ETV Bharat / bharat

નુપુર શર્માનું નિવેદન ઉદયપુરની ઘટના માટે જવાબદાર: સુપ્રીમ કોર્ટ

author img

By

Published : Jul 1, 2022, 11:37 AM IST

Updated : Jul 1, 2022, 12:22 PM IST

મહોમ્મદ પયગંબર વિશેની ટિપ્પણી (nupur sharma Statement) મામલે સસ્પેન્ડ કરાયેલા બીજેપી પ્રવક્તા નુપુર શર્માને (SC On Nupur Sharma) સુપ્રીમ કોર્ટે જોરદાર ઠપકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે નુપુર શર્માને સમગ્ર દેશની માફી માંગવા માટે કહ્યું છે.

નુપુર શર્માનું નિવેદન ઉદયપુરની ઘટના માટે જવાબદાર
નુપુર શર્માનું નિવેદન ઉદયપુરની ઘટના માટે જવાબદાર

નવી દિલ્હી: ભાજપની પૂર્વ પ્રવક્તા નુપુર શર્માની અરજી (nupur sharma Statement) સામે આજે સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી છે. આ બાદ કોર્ટે કહ્યું કે, નુપુર શર્માને (SC On Nupur Sharma) ફટકાર લગાવતા કહ્યું કે, તેણે આખા દેશની માફી માંગવી જોઈએ. તેમના અને તેમના નિવેદને સમગ્ર દેશમાં આગ લગાવી દીધી છે. SCએ કહ્યું કે, ટીવી ચેનલ અને નુપુર શર્માએ કોર્ટમાં પેટા-ન્યાયિત મામલાને લગતા કોઈપણ એજન્ડાને પ્રમોટ ન કરવો જોઈએ.

આ પણ વાંચો: મોહમ્મદ પયગંબર વિરૂદ્ધ ટિપ્પણી કરવાના કેસમાં આખરે નુપુર અને જિંદાલને પોલીસનું તેડુ

દેશની સર્વોચ્ચ અદાલતે કહ્યું : દેશની સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, તેમના અને તેમના નિવેદને સમગ્ર દેશમાં આગ લગાવી દીધી છે. તે જ સમયે, કોર્ટે કહ્યું કે, ટીવી ચેનલ અને નુપુર શર્માએ આવા કેસ સાથે સંબંધિત કોઈપણ એજન્ડાને પ્રમોટ ન કરવો જોઈએ, જે કોર્ટમાં સબ-જ્યુડિસ છે.

સુપ્રીમ કોર્ટનું કહ્યું તેઓ દેશની સુરક્ષા માટે ખતરો છે : સુપ્રીમ કોર્ટ સસ્પેન્ડ કરાયેલા બીજેપી નેતા નુપુર શર્માની અરજી પર સુનાવણી કરી રહી છે, જેમાં પયગંબર પર તેણીની કથિત ટીપ્પણી માટે તપાસ માટે ઘણા રાજ્યોમાં તેની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી તમામ FIR દિલ્હીમાં ટ્રાન્સફર કરવાની માંગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે તેઓ દેશની સુરક્ષા માટે ખતરો છે.

નુપુરનું નિવેદન ઉદયપુરની ઘટના માટે જવાબદાર : નુપુર શર્મા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મનિન્દર સિંહે કોર્ટને કહ્યું કે, તેમણે નિવેદન માટે માફી માંગી છે અને ટિપ્પણીઓ પાછી ખેંચી લીધી છે. તેના પર કોર્ટે કહ્યું કે, તેણે ટીવી પર જઈને દેશની માફી માંગવી જોઈતી હતી. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, તેમનું નિવેદન ઉદયપુરની દુર્ભાગ્યપૂર્ણ ઘટના માટે જવાબદાર છે, જ્યાં એક દરજીની હત્યા કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ઉદયપુર કાંડ બાદ ગુજરાતમાં એલર્ટ, ગૃહપ્રધાને તાબડતોબ બેઠક બોલાવી

નૂપુર શર્માએ પયગંબર મોહમ્મદ વિશે કરી હતી ટિપ્પણી : નુપુર શર્મા ભાજપની પ્રવક્તા (nupur sharma Statement) રહી ચુકી છે. તેણે તાજેતરમાં એક ટીવી ડિબેટમાં પ્રોફેટ મોહમ્મદ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. આનો ભારે વિરોધ થયો હતો. કુવૈત, યુએઈ, કતાર સહિતના તમામ મુસ્લિમ દેશોએ પણ તેમના નિવેદનની ટીકા કરી હતી. આ પછી ભાજપે નુપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. નૂપુર શર્માએ પયગંબર મોહમ્મદ વિશે કરેલી ટિપ્પણીને લઈને દેશના ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શનો થયા હતા.

Last Updated :Jul 1, 2022, 12:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.