ETV Bharat / bharat

Inflation in Sri Lanka : દેવાની જાળમાં ફસાયેલા શ્રીલંકામાં બેકાબૂ મોંઘવારી

author img

By

Published : Jan 12, 2022, 1:41 PM IST

વિદેશી મુદ્રા ભંડારમાં અછતનો સામનો કરી રહેલા શ્રીલંકામાં મોંઘવારી (Inflation in Sri Lanka) રેકોર્ડ તોડી રહ્યી છે. ચીનના દેવાની જાળમાં ફસાયેલા શ્રીલંકામાં ખાદ્ય ચીજવસ્તુઓના (Rising food prices in Sri Lanka) ભાવમાં બેફામ વધારો થયો છે.

Inflation in Sri Lanka : દેવાની જાળમાં ફસાયેલા શ્રીલંકામાં બેકાબૂ મોંઘવારી
Inflation in Sri Lanka : દેવાની જાળમાં ફસાયેલા શ્રીલંકામાં બેકાબૂ મોંઘવારી

કોલંબોઃ વિદેશી દેવામાં ડૂબેલા શ્રીલંકામાં મોંઘવારી (Inflation in Sri Lanka) આસમાને પહોંચી રહી છે. હાલત એ છે કે, ડીઝલ અને પેટ્રોલના ભાવ વધારાને કારણે ખાદ્યપદાર્થો ઉપરાંત અન્ય વસ્તુઓ પણ મોંઘી (Rising food prices in Sri Lanka) થઈ ગઈ છે.

દેશનું વિદેશી મુદ્રા ભંડાર ખાલી થઈ જશે

શ્રીલંકાના વિપક્ષી સાંસદ અને અર્થશાસ્ત્રી હર્ષા ડિ સિલ્વા જણાવ્યું હતું કે, જો મોંઘવારી નીચે નહીં આવે તો દેશનું વિદેશી મુદ્રા ભંડાર ખાલી થઈ જશે અને વધતા દેવાને કારણે શ્રીલંકા સંપૂર્ણપણે નાદાર થઈ જશે.

બ્રેડ અને દૂધ માટે લાંબી લાઇનો

બ્રેડ અને દૂધ માટે લાંબી લાઇનો લાગે છે. ઓછી આયાતને કારણે લોકોને દૂધનો પાવડર પણ મળતો નથી. એક કિલો મરચાની કિંમત 700 રૂપિયા થઈ ગઈ છે જ્યારે બટાટા 200 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે. કઠોળ રૂ.320, ગાજર રૂ.200, કાચા કેળા રૂ.120 ભિંડા રૂ.200 અને ટામેટા રૂ.200 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે

સરકાર દ્વારા નક્કી કરાયેલા ભાવ પર લોકોને સામાન પહોંચાડે

શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આર્થિક ઈમરજન્સી લાદી હતી અને સેનાને જવાબદારી સોંપી હતી કે તે સરકાર દ્વારા નક્કી કરાયેલા ભાવ પર લોકોને સામાન પહોંચાડે.

BBCના અહેવાલ મુજબ

BBCના અહેવાલ મુજબ નેશનલ બેંક ઓફ શ્રીલંકા (National Bank of Sri Lanka) એટલે કે 'સેન્ટ્રલ બેંક ઓફ શ્રીલંકા'એ (Central Bank of Sri Lanka) જાન્યુઆરીમાં એક સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, ગયા વર્ષના ડિસેમ્બરથી મોંઘવારી દરમાં 12.1 ટકાનો વધારો થયો છે. જ્યારે નવેમ્બર મહિનામાં આ દર 9.5 ટકા હતો.

શ્રીલંકામાં ખાદ્ય પદાર્થોની કિંમતમાં એક મહિનામાં 15 ટકાનો વધારો

શ્રીલંકામાં ખાદ્ય પદાર્થોની કિંમતમાં એક મહિનામાં લગભગ 15 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં એલપીજીના છૂટક ભાવમાં લગભગ 90 ટકાનો ઉછાળો આવ્યો હતો. 12.5 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 1,400 રૂપિયાથી વધારીને 2,657 રૂપિયા કરવામાં આવી હતી.

શ્રીલંકાએ 7 ટ્રિલિયન યુએસ ડૉલરનું દેવું ચૂકવવાનું

શ્રીલંકાએ લગભગ 7 ટ્રિલિયન યુએસ ડૉલરનું દેવું (Sri Lanka owes US 7 7 trillion) ચૂકવવાનું છે, જેમાંથી 5 બિલિયન ચીનને આપવાના છે. શ્રીલંકાનું બાહ્ય દેવું સતત વધી રહ્યું છે અને 2019માં તે જીડીપીના 42.6 ટકાની બરાબર પહોંચી ગયું છે. જ્યારે સ્થિતિ એ છે કે શ્રીલંકાની વિદેશી મુદ્રા ભંડાર 40 વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે.

શ્રીલંકાની સેન્ટ્રલ બેંકે રિપોર્ટમાં જણાવ્યું

શ્રીલંકાની સેન્ટ્રલ બેંકે તેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, હાલમાં દેશમાં 1.58 અબજ ડોલરનું વિદેશી મુદ્રા છે, જે વર્ષ 2019માં 7.5 અબજ ડોલર હતું.

શ્રીલંકાની આર્થિક સ્થિતિ વધુ ખરાબ

વિશ્વ બેંકે અહેવાલ આપ્યો છે કે, મહામારી, આર્થિક મંદી અને પ્રવાસન ક્ષેત્રમાં થયેલા નુકસાનને કારણે શ્રીલંકાની આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઈ છે. વિશ્વ બેંકના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, મહામારીની શરૂઆતથી 500,000 લોકોને ગરીબી રેખા નીચે લાવવામાં આવ્યા છે, જે ગરીબી સામે લડવામાં પાંચ વર્ષની પ્રગતિની સમકક્ષ છે.

ભારત સરકારે મદદ કરવાની ખાતરી આપી

હાલમાં શ્રીલંકાની સરકારે સ્થિતિનો સામનો કરવા માટે ભારત, ચીન અને જાપાન પાસેથી મદદ માંગી છે. ભારત સરકારે 'નેબરહુડ ફર્સ્ટ પોલિસી' હેઠળ મદદ કરવાની ખાતરી આપી છે.

આ પણ વાંચો:

જાપાન સમુદ્ર રક્ષકનો દાવો, ઉત્તર કોરિયાએ બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું

રીટેઈલ મોંઘવારીમાં વધારા પછી થોડા રાહતના સમાચાર, એપ્રિલમાં જથ્થાબંધ મોંઘવારી દર ઘટ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.