભાર વ્યક્ત કરો

આજે સંસારમાં આપણું જે કંઈ પણ અસ્તિત્વ છે અથવા વિશ્વમાં આપણી જે ઓળખ છે. તેનો સંપૂર્ણ શ્રેય આપણા માતાપિતાને જ જાય છે. માતાપિતા દરેક બાળકના જીવનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમની નવજાત શિશુ અવસ્થાથી લઈને વિદ્યાર્થી જીવન, પછી ઘરેલું જીવન સુધી તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે. પોતાના જીવનમાં તેઓ અનેક પ્રકારના કાર્યો અને ઉત્તરદાયિત્ત્વ નિભાવે છે.

શિક્ષકોનો આભાર વ્યક્ત કરો

દરેક વ્યક્તિના જીવનમાં શિક્ષક જ્ઞાન અને શિક્ષણનો પાયો નાખે છે. તે ફક્ત આપણને શિક્ષિત જ નથી કરતા, ઉલટાનું આપણને જીવનનો ઉદ્દેશ પણ શિખવે છે. આપણા શિક્ષક આપણી તાકાતનું પ્રતીક છે અને આપણા બધા માટે એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેઓ પિતાના રૂપમાં કડક અને માતાના રૂપમાં આપણને પ્રેમ કરે છે. દર વર્ષે શિક્ષકો પ્રત્યે આભાર અને સન્માન વ્યક્ત કરવા માટે શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે.

મિત્રોનો આભાર વ્યક્ત કરો

આપણા જીવનમાં મિત્રોનું મહત્ત્વ ઘણું છે. કારણ કે, આપણે જીવનના દરેક રહસ્યો તેની સાથે શેર કરીએ છીએ. તેમની સલાહ લઈએ છીએ અને તેમની સાથે મુશ્કેલીનો સમય પણ પસાર કરીએ છીએ. મિત્ર એ ખજાનો છે, જેને આપણે બધા પોતાના જીવનમાં પામવા માગીએ છીએ. દરેક દિવસે આપણે પોતાના મિત્રો સાથે રહીએ છીએ. આનાથી વધુ અદભૂત, ઉજ્જવળ અને વધુ રોચક બનાવીએ છીએ.

આપણે પરિસ્થિતિઓ અને અન્ય લોકોનો પણ આભાર માનવો જોઈએ

જમતા સમયે ભગવાન, ખેડૂત અને ભોજન બનાવનારા રસોઈયાનો પણ આભાર વ્યક્ત કરવો જોઈએ. આપણે ઘરમાં હંમેશા પાલતુ પ્રાણી રાખીએ છીએ, જે આપણા મનોરંજનનું સાધનની સાથે આપણા ઘરની રક્ષા પણ કરે છે. આપણે પર્યાવરણનો પણ આભાર માનવો જોઈએ. જ્યાંથી આપણને શુદ્ધ હવા મળે છે. આપણે વૃક્ષના છોડ રોપીને પર્યાવરણનો આભાર વ્યક્ત કરી શકીએ છીએ. સાથે જ આપણે તેમની સારસંભાળ પણ કરવી જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.