ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામની અસર ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી પર પણ પડી શકે છે

author img

By

Published : May 3, 2021, 11:07 AM IST

પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામની અસર ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી પણ પડી શકે છે
પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામની અસર ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી પણ પડી શકે છે

પશ્ચિમ બંગાળમાં સંપૂર્ણ તાકાત લગાવ્યા છતાં પણ ભાજપ સત્તાથી તો દૂર જ રહી છે. ભાજપે અહીં માત્ર 78 સીટ પર કબજો કર્યો છે. બંગાળની પ્રજાએ હિન્દુત્વના એજન્ડાને સાઈડ પર રાખી મમતા બેનરજી પર વિશ્વાસ મુક્યો છે. આવતા વર્ષે ઉત્તરપ્રદેશમાં થનારી વિધાનસભાની ચૂંટણી છે, જેની તૈયારી અંદરખાને તમામ પાર્ટીઓમાં ચાલી રહી છે. હવે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે, શું 5 રાજ્યોની ચૂંટણીના પરિણામની અસર ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડની વિધાનસભા ચૂંટણી પર પણ પડશે.

  • પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં આ વખતે પણ કોંગ્રેસના હાથ ખાલી રહ્યા
  • પશ્ચિમ બંગાળમાં ભાજપે માત્ર 78 બેઠક મેળવી સંતોષ માનવો પડ્યો
  • 2 મોટા રાજ્યોના ચૂંટણી પરિણામ જોઈએ તો ભાજપની બેઠકમાં વધારો થયો

પટના (બિહાર): પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામે દેશની રાજનીતિને ફરી એક વાર વિચારવાની દિશા આપી છે. ભાજપે બંગાળમાં સત્તા મેળવવા ઘણા ધમપછાડા કર્યા પરંતુ સત્તા પર તો ન જ આવી શકી. ભાજપને માત્ર 78 બેઠકથી સંતોષ માનવો પડ્યો છે. 2 મોટા રાજ્યોના ચૂંટણી પરિણામ જોઈએ તો ભાજપની બેઠકમાં વધારો થયો છે.

આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામ પર પ્રશાંત કિશોરે કહ્યું, 'ચૂંટણી પંચ ભાજપનું સાથી'

બિહારમાં ભાજપ સાથે જોડાયેલી પાર્ટીઓ પણ બંગાળની ચૂંટણીની તૈયારીમાં હતું

પશ્ચિમ બંગાળ જ્યારે ચૂંટણીમાં જઈ રહ્યું હતું તો બિહારમાં ભાજપની સાથે જોડાયેલા પક્ષ પશ્ચિમ બંગાળની ચૂંટણીની તૈયારીમાં લાગેલું હતું. બિહારની વાત કરીએ તો NDAના તમામ ઘટક દળ જેવા કે JDU હોય કે પછી 'હમ' પશ્ચિમ બંગાળની ચૂંટણીની તૈયારી માટે તૈયારી કરી રહ્યા હતા, પરંતુ ભાજપે આ રાજકીય પાર્ટીઓને જે રીતે કિનારે રાખી તેની અસર સીધી પશ્ચિમ બંગાળને જોડીને ન જોઈ શકાય.

આ પણ વાંચોઃ બંગાળની ચૂંટણીના પરિણામની અસર UP વિધાનસભાની ચૂંટણી પર જોવા મળશેઃ યશવંત સિન્હા

બંગાળની આ વખતની ચૂંટણીમાં પણ કોંગ્રેસના હાથ ખાલી રહ્યા

કોંગ્રેસ ક્યારેય પણ બિહારમાં મજબૂતી સાથે સરકાર બનાવવા કે ચલાવવાની સ્થિતિમાં હતી ત્યારે પણ પશ્ચિમ બંગાળની રાજનીતિ પર તેનો પ્રભાવ નહતો. બિહાર કોંગ્રેસની રાજકીય જમીન હતી, પરંતુ ત્યારબાદ પણ પશ્ચિમ બંગાળમાં વામ દળોનો મજબૂત કિલ્લો બની જ રહ્યો. જોકે, મમતા બેનરજીએ જ્યારે પશ્ચિમ બંગાળમાંથી વામનો કિલ્લો ધ્વસ્ત કર્યો તો માનવામાં આવતું હતું કે, નવી રાજનીતિમાં રાજકીય પક્ષોને પણ જગ્યા મળશે, જે કહેવા માટે સૌથી જૂના છે અને રાજકીય દખલની રીતે કેટલાક શેર તો આ રાજકીય પાર્ટીઓને પણ મળશે, પરંતુ આ વખતના ચૂંટણી પરિણામમાં પણ કોંગ્રેસના હાથ ખાલી જ રહ્યા.

ભાજપે દરેક ચૂંટણી સભામાં રામ-રામના એજન્ડાને જ રિપીટ કર્યો હતો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી અંગે ભાજપે જે સ્ટેન્ડ ઉઠાવ્યું હતું. તેમાં દરેક ચૂંટણી સભાના સ્ટેજ પર રામ-રામના એજન્ડાને જ રિપીટ કરવાનો પ્રયાસ થયો હતો. આનું સૌથી મોટું કારણ એ છે કે, ભાજપને વિશ્વાસ હતો કે, જે રીતે મમતા બેનરજીએ બંગાળમાં કામ કર્યું છે. મુસ્લિમ રાજનીતિને બંગાળમાં જે હવા મળી અને તેનાથી એક વિશેષ વર્ગમાં જે ગુસ્સો હતો તે રામના નામ પર જ ભાજપની વોટ બેન્ક બની જશે. વિકાસની વાત ભલે ન કરવામાં આવે. ફક્ત રામની વાત કહેવામાં આવે તો પાર્ટીનો વિકાસ થઈ જશે. જોકે આવું કંઈ પણ અહીં જોવા ન મળ્યું.

બંગાળના પ્રચારમાં નીતિશ કુમારની અવગણના ભાજપને ભારે પડી લાગે છે

બિહારથી મોડલને લઈને ઘણી ચર્ચા થતી રહી છે. નીતિશ કુમારના હર ઘર નલ કા જલ યોજનાને નરેન્દ્ર મોદીએ દેશભરમાં શરૂ કરાવી હતા. બંગાળમાં પ્રચાર માટે નીતિશ કુમારની અવગણના ભાજપને ભારી પડી ગઈ લાગે છે. નીતિશ કુમાર ભાજપ માટે બિહારનો ચહેરો છે અને આ ચહેરાના દમ પર ભાજપને ઘણો ફાયદો પણ થયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.