ETV Bharat / bharat

ધોનીની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ધમાકેદાર એન્ટ્રી, પ્રોડક્શન હાઉસ લોન્ચ કર્યું

author img

By

Published : Oct 10, 2022, 10:12 PM IST

'કેપ્ટન કૂલ'ના નામથી પ્રખ્યાત ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન (Former captain Mahendra Singh Dhoni) મહેન્દ્ર સિંહ ધોનીએ (MS Dhoni) 'ધોની એન્ટરટેઈનમેન્ટ' નામનું (Dhoni Entertainment) પ્રોડક્શન હાઉસ (MS Dhoni Film Production) લોન્ચ કર્યું છે. જાણો તેમાં કેવા પ્રકારની ફિલ્મો બનાવવામાં આવશે.

Etv Bharatધોનીની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ધમાકેદાર એન્ટ્રી, પ્રોડક્શન હાઉસ લોન્ચ કર્યું
Etv Bharatધોનીની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ધમાકેદાર એન્ટ્રી, પ્રોડક્શન હાઉસ લોન્ચ કર્યું

હૈદરાબાદઃ 'કેપ્ટન કૂલ'ના નામથી પ્રખ્યાત ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ (Former captain Mahendra Singh Dhoni) હવે ફિલ્મી દુનિયા પર પણ પ્રભુત્વ જમાવવાનું નક્કી કર્યું છે. ના... ના એક અભિનેતા તરીકે નહીં.. તેના બદલે, માહીએ તેના ચાહકોને શાનદાર ફિલ્મો આપવા માટે તેનું પ્રોડક્શન હાઉસ 'ધોની પ્રોડક્શન' શરૂ (MS Dhoni Film Production) કર્યું છે. હાલમાં ધોનીના પ્રોડક્શન હાઉસમાં સાઉથની ફિલ્મો (તેલુગુ, તમિલ અને મલયાલમ) બનશે.માહીએ તેના પ્રોડક્શન હાઉસનું નામ 'ધોની એન્ટરટેઈનમેન્ટ' (Dhoni Entertainment) રાખ્યું છે.

ધોની એન્ટરટેઈનમેન્ટ: પ્રોડક્શન હાઉસે 'રોર ઓફ ધ લાયન' અને 'ધ હિડન હિન્દુ' જેવા પ્રોજેક્ટ પર પણ કામ શરૂ કરી દીધું છે.તેમની પત્ની સાક્ષી પણ ધોનીના પ્રોડક્શન હાઉસનો એક ભાગ છે. અત્યારે પ્રોડક્શન હાઉસ 'ધોની એન્ટરટેઈનમેન્ટ' નાના પાયે શરૂ કરવામાં આવ્યું છે. આમાં બનવાની ફિલ્મ 'રોર ઓફ ધ લાયન' આઈપીએલની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ વિશે છે, જેમાં બે વર્ષના પ્રતિબંધ બાદ તેની વાપસીની વાર્તા જોવા મળશે.

નવી ઇનિંગ્સની શરુઆત: ફિલ્મ 'ધ હિડન હિન્દુ'ની વાર્તા અક્ષત ગુપ્તાએ લખી છે, જે એક પૌરાણિક થ્રિલર ફિલ્મ છે. તે જ સમયે, 'બ્લેઝ ટુ ગ્લોરી'ની વાર્તા વર્ષ 2011માં ટીમ ઈન્ડિયાની વર્લ્ડ કપ જીત પર આધારિત છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સમયની સાથે ધોની પોતાની નવી ઇનિંગ્સનો વિસ્તાર કરશે અને અન્ય ભાષાઓમાં ફિલ્મો બનાવવા માટે કામ કરશે. એટલું જ નહીં, ધોની ટીમ ઈન્ડિયા માટે મેન્ટર તરીકે પણ કામ કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.