ETV Bharat / bharat

આસિયાનની એકતા ભારત માટે મહત્વપૂર્ણ પ્રાથમિકતા છે - PM મોદી

author img

By

Published : Oct 28, 2021, 4:23 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ 18મા દક્ષિણ-પૂર્વ એશિયન દેશો (Southeast Asian Countries)ના સંગઠન આસિયાન-ભારત સંમેલન (ASEAN-India Convention)માં સંબોધન આપ્યું. આ દરમિયાન PM મોદીએ જણાવ્યું કે, આસિયાનની એકતા અને Centrality (ASEAN unity and Centrality) ભારત માટે હંમેશા એક મહત્વપૂર્ણ પ્રાથમિકતા રહી છે.

આસિયાનની એકતા ભારત માટે મહત્વપૂર્ણ પ્રાથમિકતા છે - PM મોદી
આસિયાનની એકતા ભારત માટે મહત્વપૂર્ણ પ્રાથમિકતા છે - PM મોદી

  • PM મોદીએ કોવિડ-19ને ગણાવ્યો ભારત-આસિયાન મિત્રતાની પરીક્ષાનો સમય
  • ભારત અને આસિયાન વચ્ચે હજારો વર્ષોથી જીવંત સંબંધ રહ્યો
  • આસિયાનની એકતા અને Centrality ભારત માટે પ્રાથમિકતા

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ 18માં દક્ષિણ-પૂર્વ એશિયન દેશો (Southeast Asian Countries)ના સંગઠન આસિયાન-ભારત સંમેલન (ASEAN-India Convention)માં સંબોધન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે, કોવિડ-19 મહામારીના કારણે આપણે બધાએ અનેક પડકારોનો સામનો કરવો પડ્યો, પરંતુ આ પડકારજનક સમય ભારત-આસિયાન મિત્રતા (Indo-ASEAN friendship)ની પરીક્ષા પણ રહ્યો.

ભારત અને આસિયાન વચ્ચે હજારો વર્ષોથી જીવંત સંબંધ

તેમણે કહ્યું કે, ઇતિહાસ સાક્ષી છે કે ભારત અને આસિયાન વચ્ચે હજારો વર્ષોથી જીવંત સંબંધ રહ્યો છે. આની ઝાંખી આપણા પરસ્પરના મૂલ્યો, પરંપરાઓ, ભાષાઓ, ગ્રંથ, વાસ્તુકલા, સંસ્કૃતિ, ખાન-પાન દર્શાવે છે. આસિયાનની એકતા અને Centrality ભારત માટે હંમેશા એક મહત્વપૂર્ણ પ્રાથમિકતા રહી છે.

2022 'આસિયાન-ભારત મિત્રતા વર્ષ'

પીએમ મોદીએ કહ્યું કે, વર્ષ 2022માં આપણી પાર્ટનરશિપના 30 વર્ષ પૂર્ણ થશે. ભારત પોતાની આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરશે. મને ઘણી ખુશી છે કે આ મહત્વપૂર્ણ પડાવને આપણે 'આસિયાન-ભારત મિત્રતા વર્ષ' તરીકે મનાવીશું.

પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે

ઉલ્લેખનીય છે કે આ મહત્વપૂર્ણ સંમેલનમાં આસિયાન-ભારત વ્યૂહાત્મક ભાગેદારી, કોવિડ-19 તેમજ સ્વાસ્થ્ય, વેપાર, શિક્ષણ તેમજ સંપર્ક સહિત અન્ય પ્રમુખ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે.

આ પણ વાંચો: કર્ણાટકના કોડાગુની શાળામાં કોરોના બોમ્બ વિસ્ફોટ 31 વિદ્યાર્થીઓ સંક્રમિત

આ પણ વાંચો: સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકરે સીએમ ઉદ્ધવ ઠાકરેને ન્યાયની અપીલ કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.