ETV Bharat / bharat

Global Warming: ગ્લોબલ વોર્મિંગને લીધે માત્ર પર્યાવરણ નહીં પરંતુ સમગ્ર માનવતાનું ભવિષ્ય ખતરામાં છે !!!

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 27, 2023, 1:59 PM IST

કોલસા, પેટ્રોલિયમ, નેચરલ ગેસ અને અન્ય અશ્મીગત બળતણના સતત ઉપયોગથી પૃથ્વીનું તાપમાન ખતરનાક રીતે વધી રહ્યું છે. જેને પૃથ્વી પરના અનેક લોકો પર કહેર વરસાવ્યો છે. હળીમળીને , એકસાથે કામ કરવામાં આપણી નિષ્ફળતાએ માત્ર પર્યાવરણ જ નહીં પરંતુ સમગ્ર માનવતાના ભવિષ્યને ખતરામાં મુકી દીધું છે.

ગ્લોબલ વોર્મિંગને લીધે માત્ર પર્યાવરણ નહીં પરંતુ સમગ્ર માનવતાનું ભવિષ્ય ખતરામાં છે !!!
ગ્લોબલ વોર્મિંગને લીધે માત્ર પર્યાવરણ નહીં પરંતુ સમગ્ર માનવતાનું ભવિષ્ય ખતરામાં છે !!!

હૈદરાબાદઃ જમીનમાંથી નીકળતા અશ્મિગત ઈંધણના ઉપયોગ અને દહનને પરિણામે આપણા ગ્રહની નાજૂક પ્રણાણિઓ પર સતત હુમલો કર્યો છે. કોલસો, પેટ્રોલિયમ, નેચરલ ગેસ અને અન્ય જીવાશ્મ ઈંધણના સતત ઉપયોગને પરિણામે પૃથ્વીનું તાપમાન ખતરનાક રીતે વધી રહ્યું છે. હવામાં કાર્બન ડાયોક્સાઈડ અને નાઈટ્રસ ઓક્સાઈડની હાનિકારક હાજરી જોવા મળી રહી છે. આ ઝેરી વાયુઓ ઝડપથી ડિઝોલ્વ થતા નથી લાંબા સમય સુધી વાતાવરણમાં તેમની અસર જોવા મળે છે. આ હાનિકારક વાયુઓને લીધે વિવિધ પ્રલયોનું નિર્માણ થાય છે. પૃથ્વીના વધતા તાપમાનને પરિણામે આપણા ગ્રહના ઋતુચક્રમાં પરિવર્તન આવ્યું છે. દરિયાની સપાટી વધી જતા વિનાશક ચક્રવાત અને પૂરની સ્થિતિ સર્જાય છે. જ્યારે અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિને લીધે માનવજીવન છીન્ન ભીન્ન થઈ રહ્યું છે. આપણી પૃથ્વીને છેલ્લા 50 વર્ષોમાં 12,000 કુદરતી આફતોએ નુકસાન પહોંચાડ્યું છે. જેમાં અંદાજિત 25 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે અને 35 લાખ કરોડ રુપિયાનું નુકસાન થયું છે. ગ્લોબલ વોર્મિંગની વધતી ગરમીને પરિણામે અનેક દેશોમાં ખેત પેદાશો ઓછી થઈ ગઈ છે. જેની સીધી ખરાબ અસર આપણી ખાદ્ય સુરક્ષા પર થઈ છે. આ કપરી પરિસ્થિતિ સામે લડવા માટે સોથી વધુ મલ્ટિનેશનલ ઓર્ગેનાઈઝેશનના સીઈઓએ એક આહવાન કર્યુ છે. આ સીઈઓએ સરકારોને ઈંધણ તરીકે નવા ઊર્જાના સ્ત્રોતો પર ભાર મુકવાની વિનંતી કરી છે. આ અરજી વિશ્વભરના 40 લાખ વિદ્યાર્થીઓની તકલીફોને રજૂ કરે છે. જેઓ ચાર વર્ષ પહેલા પોતાની પેઢીના ભવિષ્યને બચાવવા માટે માર્ગો પર ઉતરી આવ્યા હતા. મૈડ્રિડ, સ્વિડનમાં સીઓપી 25માં ગ્રેટા થુનબર્ગ અને તેમના સમર્થકોએ વિશ્વભરની બગડતી જતી પરિસ્થિતિ વિરુદ્ધ લડત છેડી છે. કાર્બન ઉત્સર્જન પર અંકુશ લગાડવા માટેના પ્રયત્નો કરવા માટે સીઈઓ ગ્રૂપની બેઠક બોલાવવામાં આવી છે. તેમનું આહવાન આ મૌલિક આંદોલનની દ્રઢ પ્રતિબદ્ધતા દર્શાવે છે, કારણ કે તેઓ બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોત ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય રોકાણોમાં 3 ગણો વધારો કરવાની સલાહ આપે છે. સવાલ એ છે કે સરકારો 2030 સુધી કાર્બન ઉત્સર્જન અડધુ કરવાના પોતાના લક્ષ્યને પુરુ કરવા માટે કેટલી ઝડપથી કાર્ય કરશે, જેનાથી ગ્લોબલ વોર્મિંગને 1.5 ડિગ્રી સેલ્સિયસ પૂરતુ મર્યાદિત કરી શકાય ?

