ETV Bharat / bharat

તેજિન્દર બગ્ગાને પંજાબ-હરિયાણા કોર્ટમાંથી મળી રાહત, 10 મે સુધી નહીં થઈ શકે ધરપકડ

author img

By

Published : May 8, 2022, 3:36 PM IST

તેજિન્દર બગ્ગાને પંજાબ-હરિયાણા કોર્ટમાંથી મળી રાહત
તેજિન્દર બગ્ગાને પંજાબ-હરિયાણા કોર્ટમાંથી મળી રાહત

બીજેપી નેતા તેજિન્દર પાલ સિંહ બગ્ગાની ધરપકડ (Tajinder Pal Singh Bagga Case) પર 10 મે સુધી રોક લગાવવામાં આવી છે. પંજાબ-હરિયાણા હાઈકોર્ટે બગ્ગાના ધરપકડ વોરંટ પર સુનાવણી કર્યા બાદ આ નિર્ણય આપ્યો છે. અગાઉ પણ મોહાલી કોર્ટે બગ્ગા વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું હતું અને પંજાબ પોલીસને બગ્ગાની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

નવી દિલ્હી: ભાજપના નેતા તેજિન્દરપાલ સિંહ બગ્ગાને (Tajinder Pal Singh Bagga Case) પંજાબ તથા હરિયાણા કોર્ટે (Punjab and Haryana High Court) મોટી રાહત આપી દીધી છે. મોડીરાત સુધી હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી બાદ તેજિન્દરપાલ સિંહ બગ્ગા (Tajinder Pal Singh Bagga)સામે ધરપકડના વોરંટ (TajinderPal Bagga Arrest Warrant) પર તારીખ 10 મે સુધી સ્ટે આપી દેવામાં આવ્યો છે. એટલે કે, તારીખ 10 મેં સુધી એની કોઈ ધરપકડ નહીં થઈ શકે. ચીફ જસ્ટિસ અનુપ ચિતકારાએ મોડીરાત્રે પોતાના ઘરેથી બગ્ગાની અરજી પર સુનાવણી કરતા આ ચૂકાદો જાહેર કર્યો હતો. આ પહેલા મોહાલી કોર્ટે બગ્ગા સામે ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું. પંજાબ પોલીસને (Punjab Police) આદેશ આપવામાં આવ્યો હતો કે, બગ્ગાની ધરપકડ કરીને કોર્ટમાં એને રજૂ કરવામાં આવે છે.

આ પણ વાંચો: Tejinder Bagga arrest case: શું બીજેપી નેતા બગ્ગાને ફરી જવુ પડશે જેલમાં ?

શું થયું કોર્ટમાં : પંજાબના વકીલ જનરલે રાજ્ય સરકાર તરફથી કોર્ટમાં એવું કહ્યું કે, તારીખ 10 મેં 11.00 વાગ્યા સુધી બગ્ગાની સામે બિનજામીન પાત્ર વોરંટ (Non Bailable Warrant) પર કોઈ કાર્યવાહી નહીં થાય. એ પછી કોર્ટે એવું કહ્યું કે, એડવોકેટ જનરલની વાતને ધ્યાને રાખીને આ મામલે તારીખ 10 મેંના રોજ સુનાવણી કરાશે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ (Punjab and Haryana High Court) સામે તેજિન્દરપાલસિંહ બગ્ગાના વકીલ ચેતન મિત્તલે કહ્યું હતું કે, કોર્ટે FIR રીપર્ટ રદ્દ કરવાની માંગ કરતી અરજીમાં આગળની તારીખ આપી દીધી છે. ત્યાં સુધી કોઈ દંડાત્મક પગલાં સામે એને સુરક્ષા પૂરી પાડી છે. પંજાબની કોર્ટના ચીફ જસ્ટિસ ભાજપના નેતા સામે ધરપકડ વોરંટ (Arrest Warrant) જાહેર કર્યું હતું. રાજ્યની ક્રાઈમ બ્રાંચના (Crime Branch) અધિકારીઓને આદેશ આપી ચીફ જસ્ટિસ કહ્યું કે,તેજિન્દરપાલ સિંહ બગ્ગા, પુત્ર પ્રીતપાલસિંહ 1/170 જનકપુરી દિલ્હી. પર IPC 153-A, 505, 505 (2) અને 506 અંતર્ગત આરોપ લાગુ છે. અધિકારીઓને આદેશ આપવામાં આવે છે કે, તેજિન્દરપાલ સિંહ બગ્ગાની ધરપકડ કરવામાં આવે અને કોર્ટમાં એને રજૂ કરવામાં આવે હતું.

આવો છે સમગ્ર મામલો : પંજાબ પોલીસે એપ્રિલમાં ઉશ્કેરણીજનક ભાષણ દેવા, દુશ્મનીને પ્રેરવા અને ધમકી આપવાના ગુના અંતર્ગત FIR નોંધવામાં આવી હતી. મોહાલીના આમ આદમી પાર્ટીના (AAP) નેતા સન્ની અહલુવાલિયાની ફરિયાદ પર આ મામલો પોલીસ ચોપડે નોંધાયો હતો. તારીખ 31 માર્ચના રોજ ભાજપના યુવા સંગઠન સાથે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તારીખ 31 માર્ચના ભાષણને લઈને બીજા દિવસે એની સામે કેસ નોંધાયો હતો. એ પછી પંજાબ પોલીસે શુક્રવારના રોજ બગ્ગાની દિલ્હીથી ધરપકડ કરી લીધી હતી. પંજાબ પોલીસ બગ્ગા (Bagga a BJP spokesperson)ને લઈને મોહાલી જઈ રહી હતી. પણ કુરૂક્ષેત્રમાં હરિયાણા પોલીસ (Haryana Police) ની ટીમે એને અટકાવ્યા હતા. ધરપકડ બાદ એવી વિગત સામે આવી કે, દિલ્હીમાં બગ્ગાના પરિવારજનો તરફથી સામી ફરિયાદ થઈ હતી. આ પછી દિલ્હી પોલીસે (Delhi police) બગ્ગાના અપહરણનો કેસ નોંધી તપાસ કરી હતી. પછી આરોપનુ ઠીકરૂ પંજાબ પોલીસ (Punjab police) પર ફોડી દેવાયું હતું.

આ પણ વાંચો: Bagga Return: બગ્ગા અંગે દિવસભર રમાયું હાઈપ્રોફાઈલ ડ્રામા, જાણો 17 પોઈન્ટમાં ક્યારે શું થયું ?

પોલીસ Vs પોલીસ: આ સમગ્ર કેસની જાણકારી દિલ્હી પોલીસ તરફથી હરિયાણા પોલીસને આપવામાં આવી હતી. આ જાણકારી બાદ કુરૂક્ષેત્રમાં પંજાબ પોલીસના કાફલાને રોકી દેવામાં આવ્યો હતો. આ કેસને લઈને બે રાજ્યની પોલીસ સામસામે આવી ગઈ હતી. પછી એવી જાણકારી આવી કે, દિલ્હીમાં ભાજપે પંજાબ પોલીસ સામે બગ્ગાના અપહરણનો કેસ નોંધાયો છે. પછી આ વિવાદમાં દિલ્હી પોલીસની એન્ટ્રી થઈ. હરિયાણા, પંજાબ અને દિલ્હી એમ ત્રણ પ્રાંતની પોલીસ પીપલી સદર પોલીસ સ્ટેશનમાં એકઠી થઈ ગઈ હતી. એ પછી હરિયાણા પોલીસે બગ્ગાને દિલ્હી પોલીસને સોંપી દીધો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.