ETV Bharat / bharat

Ukraine Russia invasion: ખાર્કિવમાં બોમ્બ વિસ્ફોટ છતા ભારતીય વિદ્યાર્થીએ ડોગીને છોડીવાની ના પાડી

author img

By

Published : Mar 4, 2022, 6:00 PM IST

રશિયન હુમલા બાદ (Ukraine Russia invasion) યુક્રેનમાં રહેતા ભારતીયો સ્વદેશ પરત ફરવા માટે બેતાબ છે, ત્યારે તેમની વચ્ચે એવા ઘણા લોકો છે, જેઓ ભયાનક હુમલા દરમિયાન માત્ર પોતાની જ પરવા કરતા નથી. તે તેના પાલતુ પ્રાણીઓને પણ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે. ઉત્તરાખંડના એક વિદ્યાર્થીએ તેના પાલતુ કૂતરાને યુક્રેનમાં એકલા છોડવાની ના પાડી દીધી (student refuses to leave Ukraine without his dog) હતી, અને વિદ્યાર્થીએ તેને લાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા.

Ukraine Russia invasion: ખાર્કિવમાં બોમ્બ વિસ્ફોટ છતા ભારતીય વિદ્યાર્થીએ ડોગીને છોડીવાની ના પાડી
Ukraine Russia invasion: ખાર્કિવમાં બોમ્બ વિસ્ફોટ છતા ભારતીય વિદ્યાર્થીએ ડોગીને છોડીવાની ના પાડી

નવી દિલ્હી: જ્યારે રશિયા યુક્રેનના (Ukraine Russia invasion) ખાર્કિવમાં શેલ છોડી રહ્યું હતું, ત્યારે સ્થાનિક લોકો પણ જીવ બચાવવા માટે દોડી (Russo Ukraine War) આવ્યા હતા, પરંતુ ભારતથી ગયેલા વિદ્યાર્થી ઋષભ કૌશિકે આવા સંજોગોમાં પણ પરત ફરવાનો ઇનકાર કર્યો (student refuses to leave Ukraine) હતો, કારણ કે તેને તેના પાલતુ કૂતરાને લાવવાની મંજૂરી (student refuses to leave Ukraine without his dog) ન હતી. ઘણી જહેમત બાદ દેહરાદૂનનો રહેવાસી ઋષભ કૌશિક તેના પાલતુ કૂતરા માલિબુ સાથે શુક્રવારે સવારે બુડાપેસ્ટ (હંગેરી) થઈને ભારત પહોંચ્યો હતો.

આ પણ વાંચો: WAR 9th Day : રશિયાએ યુક્રેનના ન્યુક્લિયર પ્લાન્ટ પર કર્યો હુમલો, મેક્રોને કહ્યું- પુતિન યુદ્ધ ચાલુ રાખશે

પાલતુ કૂતરાને સાથે લાવવાની પરવાનગી માંગી

કૌશિક ખાર્કિવ નેશનલ યુનિવર્સિટી ઓફ રેડિયો ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં સોફ્ટવેર એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો છે. થોડા દિવસો પહેલા રિષભે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને તેના પાલતુ કૂતરાને સાથે લાવવાની પરવાનગી માંગી હતી. આ વિડિયોમાં તેમણે ભારત સરકારને કૂતરાને સાથે લાવવામાં પડતી મુશ્કેલીઓ સમજાવીને NOC આપવા વિનંતી કરી હતી.

ભારત સરકારે કૂતરા અને બિલાડીઓને પરત લાવવાનો આદેશ જારી કર્યો

તેનો વીડિયો વાયરલ થયા બાદ પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ (PETA) એ ભારત સરકારને પાલતુ પ્રાણીઓને ફ્લાઈટમાં લઈ જવાની મંજૂરી આપવા અપીલ કરી હતી. આ પછી, મંગળવારે, ભારત સરકારે યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવેલા ભારતીયોની સાથે પાળેલા કૂતરા અને બિલાડીઓને પરત લાવવાનો આદેશ જારી કર્યો.

પાલતુ પ્રાણીઓને લાવવા માટે તેમને લાંબુ પેપરવર્ક કરવું પડ્યું

ઋષભ કૌશિકે જણાવ્યું કે, પાલતુ પ્રાણીઓને લાવવા માટે તેમને લાંબુ પેપરવર્ક કરવું પડ્યું. યુદ્ધ જેવી પરિસ્થિતિમાં પ્રાણીઓને છૂટ આપવી જોઈએ. હવે પાલતુ પ્રાણીઓને NOC વગર પણ લાવવાની છૂટ આપવામાં આવી છે.

આ પણ વાંચો: Ukraine Russia invasion : કિવના શહેરી વિસ્તારોમાં રશિયન સેનાએ મચાવી તબાહી, ઘણા પરિવારો પામ્યા નાશ

ઋષભ શુક્રવારે ભારત પરત ફર્યો

હંગેરીથી એક વિશેષ ફ્લાઇટ યુક્રેનમાં ફસાયેલા 219 ભારતીયોને લઈને શુક્રવારે દિલ્હી પહોંચી હતી. ઋષભ આ ફ્લાઈટ દ્વારા ભારત પરત ફર્યો હતો. ઓપરેશન ગંગા અંતર્ગત ઈન્ડિગોની વિશેષ ફ્લાઈટ ગુરુવારે હંગેરીની રાજધાની બુડાપેસ્ટથી રવાના થઈ હતી. દિલ્હી પહોંચતા જ ગૃહ રાજ્યપ્રધાન નિશીથ પ્રામાણિકે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ભારતીય વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું અને તેમની સાથે વાતચીત કરી.

બે દિવસમાં 7,400 થી વધુ ભારતીયો વિશેષ ફ્લાઇટ દ્વારા પરત ફરશે

ઉલ્લેખનીય છે કે, યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવા માટે વિદેશ મંત્રાલય નાગરિક ઉડ્ડયન મંત્રાલય સાથે મળીને ઓપરેશન ગંગા (Opration ganga) ચલાવી રહ્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, આગામી બે દિવસમાં 7,400 થી વધુ ભારતીયો વિશેષ ફ્લાઇટ દ્વારા પરત ફરશે. શુક્રવારે 3,500 થી વધુ લોકો અને 5 માર્ચે 3,900 થી વધુ લોકોને પાછા લાવવાની અપેક્ષા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.