ETV Bharat / bharat

ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીમાં ગેરકાયદે 11,000 લાઉડસ્પીકર હટાવાયા

author img

By

Published : Apr 28, 2022, 9:36 AM IST

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ગયા અઠવાડિયે (UP loudspeakers removed from religious places) વરિષ્ઠ અધિકારીઓ સાથેની કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા બેઠક દરમિયાન, ધાર્મિક સ્થળો પરથી "ગેરકાયદેસર" લાઉડસ્પીકર દૂર કરવા સૂચના આપી (illegal loudspeakers removed in Uttar Pradesh) હતી. પ્રશાસને મંગળવારથી લાઉડ સ્પીકર હટાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી.

ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીમાં ગેરકાયદે 11,000 લાઉડસ્પીકર હટાવાયા
ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીમાં ગેરકાયદે 11,000 લાઉડસ્પીકર હટાવાયા

લખનૌ: ઉત્તર પ્રદેશ સરકારની સૂચના પર, ધાર્મિક સ્થળો પરથી અત્યાર સુધીમાં 11,000 'ગેરકાયદેસર' સ્થાપિત લાઉડસ્પીકર દૂર કરવામાં આવ્યા છે અને 35,000 લાઉડસ્પીકર્સનો અવાજ ઓછો કરવામાં આવ્યો છે. અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંત કુમારે બુધવારે જણાવ્યું હતું કે, ધાર્મિક સ્થળો પર ગેરકાયદેસર રીતે સ્થાપિત લાઉડસ્પીકરો દૂર કરવા અને કાયદેસરના લાઉડસ્પીકર્સનો અવાજ ઘટાડવા માટે સમગ્ર રાજ્યમાં અભિયાન ચલાવવામાં આવી (illegal loudspeakers removed in Uttar Pradesh) રહ્યું છે. આ અંતર્ગત બુધવાર બપોર સુધી 10923 લાઉડસ્પીકર હટાવી દેવામાં આવ્યા છે અને 35,221 લાઉડસ્પીકર્સનો અવાજ અનુમતિપાત્ર મર્યાદામાં ઘટાડી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં ફરી ભક્તો માટે પ્રતિબંધ, જાણો શું છે કોરોનાની નવી માર્ગદર્શિકા

લાઉડસ્પીકર અંગે હાઈકોર્ટના આદેશો: કાર્યવાહી અંગે વિસ્તૃત માહિતી (UP loudspeakers removed from religious places) આપતા કુમારે કહ્યું, "જે લાઉડસ્પીકરોને દૂર કરવામાં આવી રહ્યા છે, તે અનધિકૃત છે. જે લાઉડ સ્પીકરો જિલ્લા વહીવટીતંત્રની યોગ્ય પરવાનગી વિના સ્થાપિત કરવામાં આવ્યા છે અથવા પરવાનગીની સંખ્યા કરતાં વધુ સ્થાપિત કરવામાં આવ્યા છે તેને 'અનધિકૃત' શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, લાઉડસ્પીકર અંગે હાઈકોર્ટના આદેશોને પણ ધ્યાનમાં લેવામાં આવી રહ્યા છે.

યોગી આદિત્યનાથ દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકા: મહત્વપૂર્ણ છે કે, આ કાર્યવાહી (Illegal loudspeakers removed) ગયા અઠવાડિયે વરિષ્ઠ અધિકારીઓ સાથે કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા બેઠક દરમિયાન મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાના આધારે કરવામાં આવી રહી છે. સીએમ યોગીએ કહ્યું હતું કે, દરેકને તેમની ધાર્મિક માન્યતાઓ અનુસાર પૂજા કરવાની અને પ્રાર્થના કરવાની સ્વતંત્રતા છે, પરંતુ લાઉડસ્પીકરનો અવાજ પરિસરની બહાર ન જવો જોઈએ જેથી કરીને અન્ય લોકોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.

લાઉડસ્પીકરને દૂર કરવા કાર્યવાહી અંગે સ્ટેટસ રિપોર્ટ: રાજ્યના ગૃહ વિભાગે 30 એપ્રિલના રોજ 'ગેરકાયદેસર રીતે' લગાવેલા લાઉડસ્પીકરને દૂર કરવા માટે કરવામાં આવેલી કાર્યવાહી અંગે સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે. બુધવારે પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, લખનૌ ઝોનના જિલ્લાઓમાં સૌથી વધુ 2,395 લાઉડસ્પીકર દૂર કરવામાં આવ્યા હતા, ત્યારબાદ ગોરખપુર (1,788), વારાણસી (1,366) અને મેરઠ (1204) ઝોન આવે છે. લાઉડસ્પીકર્સ મર્યાદિત કરવાના સંદર્ભમાં, લખનૌ પ્રદેશ 7,397 લાઉડસ્પીકર સામે કાર્યવાહી સાથે યાદીમાં ટોચ પર છે, ત્યારબાદ બરેલી (6,257) અને મેરઠ (5,976) છે.

આ પણ વાંચો: Exam Fever 2022: રેલવેમાં નોકરી કરવી છે તો જોઈ લો, આટલી જગ્યા માટે થશે ઈન્ટરવ્યૂ

ગેરકાયદેસર લાઉડસ્પીકરોને હટાવવાની પ્રક્રિયા: અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંત કુમારે કહ્યું કે લાઉડસ્પીકર હટાવવાનું કામ કોઈપણ ભેદભાવ વિના કરવામાં આવી રહ્યું છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (પશ્ચિમ) સોમેન બર્માએ જણાવ્યું હતું કે, “ગેરકાયદેસર લાઉડસ્પીકરોને હટાવવાની પ્રક્રિયા મંગળવારે શરૂ કરવામાં આવી હતી અને તે હજુ પણ ચાલુ છે. અમે વિવિધ ધાર્મિક નેતાઓ અને શાંતિ સમિતિના સભ્યો સાથે સંકલન કરીને આ અભિયાનને આગળ લઈ જઈ રહ્યા છીએ. અત્યાર સુધી અમે કોઈપણ પ્રકારના વિરોધનો સામનો કર્યો નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.