ETV Bharat / bharat

One Nation One Election: એક રાષ્ટ્ર, એક ચૂટણીનો વિચાર જટીલ છે અને તેનો અમલ પડકારથી ભરપૂર છેઃ કૉંગ્રેસ

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 1, 2023, 7:15 PM IST

કૉંગ્રેસ પાર્ટીએ એક રાષ્ટ્ર, એક ચૂંટણી સંદર્ભે કેન્દ્ર સરકાર પર વાકપ્રહાર કર્યા છે. ભાજપ INDIA ગઠબંધનથી ડરી ગઈ છે અને ચિંતામગ્ન થઈ ગઈ છે. એક રાષ્ટ્ર, એક ચૂટણીનો વિચાર જટીલ છે અને તેનો અમલ પડકારોથી ભરપૂર છે.

એક રાષ્ટ્ર, એક ચૂંટણી અત્યંત જટીલ વિચાર છેઃ કૉંગ્રેસ
એક રાષ્ટ્ર, એક ચૂંટણી અત્યંત જટીલ વિચાર છેઃ કૉંગ્રેસ

નવી દિલ્હીઃ કૉંગ્રેસ પાર્ટીએ શુક્રવારે એક રાષ્ટ્ર, એક ચૂટણી સંદર્ભે કેન્દ્ર સરકારની ટીકા કરી છે. ભાજપને આગામી પાંચ વિધાનસભાની ચૂંટણીઓ હારવાનો ડર સતાવે છે. એક રાષ્ટ્ર, એક ચૂટણીનો વિચાર જટીલ છે અને તેનો અમલ પડકારોથી ભરપૂર છે.

પાંચ રાજ્યોની ચૂંટણીમાં હારનો ડરઃ પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન શકીલ અહમદે ઈટીવી ભારતને જણાવ્યું કે, મારુ વ્યક્તિગત રીતે માનવું છે કે ભાજપ ચિંતિત છે. તે આગામી સમયમાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમના પાંચ વિધાનસભાની ચૂંટણી હારી જશે તેવા ડરમાં છે. તેમણે ગયા વર્ષે હિમાચલ પ્રદેશ અને કર્ણાટકને ગુમાવી દીધા હતા. ભાજપ વિધાનસભા ચૂંટણી હારે તો તેના નકારાત્મક પ્રભાવો 2024ની લોકસભા ચૂંટણી પર પડશે. તેથી એક રાષ્ટ્ર, એક ચૂંટણીની સંકલ્પના લાવવામાં આવી છે.

બાજપાઈ પણ હાર્યા હતાઃ આ સંકલ્પનાને પરિણામે રાષ્ટ્રીય ચૂંટણીની સાથે રાજ્યની ચૂંટણીની મંજૂરી પણ મળી જશે. તેથી મોદી સરકાર લોકસભા ચૂંટણી વહેલી કરાવાનું જોખમ નહીં ખેડે. ભાજપના બાજપાઈ દ્વારા ઈન્ડિયા શાઈનિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું અને 2004ની રાષ્ટ્રીય ચૂંટણી હારી ગયા હતા. એક રાષ્ટ્ર, એક ચૂટણીનો વિચાર જટીલ છે અને તેનો અમલ પડકારથી ભરપૂર છે.

ભાજપ ખરાબ સ્થિતિમાંઃ કૉંગ્રેસ રાજ્યસભા સાંસદ અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ વિવેક તન્ખા અનુસાર સંસદના વિશેષ સત્રનો એજન્ડા હજુ સુધી જ્ઞાત નથી. આ સત્રમાં નવેમ્બર ડીસેમ્બર મહિનામાં વિધાનસભા ચૂંટણીથી બચવા એક રાષ્ટ્ર, એક ચૂંટણીનો પ્રસ્તાવ પસાર કરવામાં આવે છે. તેનો સીધો અર્થ ભાજપ વાસ્તવમાં ખરાબ સ્થિતિમાં છે.

INDIA ગઠબંધનની મજબૂતીથી ભાજપ પરેશાનઃ જાન્યુઆરીમાં અયોધ્યા મંદિરના ઉદ્દઘાટન બાદ રાજ્ય અને રાષ્ટ્રીય ચૂંટણી એક સાથે કરાવી શકે છે. આ તેમનો અગત્યનો દાવ સાબિત થશે. INDIA ગઠબંધનની મજબૂતીથી ભાજપ પરેશાન છે.

  1. INDIA Meeting News : વિપક્ષોના ગઠબંધન INDIAની બેઠક મુંબઈમાં સંપન્ન થઈ, સાથે મળીને ચૂંટણી લડવાનો સંકલ્પ લેવાયો
  2. One Nation One Election: કેન્દ્ર સરકારે વન નેશન વન ઇલેક્શન અંતર્ગત કમિટી રચી, આ મામલે ભાજપ અને કોંગ્રેસનો શું છે અભિપ્રાય ? જાણો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.