બે વર્ષ પહેલા, ગ્લાસગોમાં સીઓપી 26 શિખર સમ્મેલનમાં, ભારતે ગ્લોબલ વોર્મિંગના વધતા ખતરા સામે લડવા માટે દ્રઢ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. એક જાહેરાતમાં ભારતે 2070 સધીમાં 'નેટ ઝીરો' (વાતાવરણમાં કાર્બનની કુદરતી માત્રા)ની સ્થિતિ શક્ય કરવાનું વચન આપ્યું છે. આ વચન ઊર્જા, પરિવનહ, અર્બન પ્લાનિંગ, ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ક્ષેત્રે પર્યાવરણને અનુકુળ એવી પહેલ પર આધારિત છે. ભારત સરકારે દરેક રાજ્યોને આ વચન પૂર્ણ કરવા માટે બને તેટલો વધુ સહયોગ કરવા માટે આગ્રહ કર્યો છે. જો આંતરરાષ્ટ્રીય સ્તરે વાત કરવામાં આવે તો ભારતે ઈન્ટરનેશનલ સોલર અલાયન્સ સ્થાપવા માટે પહેલ કરી છે. જે અશ્મિગત ઈંધણ પર નિર્ભરતા ઓછી કરવા માટેના સમર્પણનું એક પ્રમાણ છે. આ અલાયન્સનો ઉપયોગ ડોમેસ્ટિક એનર્જી ડીમાન્ડને પહોંચી વળવા ઉપરાંત બહુ મોટાપાયે થતા વિકાસકાર્યોમાં સૌર ઊર્જાનો લાભ મેળવવા માટે થાય છે. સતત સૌર ઊર્જાના વપરાશની ભારતની પહેલથી માત્ર દેશને જ નહીં પરંતુ ગ્લોબલ કોમ્યુનિટીને ગ્રીન ફ્યુચર સંદર્ભે મદદ મળશે. ગ્લોબલ વોર્મિંગને ઓછું કરવું એ એક સહયારો પ્રયાસ છે જેમાં ભારત આગળ છે. બીજા દેશોને પોતાના પડકારોનો સામનો કરવો પડે છે, જેમકે યુએસએ ઈન્ટરનેશનલ સૌર અલાયન્સમાં સામેલ હોવા છતાં વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડને ઓછો કરવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. આવી જ દુર્દશા અન્ય દેશોની પણ છે. લગભગ 100 દેશો 2030 સુધીમાં જંગલની કપાતને અટકાવવા અને મિથેન ઉત્સર્જનને 30 ટકા ઓછું કરવા માટે સહમત થયા છે. પર્યાવરણની સુરક્ષા માટે આ દેશોએ સામુહિક સંકલ્પ લીધો છે. 1995માં બર્લિનથી લઈને છેલ્લા વર્ષ ઈજિપ્તમાં શર્મ-અલ-શેખ સુધી વિવિધ સમ્મેલનોના માધ્યમથી, ગ્લોબલ કોમ્યુનિટીએ પર્યાવરણ સંબંધી સમસ્યાઓ દૂર કરવા માટે વારંવાર બેઠક કરી છે. ધી વર્લ્ડ મીટીરીયોલોજી ઓર્ગેનાઈઝેશન આપણા ગ્રહના પર્યાવરણની સમસ્યાઓની ટીકા કરી છે અને સત્વરે આ સંદર્ભે કાર્યવાહીનું આહવાન કર્યુ છે. ગ્રીનહાઉસ ઈફેક્ટનું મુખ્ય કારણ ગેસ ઉત્સર્જન છે જેમાં ચિંતાજનક વૃદ્ધિ થઈ રહી છે તેમ છતાં, સીઓપી 27માં અશ્મિગત ઈંધણના ઉપયોગને ઓછુ કરવા માટે કડક કાર્યવાહી ન કરવાથી પર્યાવરણ વિદોમાં નિરાશા વ્યાપી ગઈ છે. અત્યારે સમગ્ર વિશ્વ સીઓપી 28 માટે તૈયાર છે, જે આવનારા દિવસોમાં દુબઈમાં યોજાવાની છે. જેમાં નિષ્ણાંતો બાયોડીઝલ, ઈથેનોલ, પ્રોપેન અને હાઈડ્રોજન જેવા વૈકલ્પિક ઈંધણ વાપરવાના પોતાના સુઝાવ પર એકમત છે. ભારતીય રેલવેને સંપૂર્ણ પણે ઈલેક્ટ્રિફાઈડ કરી દેવી તે દેશ તરફથી પર્યાવરણને બચાવવા માટે સૌથી મહત્વનું કાર્ય છે. જેમાં વાર્ષિક 34 લાખ ટનથી વધુ કાર્બન ઉત્સર્જન ઘટી શકે તેમ છે. પર્યાવરણના સંરક્ષણ માટે બિનપરંપરાગત ઊર્જાના સ્ત્રોતોને વાપરવા તે જ સૌથી યોગ્ય છે. સંદેશ સ્પષ્ટ છે કે, ગ્લોબલ વોર્મિંગ માટે ભલે ગમે તે દેશ જવાબદાર હોય પણ પૃથ્વીના વધતા તાપમાનની હાનિકારક અસરો સમગ્ર વિશ્વએ ભોગવવી પડશે. આ વૈશ્વિક પડકાર વિરુદ્ધ દરેક દેશે સાથે મળીને લડવું પડશે. જો આપણે સાથે મળીને નહીં લડીએ તો આપણું પર્યાવરણ જ નહીં પરંતુ સંપૂર્ણ માનવજાતનું ભવિષ્ય ખતરામાં આવી શકે તેમ છે.

  1. Himalaya Threatened By Heatwave: એશિયાના વોટર ટાવર હિમાલયને હીટ વેવથી ખતરો, જાણો કેમ
  2. Buransh Started Blooming: ઉત્તરાખંડમાં હિમાલયનનું અસ્તિત્વ જોખમમાં, અઢી મહિના પહેલા બુરાંશ ખીલ્યા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.