ETV Bharat / bharat

સુપ્રીમ કોર્ટના જજે બીજી વખત આદિવાસી પરંપરા સાથે ફેરા ફર્યા, આવું શા માટે કર્યું જુઓ વીડિયો

author img

By

Published : Jun 2, 2022, 9:06 PM IST

આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ યુયુ લલિતે આદિવાસી પરંપરા (Married According to tribal tradition) અનુસાર જીવનની બીજી ઈનિગ્સમાં પત્ની સાથે ફેરા ફર્યા છે. આ માટે ખાસ તેમણે આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ (Visakhapatnam Andhra Pradesh) શહેરની મુલાકાત લીધી હતી. આદિવાસી પોષાકમાં વર વધૂ તૈયાર થયા હતા. પરંપરા અનુસાર જાનૈયાઓ પણ આવ્યા હતા.

સુપ્રીમ કોર્ટના જજે બીજી વખત આદિવાસી પરંપરા સાથે ફેરા ફર્યા, આવું શા માટે કર્યું જુઓ વીડિયો
સુપ્રીમ કોર્ટના જજે બીજી વખત આદિવાસી પરંપરા સાથે ફેરા ફર્યા, આવું શા માટે કર્યું જુઓ વીડિયો

વિશાખાપટ્ટનમ: આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ યુયુ લલિતે (AP High Court Chief Justice) આદિવાસી પરંપરા અનુસાર (married according to tribal tradition) જીવનની બીજી ઈનિગ્સમાં પત્ની સાથે લગ્ન કર્યા છે. આ માટે ખાસ તેઓ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ શહેરમાં આવ્યા હતા. આદિવાસી પોષાકમાં વર વધૂ તૈયાર થયા હતા. આદિવાસી પરંપરા અનુસાર (AP High Court Chief Justice marriage) જાનૈયાઓ પણ આવ્યા હતા. સામાન્ય રીતે સુપ્રીમ કોર્ટના જજ આવી રીતે જાહેરમાં આવતા ભાગ્યે જ જોવા મળે છે. એવામાં લગ્નના વાવડ મળતા સ્થાનિકોમાં પણ એક કૂતુહલ ઊભું થયું હતું.

સુપ્રીમ કોર્ટના જજે બીજી વખત આદિવાસી પરંપરા સાથે ફેરા ફર્યા, આવું શા માટે કર્યું જુઓ વીડિયો

આ પણ વાંચો: હવે હરિજનને બદલે આંબેડકર શબ્દનો ઉપયોગ કરશે દિલ્હી સરકાર

શું કહ્યું ચીફ જસ્ટિસે: ચીફ જસ્ટિસ યુયુ લલિતે કહ્યું હતું કે, આદિવાસી પરંપરા અનુસાર લગ્ન કરવાથી મને ઘણો આનંદ થયો છે. બુધવારે તેઓ પોતાની પત્ની સાથે અરાકઘાટીની સુંદરતાનો નજારો માણવા માટે વિશાખાપટ્ટનમ આવ્યા હતા. ચીફ જસ્ટિસ લલિત આંધ્ર પ્રદેશ હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ છે. તેઓ અન્ય ચીફ જસ્ટિસ પ્રશાંતકુમાર મિશ્રા અને ચીફ જસ્ટિસ અમાનુલ્લાહ ખાન સાથે વિશાખાપટ્ટનમ પહોંચ્યા હતા. અલ્લુરી સીતારામરાજના જિલ્લા ક્લેક્ટર સુમિત કુમાર અને પડેરૂના આઈટીડીએ પીઓ ગોપાલકૃષ્ણે એમનું અરકુ રેલવે સ્ટેશન પર સ્વાગત કર્યું હતું.

ગ્રામ્ય વિસ્તારમાં લગ્ન: આ પ્રસંગે તેઓ આદિવાસી પરંપરા અનુસાર લગ્ન કરવાનું આયોજન કરતી ગીરી ગ્રામદર્શિની પાસે ગયા હતા. જ્યાં તેઓ આદિવાસી પોષાકમાં વરવધૂ તરીકે તૈયાર થયા. ચીફ જસ્ટિસ લલિત અને પત્ની અમિતા ઉદયે આદિવાસી પરંપરા અનુસાર બીજી વખત લગ્ન કર્યા હતા. પેડાલાબુડુના સરપંચની ખાસ આગેવાનીમાં લગ્ન સંપન્ન થયા હતા. જજ કપલે સમગ્ર કાર્યક્રમનો આનંદ માણ્યો, ટોય ટ્રેનમાં બેસીને પહ્મપુરમ ગાર્ડન પણ ગયા હતા. પછી જનજાતિય મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. પછી કાર્યક્રમ માણીને વિશાખાપટ્ટનમ પરત ફર્યા હતા.

આ પણ વાંચો: સવિતા કંસવાલે માત્ર આટલા દિવસમાં માઉન્ટ એવરેસ્ટ અને મકાલુ સર કરી, બનાવ્યો રાષ્ટ્રીય રેકોર્ડ

SP રહ્યા ખડેપગે: આ સમગ્ર પ્રસંગ દરમિયાન જિલ્લા પોલીસવડા સતીશ કુમારે દરેક પગલે સુરક્ષા પૂરી પાડી હતી. એમના વિશાખાપટ્ટનમમાં આગમનથી લઈને વિદાય સુધી દરેક મોરચે સુરક્ષા રહી હતી. આ પ્રસંગે ચીફ જસ્ટિસ ઉદય ઉમેશ લલિતે કહ્યું કે, મહેમાનું સ્વાગત સારૂ રહ્યું હતું. આદિવાસી વિવાહ જોવા એક સારો અનુભવ રહ્યો. આવી મસ્ત મેમરીઝ બનાવવા માટે ચીફ જસ્ટિસે ગીરી ગ્રામદર્શનીના લોકો, જિલ્લા કલેક્ટર અને જિલ્લા વહીવટી તંત્રને ધન્યવાદ આપ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.