ETV Bharat / bharat

Indian Railway: ડબલ ડેકર ટ્રેનના વ્હીલમાંથી ધુમાડો નીકળતા મુસાફરોમાં દોડધામ મચી

author img

By

Published : Apr 17, 2023, 2:13 PM IST

જયપુરથી દિલ્હી જતી ડબલ ડેકર સુપરફાસ્ટ ટ્રેન અકસ્માતના કારણે મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. કારણ કે, ટ્રેનના પૈડામાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો. આ ઘટના જોઈને મુસાફરોમાં દોડધામ મચી ગઈ હતી.

ડબલ ડેકર ટ્રેનના વ્હીલમાંથી ધુમાડો નીકળતા મુસાફરોમાં દોડધામ મચી
ડબલ ડેકર ટ્રેનના વ્હીલમાંથી ધુમાડો નીકળતા મુસાફરોમાં દોડધામ મચી

અલવરઃ જયપુરથી દિલ્હી જતી ડબલ ડેકર સુપરફાસ્ટ ટ્રેનમાં સોમવારે સવારે અચાનક વ્હીલમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. મુસાફરોએ આગ અંગે ટ્રેન સ્ટાફને જાણ કરી હતી. બસવા સ્ટેશન પર ટ્રેનને રોકી દેવામાં આવી હતી. એન્જિનિયરોએ વ્હીલ પાસે બ્રેક લગાવી અને તેના પર પાણી રેડીને ધુમાડો ઓછો કર્યો. સમસ્યાનો ઉકેલ આવ્યા બાદ ટ્રેનને દિલ્હી રવાના કરવામાં આવી હતી. આ દરમિયાન ટ્રેનમાં હોબાળો મચી ગયો હતો અને મુસાફરો અહીં-તહીં ભાગવા લાગ્યા હતા.

આ પણ વાંચોઃ Cylinder Blast in Delhi: સિલિન્ડર બ્લાસ્ટને કારણે મકાન ધરાશાયી, 8 વ્યક્તિને ગંભીર ઈજા

આગ સમયસર કાબૂમાં આવીઃ બસવા રેલ્વે સ્ટેશનના સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટે જણાવ્યું કે, સોમવારે સવારે ઘટનાની માહિતી મળતાં જ ટ્રેનને એન્જિનિયરે બ્રેક મુકીને બસવા સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી. જે બાદ ટ્રેનને આગળ મોકલવામાં આવી હતી. એન્જિનિયરોએ વ્હીલમાં ચોંટેલી બ્રેક કાઢી નાખી. આ દરમિયાન ટ્રેનને બસવા સ્ટેશન પર થોડીવાર રોકી દેવામાં આવી હતી, બાદમાં ટ્રેનને દિલ્હી રવાના કરવામાં આવી હતી. સદનસીબે આ દરમિયાન કોઈ મોટી ઘટના બની ન હતી. સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટે જણાવ્યું કે, આગને સમયસર કાબૂમાં લેવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Delhi Liquor Scam : કોંગ્રેસના નેતા અજય માકને કહ્યું અરવિંદ કેજરીવાલની સાથે કોંગ્રેસ નથી

રેલવે દ્વારા એન્જિનિયરોને તાલીમઃ રેલવે અધિકારીઓએ જણાવ્યું કે, ઉનાળાની ઋતુમાં રેલ્વે લાઇનમાં બ્રેક ચોંટી જવા અને ફ્રેક્ચર સહિતની અનેક સમસ્યાઓ સર્જાય છે. આ સામાન્ય સમસ્યાઓ છે. આ સમસ્યાઓનો સામનો કરવા માટે રેલવે દ્વારા એન્જિનિયરોને તાલીમ આપવામાં આવી છે. ટ્રેનમાં સ્ટાફ હોય છે અને કોઈપણ સમસ્યાનો સામનો કરવા હંમેશા તૈયાર રહે છે. આ સાથે આ સમયમાં સાવધાની પણ જરૂરી છે. થોડી બેદરકારી મોટી સમસ્યા બની શકે છે.

આ પણ વાંચોઃ Atiq ashraf murder case: અતીક મર્ડર કેસમાં મોટો ખુલાસો! હત્યા માટે સોપારી આપવામાં આવી હતી?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.