ETV Bharat / bharat

DELHI AIR POLLUTION : સુપ્રીમ કોર્ટે કહ્યું- "શક્ય હોય તો 2 દિવસનું લોકડાઉન લગાવો"

author img

By

Published : Nov 13, 2021, 12:44 PM IST

Updated : Nov 13, 2021, 1:04 PM IST

DELHI AIR POLLUTION
DELHI AIR POLLUTION

સુપ્રીમ કોર્ટે (SUPREME COURT) દિલ્હીમાં પ્રદૂષણના વધતા સ્તર પર ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના વકીલ તુષાર મહેતાને કહ્યું કે, પ્રદૂષણનું સ્તર (DELHI AIR POLLUTION) ખૂબ જ ખરાબ થઈ ગયું છે. લોકો માસ્ક પહેરીને ઘરોમાં બેઠા છે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રદૂષણને રોકવા માટે અત્યાર સુધી શું પગલાં લેવામાં આવ્યા છે ? CJIએ કેન્દ્ર સરકારને (Modi Government ) પૂછ્યું કે પરાળને લઈને શું પગલાં ભર્યા છે ? આ સાથે જ સુપ્રીમ કોર્ટમાં આ કેસની આગામી સુનાવણી 15 નવેમ્બરે કરવામાં આવશે.

  • રાજધાની દિલ્હીમાં પ્રદૂષણને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
  • સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પ્રદૂષણ મામલે કરી ટકોર
  • કેસની આગામી સુનાવણી 15 નવેમ્બરે કરવામાં આવશે

નવી દિલ્હીઃ દિલ્હી-NCRમાં પ્રદૂષણનો (DELHI AIR POLLUTION) કહેર યથાવત છે. જેને લઈને શનિવારે સુપ્રીમ કોર્ટમાં (SUPREME COURT) પ્રદૂષણ મુદ્દે સુનાવણી થઈ હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે પ્રદૂષણના વધતા સ્તર પર ચિંતા વ્યક્ત કરતા કેન્દ્ર સરકારને (Modi Government )ફટકાર લગાવી હતી. આ સાથે, કોર્ટે સરકારને પ્રદૂષણનો સામનો કરવા માટે તાત્કાલિક પગલાં તરીકે બે દિવસનું લોકડાઉન લાગુ કરવાની સલાહ પણ આપી હતી. હવે સુપ્રીમ કોર્ટમાં આ કેસની આગામી સુનાવણી 15 નવેમ્બરે કરવામાં આવશે. આ સાથે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને હવાના પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ઉઠાવવામાં આવેલા પગલા વિશે કોર્ટને જણાવવા કહ્યું છે.

બે દિવસનું લોકડાઉન લગાવો : સુપ્રીમ

સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ એનવી રમન્નાએ કહ્યું કે, હું એ જણાવવા માંગતો નથી કે, પ્રદૂષણ પર પરાળ સળગાવવાથી કેટલી અસર થાય છે અને બાકી ફટાકડા, વાહનો, ધૂળ અને બાંધકામનો ફાળો છે. તમે અમને એ કહો કે, પ્રદૂષણને નિયંત્રિત કરવા માટેના તાત્કાલિક પગલાં શું છે. CJIએ કહ્યું, જો શક્ય હોય તો બે દિવસનું લોકડાઉન લગાવો.

'પ્રદૂષણ માટે માત્ર ખેડૂતો જવાબદાર નથી'

CJIએ કેન્દ્રને કહ્યું કે, તમારી એવી માન્યતા છે કે સમગ્ર પ્રદૂષણ (DELHI AIR POLLUTION) માટે ખેડૂત જવાબદાર છે. તમે ફટાકડા અને વાહનોના પ્રદૂષણ પર કેમ ધ્યાન ન આપ્યું! સુનાવણી શરૂ થયા બાદ દિલ્હી સરકાર તરફથી હાજર રહેલા એડવોકેટ રાહુલ મહેરાએ સોગંદનામામાં વિલંબ માટે બેન્ચ સમક્ષ માફી માંગી હતી. આના પર CJIએ કહ્યું, "કોઈ વાંધો નહીં. ઓછામાં ઓછું કંઈક વિચાર તો છે. તે જ સમયે, કેન્દ્ર સરકાર વતી એસજી તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, અમે વિગતવાર એફિડેવિટ પણ ફાઇલ કરી છે.

'પ્રદૂષણનું સ્તર ખૂબ જ ખરાબ, લોકો ઘરોમાં માસ્ક પહેરીને બેઠા છે'

સુપ્રીમ કોર્ટે પ્રદૂષણના વધતા સ્તર પર ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના વકીલ તુષાર મહેતાને કહ્યું કે, પ્રદૂષણનું સ્તર ખૂબ જ ખરાબ થઈ ગયું છે. લોકો માસ્ક પહેરીને ઘરોમાં બેઠા છે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રદૂષણને રોકવા માટે અત્યાર સુધી શું પગલાં લેવામાં આવ્યા છે ? CJIએ કેન્દ્ર સરકારને પૂછ્યું કે પરાળને લઈને શું પગલાં ભર્યા છે ? તેના પર કેન્દ્ર વતી કોર્ટમાં ચાર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રદૂષણને લઈને લેવાયેલા પગલાઓની માહિતી સુપ્રીમ કોર્ટને આપવામાં આવી હતી. કોર્ટે સોલિસિટર જનરલ પાસેથી સ્ટબલ અને સબસિડી દૂર કરવા અંગે માહિતી માંગી હતી.

હું પણ ખેડૂત છું - જસ્ટિસ સૂર્યકાન્ત

CJI રમન્નાએ કેન્દ્રને કહ્યું, તમે જાણો છો કે સ્થિતિ કેટલી ખરાબ છે. પરાળ સળગાવવાને કારણે પરિસ્થિતિ વધુ વણસી છે. આને રોકવા માટે સરકાર શું પગલાં લઈ રહી છે ? આ અંગે તુષાર મહેતાએ જણાવ્યું કે, કેન્દ્ર સબસિડી પર મશીનો આપી રહ્યું છે. જસ્ટિસ સૂર્યકાંતે પૂછ્યું કે, તેમનો દર શું છે. સ્ટબલ અને વેસ્ટ મેનેજમેન્ટ માટેના મશીનો એટલા મોંઘા છે કે ખેડૂતો તેને ખરીદી શકતા નથી. હું ખેડૂત છું, CJI પણ ખેડૂત છે. શું આપણે જાણીએ છીએ કે શું થાય છે? સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે, કેન્દ્ર ખેડૂતો પાસેથી સ્ટબલ લઈને ઉદ્યોગોને કેમ નથી આપતાં. કોર્ટે કેન્દ્રને પૂછ્યું કે, હરિયાણામાં બાયો-ડીકમ્પોઝરનો ઉપયોગ કરતા ખેડૂતો અને જમીનની ટકાવારી કેટલી છે ? આ આંકડા કેન્દ્ર દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:

Last Updated :Nov 13, 2021, 1:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.