ETV Bharat / bharat

ઉત્તરાખંડના મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતે રાજ્યપાલ બેબી રાની મૌર્યને આપ્યું રાજીનામુ

author img

By

Published : Jul 3, 2021, 7:31 AM IST

Updated : Jul 3, 2021, 10:40 AM IST

તીરથસિંહ રાવતે(Tirath Singh Rawat) ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે શુક્રવારે રાત્રે 11.16 વાગ્યે રાજ્યપાલ બેબી રાની મૌર્ય (Governor Baby Rani Maurya)ને રાજીનામું આપ્યું હતું.

ઉત્તરાખંડના મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતે રાજ્યપાલ બેબી રાણી મૌર્યને આપ્યું રાજીનામુ
ઉત્તરાખંડના મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતે રાજ્યપાલ બેબી રાણી મૌર્યને આપ્યું રાજીનામુ

  • આજે શનિવારે ભાજપ વિધાનસભા પક્ષની બેઠક મળશે
  • તીરથ સિંહ રાવતે પાર્ટીના તમામ નેતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો
  • તીરથ સિંહ રાવત છેલ્લા ત્રણ દિવસથી દિલ્હીમાં રોકાયા હતા

દહેરાદૂન: તીરથસિંહ રાવતે(Tirath Singh Rawat) ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે શુક્રવારે રાત્રે 11.16 વાગ્યે રાજ્યપાલ બેબી રાની મૌર્ય(Governor Baby Rani Maurya)ને રાજીનામું આપ્યું હતું. રાજ્યપાલને રાજીનામું આપ્યા પછી, તીરથસિંહ રાવતે કહ્યું કે, ચૂંટણીને લઈને બંધારણીય સંકટના કારણે રાજીનામું આપવું તે યોગ્ય માનતો હતો.

ઉત્તરાખંડના મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતે રાજ્યપાલ બેબી રાની મૌર્યને આપ્યું રાજીનામુ

આ પણ વાંચોઃ ઉત્તરાખંડના નવા મુખ્યપ્રધાન તીરથસિંહ રાવત

તીરથ સિંહ રાવતે પાર્ટી હાઈકમાન્ડનો આભાર માન્યો

આ પછી તીરથસિંહ રાવતે(Tirath Singh Rawat) પાર્ટી હાઈકમાન્ડનો આભાર માન્યો. તેમણે કહ્યું કે, પાર્ટીએ મને સમય-સમય પર ઘણી જુદી-જુદી જવાબદારીઓ સોંપી છે. તીરથસિંહ રાવતે(Tirath Singh Rawat) વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi), કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ(Union Home Minister Amit Shah), ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને પાર્ટીના તમામ નેતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

કાયદાકીય વ્યવસ્થા હેઠળ જે પણ વ્યવસ્થા છે, તેનું સન્માન કરવું જોઈએઃ મદન કૌશિક

તીરથસિંહ રાવતે કહ્યું કે, કોરોના પોઝિટિવ હોવાના કારણે તેઓ સલ્ટ પેટા-ચૂંટણીમાં જઈ શક્યા નહીં. કોવિડના કારણે, તે સલ્ટની પેટા-ચૂંટણી લડી શક્યા નહીં. જ્યારે તીરથસિંહ રાવત રાજ્યપાલને રાજીનામું આપવા ગયા ત્યારે, તેમની સાથે પ્રદેશ પ્રમુખ મદન કૌશિક(Madan Kaushik), કેબિનેટ પ્રધાનો બિશનસિંહ ચૂફાલ(Bishansinh Chufal), અરવિંદ પાંડે(Arvind Pandey), ગણેશ જોશી(Ganesh Joshi) અને અન્ય ઘણા ધારાસભ્યો પણ હતા. તીરથસિંહ રાવતના રાજીનામા બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ મદન કૌશિકે કહ્યું હતું કે, કાયદાકીય વ્યવસ્થા હેઠળ જે પણ વ્યવસ્થા છે, તેનું સન્માન કરવું જોઈએ.

આખા દિવસનો ઘટનાક્રમ

ઉલ્લેખનિય છે કે, તીરથસિંહ રાવત (Tirath Singh Rawat) છેલ્લા ત્રણ દિવસથી દિલ્હીમાં રોકાયા હતા. શુક્રવારે તેમણે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને પણ મળ્યા હતા. બન્ને વચ્ચેની વાતચીત લગભગ 40 મિનિટ સુધી ચાલી. ત્યારબાદ એવી અટકળો ચાલી રહી હતી કે, તીરથસિંહ રાવત ટૂંક સમયમાં મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપી દેશે. શુક્રવારે સાંજે તીરથસિંહ રાવત(Tirath Singh Rawat) દિલ્હીથી દહેરાદૂન પહોંચ્યા હતા. દહેરાદૂન એરપોર્ટથી તીરથસિંહ રાવત (Tirath Singh Rawat) સીધા ઉત્તરાખંડ સચિવાલય ગયા, જ્યાં તેમણે તેમની ઓફિસમાં કેટલાક કામ સંભાળ્યા. તે પછી તેમણે એક પ્રેસકોન્ફરન્સ યોજી હતી. ત્યારે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, તીરથસિંહ રાવત (Tirath Singh Rawat) રાજીનામાની ઘોષણા કરી શકે છે, પરંતુ તેમણે પ્રેસકોન્ફરન્સમાં કંઇ કહ્યું નહીં. જો કે, આ દરમિયાન, રાજભવનમાં આવન-જાવન વધી ગઈ હતી.

આ પણ વાંચોઃ Politics of Uttarakhand: ઉત્તરાખંડની રાજનીતિમાં આવી શકે છે ભૂકંપ, રાજ્યને નવા મુખ્યપ્રધાન મળે તેવી શક્યતા

તીરથ સિંહ રાવત રાજ્યના દસમા મુખ્યપ્રધાન હતા

રાત્રે 11 વાગ્યા પછી તીરથસિંહ રાવત(Tirath Singh Rawat) , ભાજપ પ્રદેશ અધ્યક્ષ મદન કૌશિક અને અન્ય ઘણા પ્રધાનો સાથે રાજભવન પહોંચ્યા, જ્યાં તેમણે રાજપાલ બેબી રાની મૌર્ય(Governor Baby Rani Maurya)ને રાજીનામું આપ્યું. તીરથસિંહ રાવત(Tirath Singh Rawat) રાજ્યના દસમા મુખ્યપ્રધાન હતા. આજે શનિવારે ભાજપ વિધાનસભા પક્ષની બેઠક મળશે, જેમાં પાર્ટી રાજ્યના 11માં મુખ્યપ્રધાનની ઘોષણા કરી શકે છે.

Last Updated : Jul 3, 2021, 10:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.