Afghansitan Crisis: UNSC માં ભારતે કહ્યું- અફઘાનિસ્તાનની સ્થિતિ હજુ પણ નાજુક, તે અમારા માટે ચિંતાનો વિષય

author img

By

Published : Sep 10, 2021, 8:31 AM IST

TS તિરુમૂર્તિ

TS તિરુમૂર્તિએ સંયુક્ત રાષ્ટ્રમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, અફઘાનિસ્તાનનો ઉપયોગ કોઈ પણ દેશને ધમકી આપવા, હુમલો કરવા, આતંકવાદીઓને આશરો આપવા અથવા આતંકવાદી પ્રવૃત્તિની યોજના બનાવવા માટે થવો ન જોઇએ.આતંકવાદ અફઘાનિસ્તાન માટે ગંભીર ખતરો છે. આથી તે મહત્વનું છે કે આ સંદર્ભે કરવામાં આવેલી પ્રતિબદ્ધતાઓનું સન્માન અને પાલન કરવામાં આવે.

  • સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્પષ્ટ શબ્દોમાં તાલીબાનોને જવાબ
  • UNSC માં ભારતે કહ્યું- અફઘાનિસ્તાનની સ્થિતિ હજુ પણ નાજુક
  • અફઘાનિસ્તાનની સ્થિતિ ભારત માટે ચિંતાનો વિષય

ન્યૂયોર્ક : અફઘાનિસ્તાન પર યુએનએસસીની ચર્ચામાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિ (TS Tirumurti) એ જણાવ્યું હતું કે, અમે છેલ્લા મહિના દરમિયાન અફઘાનિસ્તાનની પરિસ્થિતિમાં પરિવર્તન જોયું છે. તેમણે કહ્યું કે અફઘાન ભૂમિનો ઉપયોગ કોઈપણ દેશને ધમકી આપવા અથવા હુમલો કરવા અથવા આતંકવાદીઓને આશરો આપવા માટે થવો ન જોઇએ. આ ઉપરાંત, તેનો ઉપયોગ આતંકવાદીઓને તાલીમ આપવા અને આતંકવાદી મનસૂબાને સફળ બનાવવા માટે આયોજન અને ભંડોળ માટે પણ થવો જોઈએ નહીં.

TS તિરુમૂર્તિનું નિવેદન


કાબુલ હુમલાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ગયા મહિને કાબુલ એરપોર્ટ પર એક નિંદનીય હુમલો જોવા મળ્યો છે. આતંકવાદ અફઘાનિસ્તાન માટે ગંભીર ખતરો છે. આથી તે મહત્વનું છે કે આ સંદર્ભે કરવામાં આવેલી પ્રતિબદ્ધતાઓનું સન્માન અને પાલન કરવામાં આવે. તેમણે કહ્યું કે અમે અફઘાનીઓ કોઈપણ અવરોધ વિના વિદેશ પ્રવાસ કરી શકશે તે નિવેદનની પણ નોંધ લીધી.અમે આશા રાખીએ છીએ કે અફઘાનિસ્તાનના સલામત માર્ગ અને અફઘાનિસ્તાનથી તમામ વિદેશી નાગરિકો સહિત આ પ્રતિબદ્ધતાઓનું પાલન કરવામાં આવશે.

આ પણ વાંચો : મધ્યપ્રદેશના છિંદવાડામાં રોડ અકસ્માત, 6 લોકોના મોત, 2 ઇજાગ્રસ્ત

સુરક્ષા પરિષદ આતંકવાદ માટે અફઘાન ભૂમિના ઉપયોગની મંજૂરી નહીં આપે

તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનની સ્થિતિને લઈને ઓગસ્ટમાં સુરક્ષા પરિષદ ત્રણ વખત મળી હતી. ખાસ કરીને, યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ રિઝોલ્યુશન (UNSCR) 2593 અફઘાનિસ્તાન પર સ્પષ્ટપણે મહત્વના અને તાત્કાલિક મુદ્દાઓની શ્રેણી પર કાઉન્સિલની અપેક્ષાઓ સ્પષ્ટ કરે છે.અફઘાનિસ્તાનના પાડોશી તરીકે, અમને અફઘાનિસ્તાન પર કાઉન્સિલની અધ્યક્ષતા કરવાનો લહાવો મળ્યો છે. અમે કેટલીક સામૂહિક ચિંતાઓ ધ્યાનમાં લીધી છે. તેમણે કહ્યું કે સુરક્ષા પરિષદ આતંકવાદ માટે અફઘાન ભૂમિના ઉપયોગની મંજૂરી નહીં આપે.

આ પણ વાંચો : top news: આજે ગણેશ ચતુર્થી ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ઉજવાશે. વાંચો માત્ર એક ક્લિકમાં...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.