ETV Bharat / bharat

Pm modi on MS Swaminathan: ખરા અર્થમાં ખેડૂત વિજ્ઞાની હતાં, સ્વામીનાથને જુનૂન સાથે ભારતના કૃષિ ક્ષેત્રને કર્યુ મજબૂત - નરેન્દ્ર મોદી

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 7, 2023, 3:48 PM IST

ભારતની હરિત ક્રાંતિના જનક તરીકે પ્રસિદ્ધ સ્વામીનાથને યાદ કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખ્યું કે, એમ.એસ.સ્વામીનાથ હવે આપણી વચ્ચે નથી રહ્યાં. આપણા દેશે એક દૂરદર્શી તેમજ મહાન વ્યક્તિ ગુમાવ્યાં છે, જેમણે ભારતના કૃષિ ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન કર્યું'.

narendra modi with MS Swaminathan
narendra modi with MS Swaminathan

નવી દિલ્હી: કિસાન વૈજ્ઞાનિક તરીકે જાણીતા પ્રોફેસર એમ.એસ.સ્વામીનાથન 28 સપ્ટેમ્બરે દુનિયાને અલવિદા કરી ગયાં. ભારતની હરિત ક્રાંતિના જનક તરીકે પ્રસિદ્ધ સ્વામીનાથનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસ્મરણ કર્યુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક બ્લોગ લખ્યો છે, જેમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે, કેવી રીતે દેશ તેમના યોગદાનને ભૂલી શકતો નથી. પ્રધાનમંત્રી મોદીએ તેમને ખેડૂત વિજ્ઞાનિક ગણાવ્યાં અને કહ્યું કે, તેમના યોગદાનના કારણે ભારત કૃષિમાં આત્મનિર્ભર બની શક્યો છે.

  • Penned a few thoughts on Professor MS Swaminathan's indelible contribution towards making India self-sufficient in agriculture. He worked extensively for the prosperity of our farmers. https://t.co/xKWXlo8AqR

    — Narendra Modi (@narendramodi) October 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

એમ.એસ.સ્વામીનાથનનું સંસ્મરણ: પ્રધાનમંત્રી મોદીએ લખ્યું કે, દેશે એક એવા દૂરદર્શી વ્યક્તિને ગુમાવ્યાં છે, જેણે ભારતમાં કૃષિ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન કર્યા. તેઓ 1943માં બંગાળમાં પડેલા દુષ્કાળના કારણે એટલા બધા દુ:ખી થયાં હતાં કે, તેમણે કૃષિ ક્ષેત્રમાં સુધારો કરવો પોતાનો ધ્યેય બનાવી લીધો. ખુબ ઓછી વયે તેઓ ડો. નોર્મન બોરલોગના સંપર્કમાં આવ્યાં અને તેમના કામને ઉંડાઈથી સમજ્યું. તેમણે અમેરિકામાંથી પણ ઓફર આવી, પરંતુ તેમણે ભારતમાં રહીને પતાના દેશ માટે કામ કરવાનું વિચાર્યું.JP Nadda Meets Ramoji Rao: જેપી નડ્ડા હૈદરાબાદમાં RFC ખાતે રામોજી રાવને મળ્યા

પ્રધાનમંત્રી મોદીનો બ્લોગ: પોતાના બ્લોગમાં પ્રધાનમંત્રી મોદી લખે છે કે. પ્રોફેસર સ્વામીનાથને ઘણા પડકારોનો સામનો કર્યો. 1960ના દાયકાની શરૂઆતમાં ભારત દુષ્કાળથી ઝઝૂમી રહ્યું હતું. આ દરમિયાન તેમની દ્રઢ પ્રતિબદ્ધતા અને દૂરદર્શિતાથી કૃષિ ક્ષેત્રના એક નવા યુગની શરૂઆત કરી. તેમના કારણે જ કૃષિ અને ઘઉંનું પ્રજનન જેવા વિશિષ્ટ ક્ષેત્રોમાં કામ થયું અને પછી ઘઉંનું ઉત્પાદન વધ્યું. તેમને ભારતીય હરિત ક્રાંતિના જનકની ઉપાધિ મળી, જે બિલ્કુલ યોગ્ય પણ છે.

પ્રધાનમંત્રી મોદીએ સંસ્મરણો વાગોળ્યાં: પ્રધાનમંત્રી મોદીએ લખ્યું કે, 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમની સાથે મુલાકાત થઈ હતી. તે દરમિયાન તેમણે સોઈલ હેલ્થ કાર્ડની પહેલ કરી હતી. જેથી માટી વિશે સમજી શકાય. આ યોજનાના સિલસિલામાં પ્રધાનમંત્રી મોદીની મુલાકાત પ્રોફેસર સ્વામીનાથ સાથે થઈ. તેમણે આ યોજનાની સરાહના કરી અને તેના માટે પોતાના બહુમૂલ્ય સુચનો પણ આપ્યાં. પ્રધાનમંત્રી બન્યા બાદ પણ તેમની સાથે મુલાકાત થતી રહી.

સ્વામીનાથનનું યોગદાન: પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે. હું તેમને 2016માં ઈન્ટરનેશનલ એગ્રો-બાયોડાઈવર્સિટી કોંગ્રેસમાં મળ્યો હતો. પછીના વર્ષે 2017માં મે તેમના દ્વારા લિખિત બે-ભાગ વાળી પુસ્તક શ્રૃખંલા લોન્ચ કરી. ઘણા લોકો તેમને કૃષિ વૈજ્ઞાનિક કહે છે, એટલે કે, કૃષિના એક વિજ્ઞાનિક. પરંતુ મારૂં હંમેશા એ માનવું રહ્યું છે કે, તેના વ્યક્તિત્વનો વિસ્તાર તેનાથી ક્યાંય વધુ હતો. તેઓ એક સાચા કિસાન વૈજ્ઞાનિક હતાં. એટલે કિસાનોના વિજ્ઞાનિક. તેમના દિલમાં એક કિસાન વસતો હતો

આ પણ વાંચો

  1. JP Nadda Meets Ramoji Rao: જેપી નડ્ડા હૈદરાબાદમાં RFC ખાતે રામોજી રાવને મળ્યા
  2. World Cotton Day 2023: આજે 'વિશ્વ કપાસ દિવસ', જાણો ભારતમાં કપાસના ઉત્પાદનમાં ગુજરાત કયા નંબરે છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.