ETV Bharat / bharat

કોરોનાની ત્રીજી લહેરની ભારતીય વૈજ્ઞાનિક દ્વારા કરાઇ જાહેરાત

author img

By

Published : May 5, 2021, 10:58 PM IST

કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવને પત્રકાર પરિષદ યોજીને કોરોનાની ત્રીજી લહેર અંગે કહ્યુ કે, ભારતમાં કોરોનાની ત્રીજી લહેર જરૂર આવશે, તેને કોઈ રોકી શકશે નહીં. પરંતુ, આ લહેર ક્યારે આવશે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ, આપણે તે માટે તૈયાર રહેવું પડશે.

કોરોનાની ત્રીજી લહેરની ભારતીય વૈજ્ઞાનિક દ્વારા કરાઇ જાહેરાત
કોરોનાની ત્રીજી લહેરની ભારતીય વૈજ્ઞાનિક દ્વારા કરાઇ જાહેરાત

  • દેશમાં ત્રીજી લહેરની શરૂ થઈ રહી છે તૈયારી
  • કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવની આગાહી
  • ભારતમાં ત્રીજી લહેર ક્યારે આવશે તે કહેવું મુશ્કેલ

નવી દિલ્હી: દેશ કોરોનાની બીજી લહેર સામે લડી રહ્યો છે. ત્યારે, વૈજ્ઞાનિકોના અનુસાર દેશમાં ત્રીજી લહેરની તૈયારી શરૂ થવા જઈ રહી છે. કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવને કહ્યુ કે, દેશમાં કોરોનાની ત્રીજી લહેર પણ આવશે. પરંતુ, તે ક્યારે આવશે તેનો ખ્યાલ નથી. પરંતુ, નવી લહેર આવી તે પહેલા તેનાથી બચવા તૈયારી શરૂ કરવાની જરૂર છે. કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવને પત્રકાર પરિષદમાં કહ્યુ કે, ભારતમાં કોરોનાની ત્રીજી લહેર જરૂર આવશે, તેને કોઈ રોકી શકશે નહીં. પરંતુ, આ લહેર ક્યારે આવશે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ, આપણે તે માટે તૈયાર રહેવું પડશે.

કોરોનાની ત્રીજી લહેરની ભારતીય વૈજ્ઞાનિક દ્વારા કરાઇ જાહેરાત

આ પણ વાંચો: દેશમાં સતત વધી રહી છે કોરોનાના કેસની સંખ્યા

12 રાજ્યોમાં હજુ પણ 1 લાખથી વધુ એક્ટિવ કેસ

કેન્દ્ર સરકારે કહ્યું કે, કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસો ઘટવાના સંકેત જરૂર મળ્યા છે. પરંતુ, 12 રાજ્યોમાં હજુ પણ 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવે બુધવારે કહ્યુ કે, દેશના 10 રાજ્યોમાં પોઝિટિવિટી રેટ 25 ટકાથી વધુ છે અને હજુ તેમાં વધુ કામ કરવાની જરૂર છે. આ ઉપરાંત, સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું હતું કે, કર્ણાટક, કેરલ, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને બિહારમાં કોરોનાના પ્રતિદિન આવતા કેસોમાં તેજીનું વલણ છે. આ બાબતે લવ અગ્રવાલે કહ્યુ, કેટલાક વિસ્તારને લઈને ચિંતા છે. બેંગલુરૂમાં એક સપ્તાહમાં આશરે 1.49 લાખ કેસ સામે આવ્યા છે. ચેન્નઈમાં 38 હજાર કેસ આવ્યા છે.

આ પણ વાંચો: દેશને કોરોના સંક્રમણથી બચાવવા માટે ડેટા અગત્યની ભૂમિકા ભજવી શકે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.