ETV Bharat / bharat

Tamil nadu Cock Fight: તમિલનાડુ કોર્ટે મરઘાના પગ પર બ્લેડ બાંધ્યા વિના લડવાની મંજૂરી આપી

author img

By

Published : Jan 8, 2022, 4:16 PM IST

મળતી માહિતી મુજબ, આ અરજી જજ જીઆર સ્વામી નાથન સમક્ષ તપાસમાં આવી હતી. સુનાવણી દરમિયાન ન્યાયાધીશે કહ્યું કે, રુસ્ટરના પગમાં કોઈ બ્લેડ કે છરી ન બાંધવી જોઈએ. કોઈ પણ કૂકડાને મારવા માટે લડાઈ (Tamil nadu Cock Fight) ન કરાવી જોઈએ.

Tamil nadu Cock Fight: તમિલનાડુ કોર્ટે મરઘાના પગ પર બ્લેડ બાંધ્યા વિના લડવાની મંજૂરી આપી
Tamil nadu Cock Fight: તમિલનાડુ કોર્ટે મરઘાના પગ પર બ્લેડ બાંધ્યા વિના લડવાની મંજૂરી આપી

થેની: તમિલનાડુના ઉથમપાલયમના વતની થંગમુથુએ પોંગલ તહેવારની ઉજવણી માટે મરઘાના પગમાં બ્લેડ બાંધ્યા વિના લડવા (Tamil nadu Cock Fight)ની પરવાનગી માંગતી મદુરાઈ હાઈકોર્ટમાં અરજી કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ ઇવેન્ટમાં તમિલનાડુ સરકાર દ્વારા નિર્ધારિત તમામ નિયમો અને સાવચેતીઓનું પાલન કરવામાં આવશે.

16 જાન્યુઆરીએ કોક ફાઈટનું આયોજન

આ સાથે અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, 16 જાન્યુઆરીએ કોક ફાઈટનું આયોજન કરવા માટે સંબંધિત અધિકારીઓ પાસેથી પરવાનગી માંગવામાં આવી છે. અરજદારે કહ્યું કે, કોક ફાઈટ માટે કોર્ટનો આદેશ ફરજિયાત છે, તેથી કૃપા કરીને અમને 16મી જાન્યુઆરીએ ઉથમપાલયમ ખાતે પોંગલ તહેવારની ઉજવણી માટે કોક ફાઈટનું આયોજન કરવાની મંજૂરી (Tamil Nadu court allows Cock Fight ) આપો.

17 જાન્યુઆરીએ કોકફાઇટ યોજવાની છૂટ

મળતી માહિતી મુજબ, આ અરજી જજ જીઆર સ્વામીનાથન સમક્ષ પૂછપરછમાં આવી હતી. સુનાવણી દરમિયાન ન્યાયાધીશે કહ્યું કે, મરઘાના પગમાં કોઈ બ્લેડ કે, છરી ન બાંધવી જોઈએ. કોઈ પણ કૂકડાને મારવા માટે લડાઈ ન કરવી જોઈએ. ન્યાયાધીશે કહ્યું કે, 16 જાન્યુઆરીએ રવિવાર હોવાથી, જેને સંપૂર્ણ લોકડાઉન તરીકે જાહેર કરવામાં આવ્યો છે, તેથી બીજા દિવસે, 17 જાન્યુઆરીએ કોકફાઇટ યોજવાની છૂટ છે.

આ પણ વાંચો:

Top News: ગુજરાતમાં આજથી વધ્યા નિયંત્રણો, રાત્રે 10 વાગ્યાથી કર્ફ્યૂ. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

Nagpur High Alert: કાશ્મીરી યુવકોએ નાગપુરમાં રેકી કરતા એલર્ટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.