ETV Bharat / bharat

Ahmed Brother Murder : અતીક અને અશરફની હત્યા પછી તેમના ઘરમાં સન્નાટો ફેલાયો, ઘરની ફરતે ચુસ્ત પોલિસ બંદોબસ્ત

author img

By

Published : Apr 16, 2023, 5:52 PM IST

માફિયા અતીક અહેમદ અને ભાઈ અશરફની હત્યાથી ચકિયા વિસ્તારના લોકો ગભરાટમાં છે. રવિવારે સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આસપાસના લોકો ઘરોમાં કેદ થઈ ગયા છે. અહીંની દુકાનો પણ બંધ રહી હતી. વિસ્તારમાં અઘોષિત કર્ફ્યુ જેવો માહોલ છે.

Etv Bharat
Etv Bharat

પ્રયાગરાજઃ જિલ્લાના ચકિયા વિસ્તારમાં માફિયા અતીક અહેમદના ઘરે સન્નાટો જોવા મળી રહ્યો છે. અતીક અહેમદ અને અશરફની હત્યાના કારણે, તે વિસ્તારના લોકો પણ પોતાના ઘરની બહાર નિકળી રહ્યા નથી. અતીક અહેમદના ઘરની નજીક જવાની કોઇ હિંમત પણ કરી શકતું નથી. સાવચેતીના ભાગરૂપે આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. વિસ્તારમાં અઘોષિત કર્ફ્યુ જેવો માહોલ છે.

અહેમદ બ્રધરની ઘરની બહાર પોલિસ કાફલો ગોઠવાયો : જિલ્લામાં શનિવારે મોડી રાત્રે ત્રણ હત્યારાઓએ અતિક અહેમદ અને અશરફની ગોળી મારીને હત્યા કરી હતી. આ સમાચારથી સમગ્ર પ્રયાગરાજ હચમચી ઉઠ્યું હતું. રવિવારે સવારથી જ અતીક અહેમદના ઘરે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. DCPના નેતૃત્વમાં પોલીસ ફોર્સ અતીકના ઘરે તૈનાત છે. વિસ્તારના લોકો તેમના ઘરોમાં કેદ થઈ ગયા છે. આસપાસના વિસ્તારોમાં દુકાનો પણ અહીં ખુલી નથી. PAC અને RAF યુનિટ સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે.

ઘરમાં ગમગીન વાતાવરણ : કહેવામાં આવી રહ્યું છે કે, અતીકના ઘરે એકદમ સન્નાટો જોવા મળી રહ્યો છે. માત્ર આઠથી દસ લોકો જ ત્યાં હાજર છે. અસદના નાના એટલે કે અતીક અહેમદના સસરાના ઘરે પહોંચી ગયા છે. અતીક અને અશરફને સોંપવા માટે જરૂરી વસ્તુઓ એકત્રિત કરવામાં આવી રહી છે. અતીકના ઘરે સ્થાનિકમાંથી કોઈ પહોંચ્યું નથી. માત્ર સંબંધીઓ જ હાજર છે.

મૃતદેહની અંતિમવિધીની તૈયારી : એવું કહેવામાં આવી રહ્યું છે કે, જે રીતે અસદના મૃતદેહને સીધો કબ્રસ્તાનમાં લઈ જવામાં આવ્યો હતો, એવી આશા છે કે પોલીસ અતીક અહેમદ અને અરશદના મૃતદેહને સીધા કસારી-મસારી કબ્રસ્તાનમાં લઈ જશે. જો મૃતદેહોને ઘરે લાવવામાં આવશે, તો અહીંથી બંને મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવશે. જોકે, આ અંગે હાલ કોઈ સ્પષ્ટતા નથી. પોસ્ટમોર્ટમ બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે. આ સાથે જ અનેક ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ અતીકના ઘર અને કબ્રસ્તાન પર નજર રાખી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.