ETV Bharat / bharat

ડોક્ટરની બેદરકારીનો ભોગ બની નાની બાળકી, 19 વર્ષ બાદ મળ્યો ન્યાય

author img

By

Published : May 17, 2022, 1:52 PM IST

તેલંગાણાની હોસ્પિટલમાં ડૉક્ટરની બેદરકારીના કેસમાં (doctor Negligence case in telangana) રાજ્ય ગ્રાહક પંચે પીડિત પક્ષને 2016થી સાત ટકા વ્યાજ સાથે 16 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.

ડોક્ટરની બેદરકારીને કારણે હથેળી કાપવી પડી, આટલા લાખનું વળતર આપવું પડશે
ડોક્ટરની બેદરકારીને કારણે હથેળી કાપવી પડી, આટલા લાખનું વળતર આપવું પડશે

હૈદરાબાદ: તેલંગાણાના વારંગલ જિલ્લામાં ડોક્ટરની બેદરકારીને કારણે (doctor Negligence case in telangana) એક બાળકીનો હાથ કાપવો પડ્યો. લગભગ 19 વર્ષની કાનૂની લડાઈ બાદ બાળકીને ન્યાય મળ્યો (doctor Negligence case) છે. રાજ્ય ઉપભોક્તા પંચે હાલમાં જ આ નિર્ણય આપ્યો (palm had to be cut) છે. પીડિતાને લગભગ 16 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે ડૉક્ટર અને વીમા કંપનીએ પણ સપ્ટેમ્બર 2016થી આ રકમ પર 7 ટકા વ્યાજ ચૂકવવું પડશે.

આ પણ વાંચો: AIMPLBએ જ્ઞાનવાપી કેમ્પસમાં કમિશનની કાર્યવાહી પર વ્યક્ત કરી નારાજગી, કહ્યું- મુસ્લિમો ક્યારેય...

2003માં શું થયું: 4 વર્ષની પુત્રી સૌમ્યાને તાવ આવતાં રમેશબાબુ હનુમાકોંડામાં અમૃતા નર્સિંગ હોમ લઈ ગયા. સલાઈન દરમિયાન ખોટી સોય લગાવવાને કારણે બાળકીના જમણા હાથ પર સોજો આવી ગયો, દુખાવો વધ્યો. પરિસ્થિતિ એવી બની કે, છોકરીને હૈદરાબાદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપવામાં આવી, પરંતુ માતા-પિતા વધુ પૈસા ખર્ચવાની સ્થિતિમાં નહોતા. રમેશબાબુ પુત્રીને વારંગલ એમજીએમ હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોકટરોએ ચેપગ્રસ્ત હથેળી કાપી નાખી. આ પછી સૌમ્યાના પિતા રમેશબાબુએ જિલ્લા ગ્રાહક ફોરમનો સંપર્ક કર્યો.

આ પણ વાંચો: કૉંગ્રેસ નેતા કાર્તિ ચિદમ્બરમની ચિંતા ફરી વધી, નિવાસસ્થાન અને ઓફિસ પર CBIના દરોડા

ડોક્ટરની બેદરકારી: તેણે આરોપ લગાવ્યો કે, અમૃતા નર્સિંગ હોમના ડોક્ટરની બેદરકારીને કારણે દીકરી વિકલાંગ બની ગઈ. તેના પર જિલ્લા કોર્ટે 2016માં 16 લાખનું વળતર ચૂકવવાનો ચુકાદો આપ્યો હતો, આને પડકારતાં ડૉ.જી. રમેશ અને વીમા કંપનીના પ્રતિનિધિઓએ રાજ્ય ગ્રાહક કમિશનમાં અલગ-અલગ અપીલ દાખલ કરી હતી. કન્ઝ્યુમર કમિશનના અધ્યક્ષ જસ્ટિસ એમેસ્કે જયશ્વલ અને સભ્યો મીનારામનાથન અને કે. રંગારાવની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. પીડિત પરિવાર તરફથી એડવોકેટ વી ગૌરીશંકર રાવ હાજર રહ્યા હતા. દલીલો સાંભળ્યા બાદ ટ્રિબ્યુનલ એવા નિષ્કર્ષ પર આવી હતી કે સલાઈન આપવા માટે પાઈપ લગાવવાના મામલે ડોક્ટરે બેદરકારી દાખવી હતી. ફોરમે ડૉક્ટર અને વીમા કંપનીની અપીલને ફગાવી દીધી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.