ETV Bharat / bharat

PM Security Breach Punjab: સોનિયા ગાંધીએ કરી મુખ્યપ્રધાન ચન્ની સાથે વાત, યોગ્ય પગલાં લેવા જણાવ્યું

author img

By

Published : Jan 7, 2022, 8:41 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ક્ષતિના (pms security lapse) કારણે પંજાબના ફિરોઝપુરમાં તેમની રેલી રદ કરવી પડી હતી, જેના કારણે ભારે વિવાદ સર્જાયો છે. ભાજપ કોંગ્રેસ પર પ્રહારો (BJP Attack On Congress) કરી રહી છે, ત્યારે કોંગ્રેસે વડાપ્રધાન મોદી પર આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને 'રાજકીય લાભ' માટે આ ઘટનાનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.

pms security lapse
pms security lapse

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગુરુવારે પંજાબના મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્ની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ખામીને લઈને વાત કરી અને તેમની પાસેથી સમગ્ર ઘટના (sonia gandhi seeks report from punjab cm) વિશે પૂછ્યું હતું. આ દરમિયાન સોનિયા ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન (PM Security Breach Punjab) આખા દેશના છે અને જો તેમની સુરક્ષામાં કોઈ બેદરકારી હોય તો સંબંધિત લોકો સામે કાર્યવાહી થવી જોઈએ. ત્યારે મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્નીએ સોનિયા ગાંધીને સમગ્ર મામલાની માહિતી આપી હતી અને આ મામલાની તપાસ માટે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓ વિશે માહિતી આપી હતી.

ખેડૂતોના રસ્તા રોકવાને કારણે વડાપ્રધાનની રેલી મોકૂફ રાખવી પડી

બુધવારે વડાપ્રધાન મોદીના કાફલાને પંજાબના ભટિન્ડામાં ફ્લાયઓવર પર લગભગ 20 મિનિટ રોકવો પડ્યો હતો. તેઓ ફિરોઝપુરમાં એક રેલીને સંબોધવા જઈ રહ્યા હતા. આ દરમિયાન ખેડૂતોએ રસ્તો રોકી દીધો હતો, જેના કારણે વડાપ્રધાનની રેલી મોકૂફ રાખવી પડી હતી. ભટિન્ડા એરપોર્ટ પર પાછા ફરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અધિકારીઓને કહ્યું કે, 'તમારા સીએમનો આભાર કે હું ભટિંડા એરપોર્ટ સુધી જીવતો પરત ફરી શક્યો.'

સોનિયા ગાંધીએ પંજાબના સીએમને વડાપ્રધાનની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા પર રાખવા કહ્યું

સૂત્રોના જણાવ્યા અનુસાર સોનિયા ગાંધીએ (Sonia Gandhi Statement On PM Security Breach) પંજાબના મુખ્યપ્રધાનને વડાપ્રધાનની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા પર રાખવા કહ્યું છે. મુખ્યપ્રધાન ચન્નીએ (cm channi on pms security lapse) કોંગ્રેસ અધ્યક્ષને એ પણ જણાવ્યું કે, પંજાબ સરકારે આ મામલાની તપાસ માટે જસ્ટિસ (નિવૃત્ત) મહેતાબ સિંહ ગિલ અને મુખ્ય સચિવ (ગૃહ અને ન્યાય) અનુરાગ વર્માની બનેલી એક સમિતિની રચના કરી છે.

મનીષ તિવારીએ આ મામલાની તપાસ હાઈકોર્ટની દેખરેખ હેઠળ કરાવવાની માગ કરી

કોંગ્રેસ પાર્ટીએ વડાપ્રધાન મોદી પર આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને 'રાજકીય લાભ' માટે આ ઘટનાનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલા અને છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ સહિત કોંગ્રેસના ઘણા નેતાઓએ આરોપ લગાવ્યો કે વડાપ્રધાન મોદી ઓછી હાજરીને કારણે ફિરોઝપુરની રેલીમાં સામેલ થયા ન હતા. બીજી તરફ પંજાબ કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ આ મામલાની તપાસ હાઈકોર્ટની દેખરેખ હેઠળ કરાવવાની માગ કરી છે.

સ્મૃતિ ઈરાનીએ સોનિયા પર વળતો પ્રહાર કર્યો

કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ મુખ્યપ્રધાન ચન્ની સાથે વાત કર્યા બાદ સોનિયા ગાંધી પર નિશાન સાધ્યું હતું. ઈરાનીએ કહ્યું કે, મોડેથી જાગેલી આ રાજકીય આત્મા દેશનો ગુસ્સો જોઈ રહી છે. જનતાની પ્રાર્થના, જનતાની ચિંતા જોઈને સોનિયા ગાંધીનું આ નિવેદન સામે આવ્યું છે. ઓછામાં ઓછું સોનિયાજીએ સ્વીકાર્યું છે કે ગુનેગાર રાજ્ય સરકાર અને કોંગ્રેસનું વહીવટીતંત્ર છે. શું એવું તો નથી ને, પ્યાદાને આવો આદેશ આપીને પરિવાર પોતે છટકી ગયા છે.

આ પણ વાંચો: PM Security Breach: વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ખામી મામલે ભાજપના નેતાઓ વિરોધમાં શરૂ કરશે દેશવ્યાપી અભિયાન

આ પણ વાંચો: PM Modi Security Breach: સુપ્રીમ કોર્ટ પહોંચ્યો PM મોદીની સુરક્ષા ચૂકનો મામલો, આજે થશે સુનાવણી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.