ETV Bharat / bharat

Swami Prasad Maurya's Controversy: હિન્દૂ ધર્મને લઈને સ્વામી પ્રસાદ મૌર્યનું ફરી એકવાર વિવાદિત નિવેદન

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 29, 2023, 1:04 PM IST

સ્વામી પ્રસાદ મૌર્યનું વધુ એક વિવાદાસ્પદ નિવેદન
સ્વામી પ્રસાદ મૌર્યનું વધુ એક વિવાદાસ્પદ નિવેદન

સ્વામી પ્રસાદ મોર્યએ રવિવારે હિન્દુ ધર્મ અને બ્રાહ્મણ સમાજની ટીકા કરતું એક ટ્વિટ (એક્સ) કર્યુ હતું. જેના પરિણામે ઉત્તરપ્રદેશનું રાજકારણ ગરમાયું છે. વાંચો સમગ્ર ઘટનાક્રમ

લખનઉઃ સ્વામી પ્રસાદે ફરી એક વાર બ્રાહ્મણ અને હિન્દુ વિરોધી નિવેદન આપ્યું છે. આ મુદ્દે ભાજપે સપા પર વાકપ્રહાર કર્યા છે. ભાજપે સપાને પોતાના રાષ્ટ્રીય મહાસચિવને બ્રાહ્મણ સમાજ અને હિન્દુ ધર્મને અપમાનિત કરવાની જવાબદારી સોંપવાનો દાવો કર્યો છે. સમાજવાદી પાર્ટી આવા નિવેદનો દ્વારા કોમી હુલ્લડો ભડકાવવાનું કામ કરે છે.

  • श्री स्वामी प्रसाद मौर्य को धार्मिक मुद्दों पर हर दिन बोलने से बचना चाहिए आपने वर्षो पहले बौद्ध धर्म स्वीकार कर लिया था इसका यह मतलब कत्तई नहीं कि आप हिन्दू धर्म की लगातार आलोचना करें।
    आप 5 वर्ष बीजेपी में रहते हुए ये मुद्दे नहीं उठाये।

    आपके ऐसे विचारों से पार्टी हरगिज सहमत नहीं…

    — I.P. Singh (@IPSinghSp) August 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

બ્રાહ્મણવાદ ઘાતકઃ સ્વામી પ્રસાદ મૌર્યએ ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, બ્રાહ્મણવાદના મૂળિયા બહુ ઊંડા છે, બ્રાહ્મણવાદ જ દરેક વિષમતાનું મુખ્ય કારણ છે. હિન્દુ નામનો તો કોઈ ધર્મ છે જ નહીં, હિન્દુ ધર્મ માત્ર દગો છે. સાચા અર્થમાં જે બ્રાહ્મણ ધર્મ છે તેને હિન્દુ ધર્મ નામ આપીને દેશના દલીતો, આદિવાસીઓ અને પછાતોને તેમના ધર્મની જાળમાં ફસાવવાનું ષડયંત્ર કરવામાં આવે છે. જો હિન્દુ ધર્મ હોત તો આદિવાસી, દલીતો અને પછાતોનું સન્માન થતું હોત, પરંતુ આ કેવી વિડંબણા છે.

સ્વામી પ્રસાદે કેવી પરિસ્થિતિમાં આ નિવેદન આપ્યું તે જાણી શકાયું નથી, પરંતુ અત્યારે કંઈ પણ કહેવું અયોગ્ય રહેશે...ફખરૂલ હસન ચાંદ(પ્રવક્તા, સમાજવાદી પાર્ટી)

ભાજપના સપા પર વાકપ્રહારઃ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રવક્તા સંજય ચૌધરીએ આ સંદર્ભે સપા પર વાકપ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ સ્વામી પ્રસાદ મૌર્ય છે. પાર્ટીએ સ્વામી પ્રસાદ મૌર્યને બ્રાહ્મણો અને હિન્દુ ધર્મને અપમાન કરવાની જવાબદારી સોંપી છે. મૌર્ય વારંવાર અપમાનિત કરતા રહે છે. મનોજ પાંડે જે બ્રાહ્મણ સમ્મેલન આયોજિત કરે છે તે માત્ર દેખાડો છે. સપાના એક નેતા અપમાન કરે છે જ્યારે બીજા નેતા અપમાનિત કરે છે. ઉત્તરપ્રદેશને કોમી હુલ્લડોમાં નાખવાનું તેમનું ષડયંત્ર ક્યારેય સફળ નહીં થાય.

વિવાદાસ્પદ ટીપ્પણી એક પોલિટિકલ એજન્ડાઃ વરિષ્ઠ પત્રકાર અને રાજનૈતિક રાઘવેન્દ્ર પ્રતાપ સિંહે કહ્યું કે સ્વામી પ્રસાદ મૌર્ય માત્ર મીડિયામાં છવાયેલા રહેવા માટે વિવાદાસ્પદ ટીપ્પણીઓ કરતા રહે છે. સમાજમાં દ્વેષ ફેલાવીને તેઓ તેમનું રાજકારણ ચમકાવી રહ્યા છે.

  1. UP Election Results 2022 : ભાજપ છોડીને સપામાં સામેલ થયેલા સ્વામી પ્રસાદ 26,000 મતોથી હાર્યા
  2. Swami Prasad Maurya Joins SP: આખરે સસ્પેન્સનો આવ્યો અંત, સમાજવાદી પાર્ટીમાં જોડાશે સ્વામી પ્રસાદ મૌર્ય
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.