ETV Bharat / bharat

અલવિદા સિદ્ધાર્થ શુક્લા: અભિનેતાની અંતિમ વિદાય પર લાખો લોકોની આંખો થઇ ભીની

author img

By

Published : Sep 3, 2021, 12:21 PM IST

Updated : Sep 3, 2021, 4:53 PM IST

જાણીતા ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું મુંબઈના ઓશિવારા સ્મશાનગૃહમાં બ્રહ્માકુમારી વિધિ મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સ્મશાનગૃહમાં, અભિનેતાની માતા અને બહેનો સહિત તમામ સંબંધીઓ અને નજીકના મિત્રો તેમને અંતિમ વિદાય આપવા આવ્યા હતા. તેમાં તેના બિગબોસ -13 ના સહ-સ્પર્ધક અસીમ રિયાઝ અને શોના પૂર્વ સ્પર્ધક વિકાસ ગુપ્તા પણ સામેલ હતા.

sid
સિદ્ધાર્થ શુક્લાના મુંબઈ ખાતે બ્રમ્હાકુમારીના રીવાજ મુજબ થશે અંતિસ સંસ્કાર

  • અભિનેતાના બ્રહ્માકુમારી વિધિ મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા
  • અભિનેતાની અંતિમ વિદાય સાથે તેના લાખો ચાહકોની આંખો ભીની છે
  • અભિનેતાના શરીર પર કોઇ પણ પ્રકારની ઇજાના નિશાન નહોતા મળ્યા

હૈદરાબાદ- જાણીતા ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું મુંબઈના ઓશિવારા સ્મશાનગૃહમાં બ્રહ્માકુમારી વિધિ મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સ્મશાનગૃહમાં અભિનેતાની માતા અને બહેનો સહિત તમામ સંબંધીઓ અને નજીકના મિત્રો તેમને અંતિમ વિદાય આપવા આવ્યા હતા. તેમાં તેના બિગબોસ -13 ના સહ-સ્પર્ધક અસીમ રિયાઝ અને શોના પૂર્વ સ્પર્ધક વિકાસ ગુપ્તા પણ સામેલ હતા.

અભિનેતાના મૃત્યુ પર શહનાઝની હાલત ખૂબ જ ખરાબ છે

સિદ્ધાર્થના નજીકના મિત્ર શહનાઝ ગિલ પણ અભિનેતાને વિદાય આપવા આવ્યા. અભિનેતાના મૃત્યુ પર શહનાઝની હાલત ખૂબ જ ખરાબ છે અને તે સ્મશાનગૃહમાં ખૂબ જ રડતી જોવા મળી હતી. સ્મશાનની બહાર, અભિનેતાના ચાહકોની ભીડ પણ તેમને અંતિમ વિદાય આપવા માટે આવી હતી. અભિનેતાની અંતિમ વિદાય સાથે તેના લાખો ચાહકોની આંખો ભીની છે. તમને જણાવી દઈએ કે, સિદ્ધાર્થનો મૃતદેહ મુંબઈની કૂપર હોસ્પિટલથી સીધો સ્મશાનગૃહમાં લાવવામાં આવ્યો હતો.

સિદ્ધાર્થ શુક્લાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો સામે

આ પહેલા સિદ્ધાર્થ શુક્લાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો, જેમાં ખુલાસો થયો છે કે, અભિનેતાના શરીર પર કોઇ પણ પ્રકારની ઇજાના નિશાન નહોતા મળ્યા, હવે હિસ્ટોપેથોલોજી અને કેમિકલ એનાલિસિસથી અભિનેતાના મોતનું કારણ શોધવામાં આવશે. સિદ્ધાર્થીનું પોસ્ટમોર્ટમ બુધવારે બપોરે 3.30 વાગ્યે શરૂ થયું હતું. ત્રણ ડોક્ટરે અભિનેતાનું પોસ્ટમોર્ટમ કર્યું અને એ દરમિયાન બે વોર્ડબોય, એક વીડિયોગ્રાફી ટીમ અને બે વિટનેસ હાજર હતા. અહીં અભિનેતાના અચાનક થયેલા નિધનથી પરિવારથી લઇને બોલિવૂડ અને ટીવી જગત સહિત તેમના ફેન્સ શોકમાં છે.

સિદ્ધાર્થ શુક્લાના મુંબઈ ખાતે બ્રમ્હાકુમારીના રીવાજ મુજબ થશે અંતિસ સંસ્કાર

અભિનેતા બાળપણથી જ માતા સાથે બ્રહ્માકુમારી સેન્ટર જતો હતો

અભિનેતા બાળપણથી જ માતા સાથે બ્રહ્માકુમારી સેન્ટર જતો હતો. સિદ્ધાર્થ પોતાના નવા ઘરમાં મેડિટેશન રૂમ બનાવી રહ્યો હતો. ત્યાં ડોક્ટરને અભિનેતાના શરીર પર સૂત્રો મુજબ કેઝ્યુઆલિટી વોર્ડમાં કેટલીયવાર સિદ્ધાર્થ શુક્લાના મૃતદેહની ઝીણવટથી તપાસ કરવામાં આવી. ત્યાં ડોક્ટરને અભિનેતાના શરીર પર ક્યાંય કોઇ પણ પ્રકારની ઇજાના નિશાન મળ્યા નથી. આ મામલમાં મુંબઇ પોલીસે હાલ સિદ્ધાર્થની માતા, બહેન અને જીજાનું નિવેદન નોંધ કર્યું છે.

સિદ્ધાર્થ પોતાના સુધી સીમિત રહેનારા વ્યક્તિ હતા

ત્યાં અભિનેતાની પીઆર ટીમે પરિવાર તરફથી નિવેદન જારી કરી કહ્યું કે, અભિનેતાના નિધનથી બધા દુખી છે અને બધા જાણે છે કે, સિદ્ધાર્થ પોતાના સુધી સીમિત રહેનારા વ્યક્તિ હતા, આથી મહેરબાની કરીને અભિનેતા અને પરિવારની ગોપનીયતાનું ધ્યાન રાખો. જણાવી દઇએ કે, બુધવારની રાત્રે સિદ્ધાર્થ શુક્લા દવા લઇને સૂઇ ગયા હતા અને ગુરુવારે સવારે ઉઠ્યા જ નહીં, ત્યાં હોસ્પિટલ પહોંચ્યા પહેલા સિદ્ધાર્થના મોતની પુષ્ટિ થઇ ચૂકી હતી.

Last Updated : Sep 3, 2021, 4:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.