ETV Bharat / bharat

સોનાલીની ડ્રિંકમાં જ ડ્રગ્સ, તપાસ માટે ગોવા પોલીસ હરિયાણા પહોંચી

author img

By

Published : Aug 31, 2022, 7:10 PM IST

Sonali Phogat Murder Case સોનાલી ફોગાટ હત્યા કેસની તપાસ માટે ગોવા પોલીસ હરિયાણાના હિસાર જિલ્લામાં પહોંચી છે. ટીમ હાલ હિસાર સદર પોલીસ સ્ટેશનમાં છે. આ ટીમ સૌથી પહેલા હિસારમાં સોનાલીના ફાર્મ હાઉસ જશે. Goa Police Reach In Hisar Haryana, Sonali Phogat murder case investigation, Sonali Phogat Death date

Sonali Phogat Murder Case
Sonali Phogat Murder Case

હિસારઃ સોનાલી ફોગાટની હત્યા (Sonali Phogat Murder Case) કેસની તપાસ માટે ગોવા પોલીસ હિસાર પહોંચી ગઈ છે. ગોવા પોલીસ પહેલા સોનાલી ફોગાટના ફાર્મ હાઉસ જશે અને (Goa Police Reach In Hisar Haryana) તેના પરિવારના સભ્યોને મળશે. મળતી માહિતી મુજબ, પહેલા ગોવા પોલીસ સદર પોલીસ સ્ટેશન પહોંચશે અને ત્યાં આગમનની નોંધણી કરશે. આ પછી સદર પોલીસ સ્ટેશન પોલીસની સાથે સોનાલીના ફાર્મ હાઉસ અને સંત નગર સ્થિત ઘરે જશે અને ત્યાં પરિવારના સભ્યોને મળશે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ગોવા પોલીસ પહેલા ફાર્મ હાઉસમાંથી પુરાવા એકત્ર કરશે.

આ પણ વાંચો: સોનિયા ગાંધીના માતાનું ઇટાલીમાં નિધન, મંગળવારે કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

પહેલા હાર્ટ એટેક અને પછી હત્યા ઉલ્લેખનીય છે કે, 23 ઓગસ્ટની સવારે સોનાલી ફોગાટનું ગોવાના અંજુના હોટલમાં મોત થયું હતું. ડોક્ટરોએ શરૂઆતમાં તેને હાર્ટ એટેક ગણાવ્યો હતો. જોકે, સોનાલીના પરિવારજનોએ મૃત્યુને શંકાસ્પદ ગણાવીને પીએ સુધીર સાંગવાન પર હત્યાનો આરોપ લગાવ્યો હતો. સોનાલી ફોગટના ભાઈ તરફથી ગોવા પોલીસને લેખિત ફરિયાદ આપવામાં આવી હતી, જેમાં સુધીર સાંગવાન પર ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. પરિજનોની ફરિયાદ બાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: દરિયા કિનારે કરો દુંદાળા દેવના દર્શન, 3,425 લાડુથી બનાવાયુ અદભૂત શિલ્પ

CBI તપાસની માંગ ઉઠી- ગોવા પોલીસ સોનાલી ફોગાટ હત્યા કેસની તપાસમાં (Sonali Phogat murder case investigation) લાગેલી છે અને અત્યાર સુધીમાં આ કેસમાં કુલ 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સોનાલીના પીએ સુધીર સાંગવાન અને સુખવિંદર ઉપરાંત બે ડ્રગ સ્મગલર્સ અને ક્લબના માલિકો હાલમાં પોલીસ રિમાન્ડ પર છે. પોલીસ આ કેસમાં હત્યા પાછળનું કારણ શોધવાનો પ્રયાસ કરી રહી છે.

સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા - પોલીસના જણાવ્યા અનુસાર, જે રેસ્ટોરન્ટમાં સોનાલી ફોગાટને બળજબરીથી ડ્રિંક પીવડાવવામાં આવી હતી, ત્યાંના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે અને બંનેએ પીણામાં ડ્રગ્સ ભેળવીને સોનાલીને પીવડાવ્યું છે. આ કેસમાં બે CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. એક વીડિયોમાં PA સુધીર સાંગવાન સોનાલીને ડ્રિંક આપી રહ્યા છે, પોલીસના જણાવ્યા અનુસાર આ ડ્રિંકમાં જ ડ્રગ્સ મિક્સ કરવામાં આવ્યું હતું.

NDPS એક્ટ હેઠળ નોંધાયેલ કેસ- પોલીસે તેમની તપાસમાં જાણવા મળ્યું કે, કર્લીઝ ક્લબમાં ડ્રગ સંબંધિત પ્રવૃત્તિઓ થાય છે અને ક્લબના મેનેજમેન્ટને પણ આની જાણ છે. તેને જોતા પોલીસે સુધીર સાંગવાન, સુધીર સિંહની સાથે ડ્રગ સ્મગલર અને ક્લબના માલિક વિરુદ્ધ NDPS કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.

સોનાલી ફોગાટ ફાર્મ હાઉસ ચોરી કેસ- સોનાલી ફોગાટના હિસાર ફાર્મ હાઉસમાંથી CCTV ચોરીના મામલામાં મોટો ખુલાસો થયો છે (sonali phogat farm house cctv) સોનાલી ફોગાટના સાળા અમન પુનિયાએ જણાવ્યું કે, આ સમગ્ર મામલાનો ખુલાસો કરવામાં આવ્યો છે. જે ગુમ હતી તે તમામ વસ્તુઓ મળી આવી છે. આ ઘટના બાદ કોમ્પ્યુટર ઓપરેટર શિવમ ડરી ગયો હતો અને તેથી તે ભાગી ગયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.