ETV Bharat / bharat

સ્પાઇસ જેટે વારાણસીથી દિલ્હી, મુંબઇ અને અમદાવાદ જતી ત્રણ ફ્લાઇટ્સ રદ્દ કરી

author img

By

Published : May 20, 2021, 11:47 AM IST

સ્પાઇસ જેટ દ્વારા વારાણસીથી દિલ્હી, મુંબઇ અને અમદાવાદની ત્રણ ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી છે. આ સંદર્ભે પ્રવાસીઓને તેઓએ આપેલા નંબર અને ઇમેઇલ દ્વારા જાણ કરવામાં આવી છે.

સ્પાઇસ જેટ
સ્પાઇસ જેટ

  • સ્પાઈસ જેટે વારાણસીથી દિલ્હી, મુંબઇ અને અમદાવાદની ત્રણ ફ્લાઇટ્સ રદ્દ કરી
  • કંપનીએ ફ્લાઇટ રદ્દ કરવા પાછળનું ઓપરેશનલ કારણ જણાવ્યું
  • પ્રવાસીઓની અછતની સ્થિતિમાં એરલાઇન્સ તેમની ફ્લાઇટ રદ્દ કરી

વારાણસી(ઉત્તરપ્રદેશ) : ખાનગી એરલાઇન્સ સ્પાઈસ જેટ દ્વારા ગઇકાલે બુધવારે વારાણસીથી દિલ્હી, મુંબઇ અને અમદાવાદની ત્રણ ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી હતી. કંપનીએ ફ્લાઇટ રદ્દ કરવા પાછળનું ઓપરેશનલ કારણ જણાવ્યું છે. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે, વિમાન પ્રવાસીઓનેે તેમના દ્વારા આપવામાં આવેલા નંબર અને ઇમેઇલ દ્વારા ફ્લાઇટ રદ્દ કરવામાં આવી તેની માહિતી આપવામાં આવી છે.
ગો-એર અને ઈન્ડિગોએ વારાણસીથી દિલ્હી વચ્ચેની બે ફ્લાઇટ્સ રદ્દ કરી

દેશમાં કોરોનાની બીજી લહેરના વધતા જતા કેસોને કારણે વિમાનનો પ્રવાસ કરતા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેના કારણે વિમાનની મોટાભાગની બેઠકો ખાલી પડી છે. જેના કારણે એરલાઇન્સને મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે. પ્રવાસીઓની અછતની સ્થિતિમાં એરલાઇન્સ તેમની ફ્લાઇટ રદ્દ કરી રહી છે અને પ્રવાસીઓને બીજા દિવસે એકસાથે મોકલી રહી છે. આ ઉપરાંત ગો-એર અને ઈન્ડિગોએ પણ વારાણસીથી દિલ્હી વચ્ચેની બે ફ્લાઇટ્સ રદ્દ કરી છે.

આ પણ વાંચો : રાજકોટથી દિલ્હી જતી ફ્લાઇટ 20થી 24 જાન્યુઆરી સુધી રદ્દ
આંતરરાષ્ટ્રીય વિમાનમથક મંગળવારે ચાર કલાક બંધ રાખવું પડ્યું

મુંબઈ પછી ચક્રવાતની અસર ગુજરાતમાં મંગળવારે જોવા મળી હતી. ચક્રવાતને કારણે અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક મંગળવારે ચાર કલાક બંધ રાખવું પડ્યું હતું. આ દરમિયાન વારાણસી એરપોર્ટથી અમદાવાદ જતા સ્પાઇસ જેટ વિમાનને વારાણસીથી ફ્લાઇટ લીધા બાદ ચિત્રકૂટ બાંદા એરફિલ્ડ વિસ્તારથી પરત આવવું પડ્યું હતું. આ વિમાન વારાણસી એરપોર્ટથી 65 પ્રવાસીઓને લઇને જઇ રહ્યું હતું.

અમદાવાદમાં ચક્રવાતને કારણે હવામાન ખરાબ હોવાથી વિમાન પાછું વળ્યું હતુ

હવામાન વિભાગે એરપોર્ટ STને માહિતી આપી હતી કે, અમદાવાદમાં ચક્રવાતને કારણે હવામાન ખરાબ છે. તે પછી વારાણસીથી અમદાવાદ જઇ રહેલા વિમાનને ચિત્રકૂટ એરફિલ્ડથી વાળ્યું હતું અને ફરીથી વારાણસી એરપોર્ટ પર ઉતર્યું હતું. આ સમય દરમિયાન હવામાન સારું ન થાય ત્યાં સુધી પ્રવાસીઓ એરપોર્ટ પર રોકાયા હતા.

વિમાનને જોડતા 20 પ્રવાસીનેે વારાણસીથી મુંબઇ મોકલવામાં આવ્યા

અધિકારીઓએ જણાવ્યું હતું કે, વિમાનને જોડતા 20 પ્રવાસીનેે વારાણસીથી મુંબઇ મોકલવામાં આવ્યા હતા અને ત્યાંથી તેઓ અમદાવાદ ગયા હતા. બાકીના કેટલાક પ્રવાસીઓએ તેમની ટિકિટ રદ્દ કરી હતી. બુધવારે સીધી હવાઈ સેવા રદ્દ થવાને કારણે કેટલાક પ્રવાસીઓને બુધવારે વિમાન જોડીને પણ મોકલવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.