ETV Bharat / bharat

અફઘાનિસ્તાનમાં અમેરિકાના વિમાનના પાંખિયા પર દોરડું બાંધી તાલિબાનીઓ ઝૂલી રહ્યા છે હિંચકો, ચીને અમેરિકાની ઉડાવી મજાક

author img

By

Published : Sep 10, 2021, 10:06 AM IST

અફઘાનિસ્તાનમાં અમેરિકાના વિમાનના પાંખિયા પર દોરડું બાંધી તાલિબાનીઓ ઝૂલી રહ્યા છે હિંચકો, ચીને અમેરિકાની ઉડાવી મજાક
અફઘાનિસ્તાનમાં અમેરિકાના વિમાનના પાંખિયા પર દોરડું બાંધી તાલિબાનીઓ ઝૂલી રહ્યા છે હિંચકો, ચીને અમેરિકાની ઉડાવી મજાક

અફઘાનિસ્તાન પર તાલિબાનીઓએ કબજો કર્યા પછી અમેરિકાએ અફઘાનિસ્તાન છોડી દીધું છે. તો અમેરિકી સૈનિકો પોતાના સૈન્ય સાધનો અહીં જ છોડીને જતા રહ્યા છે. ત્યારે તાલિબાની આતંકવાદીઓ અમેરિકા અહીં છોડી ગયેલા પ્લેન્સમાં હિંચકો બનાવી ઝૂલી રહ્યા છે. આ અંગે એક વીડિયો પણ ટ્વિટર પર વાઈરલ થયો છે, જેમાં તાલિબાનીઓ વિમાનના પાંખિયા પર દોરડું બાંધી હિંચકો ખાઈ રહ્યા છે. તો ચીને આ અંગે અમેરિકાની મજાક ઉડાવી છે.

  • અફઘાનિસ્તાનમાં અમેરિકા પોતાના સૈન્ય સાધનો છોડીને ભાગ્યું
  • અમેરિકાના વિમાનના પાંખિયા પર દોરડું બાંધી તાલિબાનીઓ ખાઈ રહ્યા છે હિંચકા
  • ચીને ટ્વિટર પર વીડિયો શેર કરી અમેરિકાની ઉડાવી મજાક
  • આ તમામ વિમાન 8,000 કરોડ રૂપિયાથી વધુની કિંમતના છે

કાબુલઃ અમેરિકી સૈનિકો અફઘાનિસ્તાનમાં અનેક સૈન્ય ઉપકરણો છોડીને જતા રહ્યા છે. ત્યારે હાલમાં જ એક વીડિયો ટ્વિટર પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં અમેરિકાના પ્લેન્સના પાંખિયા પર દોરડું બાંધી તાલિબાનીઓ હિંચકો ખાઈ રહ્યા છે. આ વીડિયોમાં 4 સુપર ટુકાનો ફાઈટર પ્લેન્સ જોવા મળે છે. આ દરેક વિમાનની કિંમત 2,000 કરોડ રૂપિયાથી વધુ છે. જોકે, આમાંથી એક પણ વિમાન ઉડી શકે તેવું નથી. અફઘાનિસ્તાનમાં એરફોર્સના પાઈલટ્સ પણ ડ્યૂટી જોઈન નથી કરી રહ્યા. એટલે 8,000 કરોડથી વધુની કિંમતના આ વિમાન હવે હિંચકો ખાવાના કામમાં આવી રહ્યા છે.

આ પણ વાંચો- Afghansitan Crisis: UNSC માં ભારતે કહ્યું- અફઘાનિસ્તાનની સ્થિતિ હજુ પણ નાજુક, તે અમારા માટે ચિંતાનો વિષય

વીડિયોમાં તાલિબાનીઓએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું

અમેરિકી સૈનિકોએ તો અફઘાનિસ્તાન છોડી દીધું પણ સૈન્ય સાધનોથી લઈને ફાઈટર જેટ્સ સુધી તમામ સાધનો તાલિબાનના ખોળામાં નાખી દીધા છે. તાલિબાનીઓએ તો જીવનમાં ક્યારેય આવા આધુનિક સાધનો જોયા જ નહીં હોય. તેમ જ આ સાધનોનો ઉપયોગ કઈ રીતે કરવો તે પણ તેને ખબર નહીં જ હોય. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર તાલિબાનીઓની બુદ્ધિની પ્રદર્શન કરતો વીડિયો વાઈરલ થયો છે, જેમાં તાલિબાનીઓ વિમાનના પાંખિયા પર દોરડું બાંધી હિંચકો ખાઈ રહ્યા છે. ત્યારે ચીને અમેરિકાની ખૂબ જ મજાક ઉડાવી છે.

આ પણ વાંચો- અફઘાનિસ્તાનમાં મહિલાઓ હવે કોઈ પણ રમત નહીં રમી શકે, તાલિબાનીઓએ લગાવ્યો પ્રતિબંધ

એરપોર્ટ પર 73 વિમાન એવા છે, જે કયારેય ઉડી નહીં શકે

કાબુલના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 73 વિમાન એવા છે, જે હવે ક્યારેય ઉડી નહીં શકે. આ રીતે તાલિબાને અફઘાન આર્મી સાથે લડાઈ દરમિયાન અનેક હેલિકોપ્ટર્સ અને વિમાનને નષ્ટ કરી દેવાનો દાવો કર્યો હતો. કંધાર અને હેરાત જેવા શહેરોથી આ પ્રકારના વિમાનોના ફોટો સામે આવી ચૂક્યા છે અને અનેક વિમાન એવા છે, જેને ઉડાડવા માટે તાલિબાન પાસે પાઈલટ પણ નથી. હવે એવા હથિયારોનું શું કરે. કારણ કે, તે તો વેંચાશે નહીં. તો હવે તાલિબાનીઓએ આ વિમાનનો ઉપયોગ હિંચકો ખાવા કર્યો છે. તાલિબાનીઓ હથિયારોને પોતાના મનોરંજન માટે ઉપયોગ કરે છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો. તાલિબાનીઓ હિંચકા ખાઈ મસ્તી કરી રહ્યા છે.

ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ અમેરિકાની મજાક ઉડાવી

તો ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિઝિયાન ઝાઓએ વીડિયો શેર કરતા અમેરિકાની મજા લઈ રહ્યા છે. ઝાઓએ લખ્યું હતું કે, સામ્રાજ્યોના કબ્રગાહ અને તેમના લડાઈના મશીનો. તાલિબાનો તે વિમાન પર હિંચકા ખાઈ રહ્યા છે અને તેને રમકડાંમાં ફેરવી દીધું છે. આ પહેલા પણ તાલિબાની આતંકવાદીઓના એવા અનેક વીડિયો સામે આવ્યા છે, જેમાં તે ક્યાંક નાચતા દેખાઈ રહ્યા છે. તો ક્યાંક બાળકોના એમ્યુઝમેન્ટ પાર્કમાં હિંચકા ખાઈ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.